Cabinet approves Ayushman Bharat: Initiative to provide coverage of Rs 5 lakh per family per year and benefit more than 10 crore vulnerable families
Ayushman Bharat: Benefits of the scheme are portable across the country, beneficiary covered under to be allowed to take cashless benefits from any public/private empanelled hospitals

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નેઆઝ કેન્દ્ર પ્રાયોજિત આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન (એબી-એનએચપીએમ) શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. તેમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં આયુષ્માન મિશન અંતર્ગત કેન્દ્રીય ક્ષેત્રનાં ઘટકો સામેલ છે. આ યોજનામાં દર વર્ષે કુટુંબદીઠ પાંચ લાખ રૂપિયાનાં લાભનું કવચ આપવામાં આવ્યું છે. પ્રસ્તાવિત યોજનાનાં લક્ષિત લાભાર્થી 10 કરોડથી વધારે પરિવારો હશે. આ પરિવાર એસપીસીસી ડેટા બેઝ પર આધારિત ગરીબ અને નબળા વર્ગનાં હશે. એબી-એનએચપીએમમાં અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ પ્રાયોજિત – રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આસએસબીવાય) તથા વરિષ્ઠ નાગરિક સ્વાસ્થ્ય વીમા યોજના (એસચીએચઆઈએસ) સામેલ હશે.

મુખ્ય વિશેષતાઓ :

  1. એબી-એનએચપીએમમાં દર વર્ષે કુટુંબદીઠ પાંચ લાખ રૂપિયાનું પરિભાષિત લાભ કવચ મળશે.

આ કવચમાં તમામ દ્વિતીયક અને તૃતિયક સ્વાસ્થ્ય સુવિધાઓની પ્રક્રિયાઓ સામેલ છે. આ સુનિશ્ચિત કરવા માટે કોઈ વ્યક્તિ (મહિલાઓ, બાળકો અને વયોવૃદ્ધ લોકો) બાકાત ન રહી જાય એ માટે યોજનામાં પરિવારના સભ્યોની સંખ્યા અને ઉંમરને લઈને કોઈ પણ પ્રકારની મર્યાદા નક્કી કરવામાં આવી નથી. લાભ કવચમા હોસ્પિટલમાં ભરતી થયા અગાઉ અને ભરતી થયા પછીનાં ખર્ચને સામેલ કરવામાં આવશે. વીમા પોલિસીનાં પ્રથમ દિવસથી તમામ શરતોને આવરી લેવામાં આવશે. લાભાર્થીને દરેક વખતે હોસ્પિટલમાં દાખલ થવા પર પરિવહન ભથ્થાની ચુકવણી પણ કરવામાં આવશે.

  1. આ યોજનાનો લાભ સંપૂર્ણ દેશને મળશે અને યોજના અંતર્ગત કવર કરેલ લાભાર્થીને પેનલમાં સામેલ દેશનાં કોઈ પણ સરકારી/ખાનગી હોસ્પિટલમાંથી કેશલેસ લાભ આપવાની મંજૂરી મળશે.
  2. એબી-એનએચપીએમ લાયકાત આધારિત યોજના હશે અને લાયકાત એસઈસીસી ડેટા બેઝમાં માપદંડનાં આધાર પર નક્કી કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ શ્રેણીઓમાં એવા પરિવાર સામેલ છે, જેની પાસે કાચી દિવાલ અને કાચી છતની સાથે એક રૂમ હશે. એવા કુટુંબ, જેમાં 16થી 59 વર્ષની ઉંમર વચ્ચેનો કોઈ પુખ્ય વયનો સભ્ય નહીં હોય, એ પરિવાર જેની સંચાલક મહિલા હશે અને જેમાં 16થી 59 વર્ષની ઉંમર વચ્ચે કોઈ પુખ્ત વયનો સભ્ય નહીં હોય, એવા કુટુંબ જેમાં દિવ્યાંગ સભ્ય છે અને કોઈ શારીરિક રીતે સક્ષમ પુખ્ત સભ્ય નથી, અજા/જજા પરિવાર, માનવીય આકસ્મિક મજૂરી સાથે આવકનો મોટો હિસ્સો મેળવનાર ભૂમિહીન પરિવાર છે. ગ્રામીણ વિસ્તારોમાં આવા પરિવારો આપોઆપ સામેલ કરવામાં આવેલ છે, જેમને રહેવા માટે છત નથી, નિરાશ્રિત છે, ખૈરાત પર જીવન પસાર કરે છે, મેલું ઉપાડના, આદમ જનજાતિ સમૂહ તથા જે કાયદાકીય સ્વરૂપે મુક્ત કરેલા બંધુઆ મજુરો છે.
  3. લાભાર્થી પેનલમાં સામેલ સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં લાભ લઈ શકશે. એબી-એનએચપીએમ લાગુ કરનાર રાજ્યોની તમામ સરકારી હોસ્પિટલોની યોજનાઓ માટે પેનલમા સામેલ ગણવામાં આવશે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઇસી) સાથે જોડાયેલી હોસ્પિટલોને પણ પોતાની ક્ષમતા પ્રમાણે (bed occupancy ratio parameter) પેનલમાં સામેલ કરી શકાય છે. ખાનગી હોસ્પિટલ પરિભાષિત માપદંડને આધારે પેનલમાં સામેલ કરી શકાય છે. ખાનગી હોસ્પિટલ પરિભાષિત માપદંડને આધારે ઓનલાઇન રીતે પેનલમાં સામેલ કરવામાં આવશે.
  4. ખર્ચને નિયંત્રિત કરવા માટે પેકેજ દર (સરકાર દ્વારા અગ્રિમ રીતે પરિભાષિત)નાં આધારે સારવાર માટે ચુકવણી કરવામાં આવશે. પેકેજ દરમાં સારવાર સાથે સંબંધિત તમામ ખર્ચ સામેલ હશે. લાભાર્થીઓ માટે આ કેશલેસ, પેપરલેસ લેવડ-દેવડ રહેશે. રાજ્ય વિશેષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની પાસે આ દરોમાં મર્યાદિત રીતે સંશોધન કરવાની પરિવર્તનક્ષમતા હશે.
  5. એબી-એનએચપીએમનો મુખ્ય સિદ્ધાંત સહકારી સંઘવાદ અને રાજ્યોને સુગમતા આપવાનો છે. તેમાં સહ-ગઠબંધનનાં માધ્યમથી રાજ્યોની સાથે જોડાણની જોગવાઈ છે. તેમાં વર્તમાન સ્વાસ્થ્ય વીમા/કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો તથા રાજ્ય સરકારો (તેમાં પોતાની ખર્ચ પર)ની વિવિધ સુરક્ષા યોજનાઓની સાથે ઉચિત એકીકરણ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારોને સમસ્તર અને લંબરૂપ બંને સ્વરૂપે એબી-એનએચપીએમનાં વિસ્તારની મંજૂરી હશે. યોજનાને લાગુ કરવાની રીતોને પસંદ કરવા માટે રાજ્ય સ્વતંત્ર હશે. રાજ્ય વીમા કંપનીનાં માધ્યમથી પ્રત્યક્ષ સ્વરૂપે ટ્રસ્ટ/સોસાયટીનાં માધ્યમથી કે મિશ્ર સ્વરૂપે યોજના લાગુ કરી શકશે.
  6. સૂચના આપવા તથા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સમન્વયમાં ઝડપ લાવવા માટે ટોચનાં સ્તરે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીની અધ્યક્ષતામાં આયુષ્માન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન પરિષદ (એબી-એનએચપીએમસી)ની રચના કરવાની દરખાસ્ત છે. તેમાં એક આયુષ્માન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન ગવર્નિંગ બોર્ડ (એબી-એનએચપીએમબી) બનાવવાની દરખાસ્ત છે, જેની અધ્યક્ષતા સંયુક્ત સ્વરૂપે સચિવ (સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ) તથા સભ્ય (સ્વાસ્થ્ય), નીતિ પંચ દ્વારા કરવામાં આવશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં નાણાકીય સલાહકાર, સ્વાસ્થ્ય મંત્રાલય, અપર સચિવ અને મિશન નિદેશક, આયુષ્માન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન, સ્વાસ્થ્ય મંત્રાલય (એબી-એનએચપીએમ) તથા સંયુક્ત સચિવ (એબી-એનએચપીએમ), સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સભ્ય હશે. આયુષ્યમાન ભારત – રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન કેસીઈઓ સભ્ય સચિવ હશે. જરૂરિયાત અનુસાર રાજ્યોનાં સ્વાસ્થ્ય સચિવ પણ સભ્ય હોઈ શકે છે. સંચાલન સ્તરે એબી-એનએચપીએમનાં વ્યવસ્થાપન માટે સોસાયટી સ્વરૂપે આયુષ્માન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન એજન્સી (એબી-એનએચપીએમએ) સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે. એબી-એનએચપીએમએની આગેવાની પૂર્ણકાલિન સીઈઓ કરશે, જે સચિવ/અપર સચિવ ભારત સરકારનાં સ્તરના હશે.
  7. યોજનાઓ લાગુ કરવા માટે રાજ્યોની રાજ્ય સ્વાસ્થ્ય એજન્સી (એસએચએ)ની જરૂર પડશે. યોજનાઓનો અમલ કરવા માટે રાજ્યો પાસે એસએચએ સ્વરૂપે વર્તમાન ટ્રસ્ટ/સોસાયટી/બિનનફાકારક કંપની/રાજ્ય સ્વાસ્થ્ય એજન્સી બનાવાનો વિકલ્પ હશે. જિલ્લા સ્તર પર પણ યોજનાને લાગુ કરવા માટે માળખું તૈયાર કરવું પડશે.
  8. એસએચએ સુધી ભંડોળ સમયસર પહોંચે એ સુનિશ્ચિત કરવા માટે એબી-એનએચપીએમએનાં માધ્યમથી કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સ્વાસ્થ્ય એજન્સીઓ ભંડોળનું હસ્તાંતરણ એસ્ક્રો એકાઉન્ટમાં થશે. રાજ્યએ નિર્ધારિત સમયમર્યાદાની અંદર પોતાનાં હિસ્સાનાં અનુદાન આપવાનું રહેશે.
  9. નીતિ પંચની સાથે ભાગીદારીમાં એક મજબૂત, મોડ્યુલર, સ્કેલેબલ અને આંતરકાર્યક્ષમ આઈટી પ્લેટફોર્મ ચાલુ કરવામાં આવશે, જેમાં પેપરલેસ, કેશલેસ લેવડ-દેવડ થશે. તેનાથી સંભવિત દુરુપયોગની ઓળખ/વિશ્વાસઘાત અને દુરુપયોગ રોકવામાં મદદ મળશે. તેમાં સારી રીતે પરિભાષિત ફરિયાદ સમાધાનની વ્યવસ્થા હશે. ઉપરાંત નૈતિક જોખમો (દુરુપયોગની સંભાવના)ની સાથે સારવાર પૂર્વ-અધિકારને અનિવાર્ય બનાવવામાં આવશે.
  10. આ સુનિશ્ચિત કરવા માટે કે આ યોજના ઇચ્છિત લાભાર્થીઓ તથા અન્ય હિતધારકો સુધી પહોંચે એ માટે એક વ્યાપક મીડિયા તેમજ પહોંચ વ્યૂહરચના વિકસિત કરવામાં આવશે, જેમાં અન્ય બાબતો ઉપરાંત પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, પરંપરાગત મીડિયા, આઈઈસી સામગ્રી તથા આઉટડોર કામગીરીઓ સામેલ છે.

અમલીકરણની પ્રકિયા

રાષ્ટ્રીય સ્તરે વ્યવસ્થાપન માટે આયુષ્માન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન એજન્સી (એબી-એનએચપીએમએ) સ્થાપિત કરવામાં આવશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સમર્પિત રાજ્ય સ્વાસ્થ્ય એજન્સી (એસએચએ) દ્વારા યોજના લાગુ કરવાની સલાહ આપવામાં આવશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વર્તમાન ટ્રસ્ટ/સોસાયટી/બિનનફાકારક કંપની/રાજ્ય નોડલ એજન્સીનો ઉપયોગ કરી શકશે અથવા નવા ટ્રસ્ટ/સોસાયટી/બિનનફાકારક કંપની/રાજ્ય નોડલ એજન્સી બનાવી શકશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો યોજનાને વીમા કંપની મારફતે કે પ્રત્યક્ષ રીતે ટ્રસ્ટ/સોસાયટીનાં માધ્યમથી અથવા એકીકૃત મોડલનો ઉપયોગ કરીને યોજના લાગુ કરવા વિશે નિર્ણય લઈ શકે છે.

મુખ્ય અસર :

છેલ્લાં 10 વર્ષ દરમિયાન ભારતમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાનો ખર્ચ લગભગ 300 ટકા વધ્યો છે. (સ્રોતઃ એનએસએસઓ 2015). તેમાંથી મોટા ભાગનાં દર્દીઓ 80 ટકાથી વધારે ખર્ચ પોતાનાં ખિસ્સા (ઓઓપી)માંથી પૂરો કરે છે. ગ્રામીણ કુટુંબ મુખ્યત્વે પારિવારિક આવક/બચત (68 ટકા) અને ઉધારી (25 ટકા) પર નિર્ભર છે. શહેરી કુટુંબ હોસ્પિટલનાં ખર્ચા માટે પોતાની આવક/બચત (75 ટકા) અને ઉધારી (18 ટકા) પર નિર્ભર છે (સ્રોતઃ એનએસએસઓ 2015). ભારતમાં પોતાનાં ખિસ્સામાંથી 60 ટકાથી વધારે ખર્ચ થાય છે. પરિણામ સ્વરૂપે સ્વાસ્થ્ય ખર્ચાઓમાં વધારાનાં કારણે 6 મિલિયન કુટુંબ ગરીબી રેખા નીચે આવી જાય છે. નીચેનાં આધારે એબી-એનએચપીએમની અસર ખિસ્સા ખર્ચમાં ઘટાડો કરશે.

  1. લગભગ 40 ટકા વસતિને સંવર્ધિત લાભ કવચ (ગરીબ અને નબળાં)
  2. તમામ દ્વિતીયક અને તૃતિયક (નકારાત્મક યાદીને છોડીને) હોસ્પિટલને આવરી લેવામાં આવશે. દરેક કુટુંબ માટે પાંચ લાખ રૂપિયાનું કવચ (કુટુંબનાં સભ્યોની સંખ્યા પર કોઈ પ્રતિબંધ નથી).

તેનાથી ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય અને ચિકિત્સા સુવિધાની પહોંચ વધશે. નાણાકીય સ્રોતોની ઊણપને કારણે વસતિને પૂર્ણ કરવામાં ન આવેલી જરૂરિયાતો પૂરી થશે. તેનાથી સમયસર સારવાર મળશે, સ્વાસ્થ્ય પરિણામોમાં સુધારો થશે, દર્દીને સંતોષ મળશે, ઉત્પાદકતા અને સક્ષમતામાં સુધારો થશે, રોજગારીનું સર્જન થશે અને પરિણામ સ્વરૂપે જીવનની ગુણવત્તા સુધરશે.

સામેલ ખર્ચ :

પ્રીમિયમની ચુકવણીમાં થનારો ખર્ચ નાણાં મંત્રાલયનાં સૂચનો અનુસાર, સૂચિત પ્રમાણમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વહેંચવામાં આવશે. આ રાજ્યોમાં જ્યાં વીમાકંપનીઓનાં માધ્યમથી એબી-એનએચપીએમ લાગુ કરવામાં આવશે, ત્યાં કુલ ખર્ચ વાસ્તવિક બજાર નિર્ધારિત પ્રીમિયમની ચુકવણી પર નિર્ભર રહેશે. જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટ્રસ્ટ/સોસાયટીનાં માધ્યમથી યોજના લાગુ કરવામાં આવશે, એ રાજ્યોમાં વાસ્તવિક ખર્ચ કે પ્રીમિયમની મર્યાદા (જે ઓછી હોય) અગાઉથી નિર્ધારિત પ્રમાણમાં કેન્દ્રીય ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

લાભાર્થીઓની સંખ્યા :

એબી-એનએચપીએમ 10.7 કરોડ ગરીબ, વંચિત ગ્રામીણ પરિવારો તથા ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારોને આવરી લેવા સામાજિક, આર્થિક જાતિ જનગણના (એસઈસીસી)નાં નવા આંકડાને આધારે શહેરી શ્રમિકોની ચિહ્નિત વ્યાવસાયિક શ્રેણીને લક્ષ્યાંક બનાવશે. આ યોજના ગતિશીલ અને મહત્ત્વાકાંક્ષી સ્વરૂપે બનાવવામાં આવી છે અને યોજના એસઈસીસીનાં આંકડામાં બાકાત/સમાવિષ્ટ/વંચિત/વ્યાવસાયિક માપદંડનાં ફેરફારોને ધ્યાનમાં લેશે.

આવરી લેવાયેલા રાજ્યો/જિલ્લાઓ

એબી-એનએચપીએમ તમામ લક્ષિત લાભાર્થીઓને આવરી લેવાનાં ઉદ્દેશ સાથે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ કરવામાં આવશે.

પૃષ્ઠભૂમિ :

શ્રમ અને રોજગાર મંત્રાલયે વર્ષ 2008માં આરએસબીવાય શરૂ કરી હતી. તેમાં ગરીબી રેખા નીચે જીવતાં પાંચ સભ્યો ધરાવતાં કુટુંબો અને અસંગઠિત શ્રમિકોની 11 અન્ય પરિભાષિત શ્રેણીઓ પર દર વર્ષે 30,000 રૂપિયાનાં લાભનાં કવરેજની સાથે કેશલેસ સ્વાસ્થ્ય વીમાની જોગવાઈ છે. આરએસબીવાયને સ્વાસ્થ્ય વ્યવસ્થા સાથે એકીકૃત કરવા તથા તેને ભારત સરકારની વ્યાપક સ્વાસ્થ્ય સુવિધાનાં દ્રષ્ટિકોણનો હિસ્સો બનાવવા માટે આરએસબીવાયને 01-04-2015થી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને હસ્તાંતરિત કરવામાં આવ્યો છે. વર્ષ 2016-17 દરમિયાન 3.63 કરોડ કુટુંબ દેશનાં 278 જિલ્લાઓમાં આરએસબીવાય અંતર્ગત આવરી લેવાયેલા અને આ પરિવાર 8,697 પેનલમાં સામેલ હોસ્પિટલોમાં સારવારની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. એનએચપીએસ આ હકીકતને ધ્યાનમાં રાખીને લાવામાં આવી છે કે વિવિધ કેન્દ્રીય મંત્રાલય તથા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ પોતાનાં લાભાર્થીઓ માટે સ્વાસ્થ્ય વીમા/સુરક્ષા યોજનાઓ લાગુ કરી છે. આ યોજનાઓ વચ્ચે સમન્વય કરવાની મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે, જેથી સુધારો થયેલી સક્ષમતા, પહોંચ તથા વ્યાપક લક્ષ્યાંક પ્રાપ્ત થઈ શકે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets on the occasion of Urs of Khwaja Moinuddin Chishti
January 02, 2025

The Prime Minister, Shri Narendra Modi today greeted on the occasion of Urs of Khwaja Moinuddin Chishti.

Responding to a post by Shri Kiren Rijiju on X, Shri Modi wrote:

“Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives.