પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સાથે ચૂંટણી યોજવા પર ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોનો સ્વીકાર કર્યો છે.
એક સાથે ચૂંટણી: ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો
- 1951 થી 1967ની વચ્ચે એક સાથે ચૂંટણીઓ યોજાઇ છે.
- લૉ કમિશનઃ 170મો રિપોર્ટ (1999): લોકસભા અને તમામ વિધાનસભાઓની પાંચ વર્ષમાં એક ચૂંટણી.
- સંસદીય સમિતિનો 79મો અહેવાલ (2015): બે તબક્કામાં એક સાથે ચૂંટણી યોજવાની પદ્ધતિઓ સૂચવે છે.
- શ્રી રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત વિવિધ હિતધારકોની વિસ્તૃત ચર્ચા કરી હતી.
- રિપોર્ટ ઓનલાઈન અહીં ઉપલબ્ધ છે: https://onoe.gov.in
- વ્યાપક પ્રતિસાદ દર્શાવે છે કે દેશમાં એક સાથે ચૂંટણીઓ માટે વ્યાપક સમર્થન છે.
ભલામણો અને આગળનો માર્ગ
- બે તબક્કામાં અમલ કરો.
- પ્રથમ તબક્કામાં: લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવી.
- બીજા તબક્કામાં: સામાન્ય ચૂંટણીઓના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ (પંચાયત અને નગરપાલિકાઓ) યોજવી.
- તમામ ચૂંટણીઓ માટે સામાન્ય મતદાર યાદી.
- સમગ્ર દેશમાં વિસ્તૃત ચર્ચા શરૂ કરશે.
- અમલીકરણ જૂથની રચના.
The Cabinet has accepted the recommendations of the High-Level Committee on Simultaneous Elections. I compliment our former President, Shri Ram Nath Kovind Ji for spearheading this effort and consulting a wide range of stakeholders.
— Narendra Modi (@narendramodi) September 18, 2024
This is an important step towards making our…