બ્રિટનના પ્રધાનમંત્રી રાઇટ ઓનરેબલ થેરેસા મેએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાત કરી હ
બંને પ્રધાનમંત્રીઓએ દિવાળીની ઉજવણીના પ્રસંગે એકબીજાને શુભેચ્છાઓ આપી હતી. તાજેતરમાં દિવાળીનો તહેવાર સંપન્ન થયો છે.
બંને નેતાઓ સંમત થયા હતા કે બંને દેશોમાં અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત કરવાની તક છે, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, ફાઇનાન્સ, વેપાર અને રોકાણ તથા સંરક્ષણ અને સુરક્ષા સામેલ છે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, તેઓ આગામી અઠવાડિયે ભારતમાં પ્રધાનમંત્રી મેને આવકારવા આતુર છે, જે તેમની યુરોપની બહાર પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે.