માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2022-23થી 2025-26 માટે રૂ. 4800 કરોડની નાણાકીય ફાળવણી સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના – "વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ" (વીવીપી)ને મંજૂરી આપી છે.

ઉત્તર સરહદ પરના તાલુકાઓનાં ગામોનો વ્યાપક વિકાસ, આ રીતે ઓળખાયેલાં સરહદી ગામોમાં રહેતા લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે. આનાથી લોકોને સરહદી વિસ્તારોમાં તેમનાં મૂળ સ્થાનો પર રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં મદદ મળશે અને આ ગામોમાંથી સ્થળાંતરને ઉલટું કરવામાં મદદ મળશે અને સરહદની સુરક્ષામાં વધારો થશે.

આ યોજના દેશની ઉત્તરીય જમીનની સરહદ પર 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 19 જિલ્લાઓ અને 46 સરહદી તાલુકાઓમાં આવશ્યક માળખાગત સુવિધાઓના વિકાસ અને આજીવિકાની તકોનું સર્જન કરવા માટે ભંડોળ પૂરું પાડશે, જે સર્વસમાવેશક વૃદ્ધિ હાંસલ કરવામાં અને સરહદી વિસ્તારોમાં વસતિને જાળવી રાખવામાં મદદ કરશે. પ્રથમ તબક્કામાં ૬૬૩ ગામોને કાર્યક્રમમાં લેવામાં આવશે.

આ યોજના ઉત્તર સરહદ પર આવેલાં સરહદી ગામોના સ્થાનિક કુદરતી માનવ અને અન્ય સંસાધનો પર આધારિત આર્થિક ચાલકોને ઓળખવા અને વિકસાવવા તથા સામાજિક ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મારફતે યુવાનો અને મહિલાઓનું સશક્તીકરણ દ્વારા "હબ એન્ડ સ્પોક મૉડલ" પર વૃદ્ધિ કેન્દ્રો વિકસાવવામાં, સ્થાનિક સાંસ્કૃતિક પ્રોત્સાહન મારફતે પ્રવાસન સંભવિતતાનો લેવા, સમુદાય આધારિત સંસ્થાઓ, સહકારી મંડળીઓ, એસએચજી, એનજીઓ વગેરે મારફતે "એક ગામ-એક ઉત્પાદન"ની વિભાવના પર પરંપરાગત જ્ઞાન અને વારસો અને સાતત્યપૂર્ણ ઇકો-એગ્રિ વ્યવસાયોનો વિકાસ કરવા વગેરેમાં મદદ કરે છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની મદદથી વાઈબ્રન્ટ વિલેજ એકશન પ્લાન બનાવવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય યોજનાઓની 100 ટકા સંતૃપ્તિ સુનિશ્ચિત કરવામાં આવશે.

જે મુખ્ય પરિણામોનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમાં બારમાસી માર્ગો સાથે જોડાણ, પીવાનું પાણી, 24x7 વીજળી – સૌર અને પવન ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવું, મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરવું, પ્રવાસન કેન્દ્રો, બહુહેતુક કેન્દ્રો તથા આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો વગેરેનો સમાવેશ થાય છે.

બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ સાથે ઓવરલેપ થશે નહીં. 4800 કરોડ રૂપિયાની નાણાકીય ફાળવણીમાંથી 2500 કરોડ રૂપિયા રસ્તા માટે વાપરવામાં આવશે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
25% of India under forest & tree cover: Government report

Media Coverage

25% of India under forest & tree cover: Government report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi