સ્વામી વિવેકાનંદનાં નિર્વાણ દિવસે તેમને ભાવભીની શ્રધ્ધાંજલિ
- ચાલો, સ્વામીજીનાં આદર્શોને જીવનમાં ચરિતાર્થ કરીએ
પ્રિય મિત્રો,
આજથી ૧૧૦ વર્ષપહેલા આજનાં ૪ જુલાઈ ૧૯૦૨નાં દિવસે ભારતનાં મહાન સપૂત સ્વામી વિવેકાનંદે આપણી વચ્ચેથી વિદાયલીધી. સ્વામીજીનાં આ નિર્વાણ દિવસે તેમનાં શબ્દો આપણા હૃદયમાં ગૂંજી રહ્યા છે, “મારું ભૌતિક શરીર ભલે ચાલ્યું જાય, પણ હું તો આવનારા ૧૫૦૦ વર્ષ સુધી કામ કરતો રહીશ.” પોતાનાં ૩૯ વર્ષ અને ૫ મહિનાનાં ટુંકાજીવનમાં પોતાનાકાર્ય અને સંદેશથી તેમણે સાચે જ દુનિયા આખીનેજીતી લીધી હતી.
સ્વામીજીનોસંદેશએવો તોપ્રભાવક હતો કે આપણા દેશનાં ઘડતરમાં જેનોફાળોછે તેવાલગભગતમામ આંદોલનોમાં તેનીઅસરપડી હતી, અનેઆવનારાભવિષ્યમાંપણ તેમના સંદેશનો પ્રભાવ પડતો રહેશે.આઝાદીની લડત દરમ્યાનસશસ્ત્રલડવૈયાઓથી લઈને અહિંસક આંદોલનકર્તા, સૌ કોઈ ઉપર સ્વામીજીનાં વિચારોનો ગહેરો પ્રભાવ હતો. લોકોની વિચારધારાઓ ભલેભિન્નહોય કે પછીપરિણામસુધી પહોંચવાનાં તેમનાં રસ્તા ભલે જુદા-જુદા હોય પણ આ સૌ કોઈ માટે સ્વામી વિવેકાનંદનાં વિચારો પ્રેરણાનાંસ્ત્રોતબની રહ્યા હતા.
મહાત્મા ગાંધીએ લખ્યું છે કે, “મેં સ્વામી વિવેકાનંદનાં લખાણોનો ઉંડો અભ્યાસ કર્યો છે, અને તેમનાં વિચારો વાંચ્યા બાદ દેશ પ્રત્યેનો મારો પ્રેમ હજાર ગણો વધી ગયો છે.”
તો બીજી બાજુનેતાજી સુભાષચંદ્ર બોઝ કહે છે, “વિવેકાનંદ વિશે લખતાં મને આત્યાધિક આનંદ થઈ આવે છે. સ્વામીજી એક મહાન ત્યાગી અને અસીમ પ્રેમનાં ધોધ સમાન હતા, તેઓ અગાધ જ્ઞાનનાં માલિક અને સંવેદનાથી છલોછલ વ્યક્તિ હતા....હું તેમનાં વિશે કલાકો સુધી લખું તોય મારા શબ્દો આ મહાન માણસનું વર્ણન કરવામાં નિષ્ફળ જશે.”
શ્રી અરવિંદનાં શબ્દોમાં, “હજીય આપણે તેમનાં પ્રચંડ પ્રભાવનો અનુભવ કરી રહ્યા છીએ. આપણને ચોક્કસ ખ્યાલ નથી કે ક્યારે અને કઈ રીતે, પણ કોઈ સિંહસમાન, ભવ્ય, આંતરસૂઝથી ભરપૂર અને ક્રાંતિકારી બાબત ભારતનાં આત્મામાં પ્રવેશ પામી છે અને આપણે કહેવું રહ્યું, ‘જુઓ, વિવેકાનંદ હજુય તેમની (ભારત)માતા અને તેનાં પુત્રોનાં આત્મામાં જીવંત છે.”
આપણા દેશની અનેખાસકરીનેગરીબઅને વંચિતોનીઉન્નતિમાટેકામકરનાર તમામલોકોમાટે તેઓ સાચા અર્થમાં પ્રેરણામૂર્તિ હતા. રામકૃષ્ણ મિશનનાંસ્થાપકહોવા છતાં તેઓ રાષ્ટ્રનાં ઘડતર માટે પ્રવૃત્ત અન્ય તમામ સંસ્થાઓનાં જીવનબળ બની રહ્યા હતા.
આજે સ્વામીજી તેમનાં આદર્શોથી અને આ આદર્શોને પોતાનાં જીવનમાં ઉતારવા કટિબધ્ધ લોકોનાં નિશ્ચયબધ્ધ પ્રયાસોથી અમર બની ચૂક્યા છે.
મદ્રાસનાં વિક્ટોરિયા હોલખાતેનાં એક પ્રસિધ્ધ વાર્તાલાપ“My Planof Campaign” (મારી ભાવિયોજનાઓ) દરમ્યાન સ્વામીજીએ કહ્યું હતું કે, “મારા બાળકો, હું મારી બધી યોજનાઓ અંગે તમને માહિતગાર કરવા માટે આવ્યો છું. જો તમે સાંભળવા તૈયાર હોવ તો હું તમારી સાથે કામ કરવા તૈયાર છું. પણ જો તમે મને સાંભળશો નહિ, કે પછી જો મને અહીંથી બહાર ધકેલી દેશો, તો હું ફરીને ફરી તમારી વચ્ચે આવતો રહીશ.” સ્વામીજીનાં આદર્શોને આપણાં રોજિંદા જીવનમાં ઉતારવા એ તેમને આપેલી શ્રેષ્ઠ શ્રધ્ધાંજલિ ગણાશે. સ્વામીજી મારા માટે કાયમ પ્રેરણાનો સ્ત્રોત રહ્યા છે અને જીવનનાં પ્રત્યેક દિવસમાં તેમનાં આદર્શો અનુસાર જીવવાનો મારો પ્રયાસ છે.
સ્વામીજીનું એક જાણિતું વિધાનછે, “ભારતે આ દુનિયાને જીતવાની છે અને તેનાથી ઓછું કશું મને ખપશે નહિ.” આપણા દેશને સામર્થ્યવાન બનાવવાનું સ્વામીજીનું સ્વપ્ન હતું અને તેમનાં સ્વપ્નનેવાસ્તવિકતા બનાવવાનીજવાબદારી હવે આપણી ઉપર છે.
સ્વામીજીનાં ભારત માટેનાં સ્વપ્નનેહકીકતબનાવવા માટે પુરુષાર્થ કરવાદ્વારાજ આપણે તેમનાં આદર્શોને સાચા અર્થમાંજીવનમાં ઉતારી શકીશું.
તેમણે એક સમર્થ અને સમૃધ્ધ, ‘સમરસ ભારત’ અને ‘જગદગુરુ ભારત’ની કલ્પના કરી હતી.
આજે ફરી દેશની અંદરનાં નકારાત્મકમાનસિકતા ધરાવતા પરિબળો અને દેશબહારનાં શત્રુઓ દ્વારાઆપણા દેશની શાંતિઅને સોહાર્દની કસોટીથઈ રહી છે. કસોટીનાં આ કાળમાં સ્વામીજીનું શિકાગો ખાતેનું પ્રખ્યાત વક્તવ્ય યાદ કરવું જોઈએ જેમાં તેમણે અન્યાય અને અસહિષ્ણુતાનો વિરોધ કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.
“
...સાંપ્રદાયિક વલણો
,
અન્યાય અને તેમાંથી જ પેદા થનાર ભયંકર ધર્માંધતા જેવી બાબતોએ સમયે-સમયે આ દુનિયાને હિંસા અને માનવસંહારથી ભરી દીધી છે
,
સંસ્કૃતિઓનો ખાત્મો બોલાવ્યો છે અને આ દુનિયાનાં દેશોને નિરાશામાં ધકેલી દીધા છે. જો આ ભયાનક અને શેતાની બાબતો આપણી વચ્ચે ન હોત તો આ દુનિયા આજે છે તેનાં કરતા ઘણી આગળ હોત
…
.આજની આ ધર્મસભા એ ધર્માંધતાનો મૃત્યુઘંટ છે
,
તલવાર કે કલમોથી ખેલાતા એ તમામ યુધ્ધોનો અને એક જ અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવા મથતા વિવિધ ધાર્મિક સંપ્રદાયો વચ્ચેનાં વૈમનસ્યનો આ મૃત્યુઘંટ છે.
”
સ્વામીજી દેશનાં યુવાનોનેખૂબજમહત્વઆપતા. યુવાનો પોતાનાજીવનનું ઘડતર કરે, પોતાની મહત્વાકાંક્ષાઓ સિધ્ધ કરે અને સાથેસાથે દેશનાં પાયાને મજબુત બનાવે એ માટે તેમનેજરૂરીકૌશલ્ય-હુન્નરથી સજ્જ બનાવવા ઉપર તેમણેભારમૂક્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “આજની આ આધુનિક યુવાપેઢી પર મને આશા છે, મારા કાર્યકરો આ પેઢીમાંથી જ આવશે. તેઓ સિંહની જેમ દુનિયાનાં પ્રશ્નોનું નિરાકરણ લાવશે.”
આજનાં દિવસે આપણે સ્વામી વિવેકાનંદને ભાવભીની શ્રધ્ધાંજલિ પાઠવીએ.
આપનો,
નરેન્દ્ર મોદી