સ્વાસ્થ્ય ક્ષેત્રને પ્રોત્સાહન આપીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે કેન્દ્રનાં યોગદાન સ્વરૂપે રૂ. 85,217 કરોડની અંદાજપત્રીય સહાયતાથી 01 એપ્રિલ, 2017થી 31 માર્ચ, 2020નાં ગાળામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાનને ચાલુ રાખવા મંજૂરી આપી હતી.
મંત્રીમંડળે જમ્મુ-કાશ્મીર માટે પ્રધાનમંત્રીનાં વિકાસ પેકેજ 2015 – 5 વર્ષોમાં જિલ્લા હોસ્પિટલ, પેટા-જિલ્લા હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં માળખાગત સુવિધા તૈયાર કરવા અંતર્ગત સહાયતા વધારવાની મંજૂરી આપી દીધી છે. આ માટે સંપૂર્ણ કેન્દ્રીય ભંડોળ યોજના સ્વરૂપે રૂ. 625.20 કરોડની અંદાજપત્રીય સહાયતા આપવામાં આવશે. આ 1 એપ્રિલ, 2017થી 31 માર્ચ, 2020 સુધી અમલમાં રહેશે.
મુખ્ય વિશેષતાઓ :
- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ (યુએચસી)નું મુખ્ય માધ્યમ હશે.
- તેનો ઉદ્દેશ/લક્ષ્યાંક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ, 2017 અને સતત વિકાસનો ઉદ્દેશ-3 (એસડીજી-3) સાથે સંલગ્ન છે.
- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાને સહસ્ત્રાબ્દી વિકાસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા દેશની મદદ કરી છે અને આ યુએચસીના લક્ષ્યાંક સહિત એસડીજી-3નાં લક્ષ્યાંકો સિદ્ધ કરવાનું મુખ્ય માધ્યમ બનશે.
- આયુષ્માન ભારત – રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન આકાંક્ષાઓ ધરાવતા જિલ્લાઓ સહિત ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા જિલ્લાઓમાં જાહેર સ્વાસ્થ્ય વ્યવસ્થાઓને મજબૂતી પ્રદાન કરશે.
- પસંદગી કરવા યોગ્ય વિસ્તૃત પ્રાથમિક આરોગ્ય દેખરેખ તરફ પરિવર્તન છે. તેમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી કેન્દ્રો (એચડબલ્યુસી) સ્વરૂપે એસએચસી/પીએચસીને મજબૂતી પ્રદાન કરી સામાન્ય બિનચેપી બિમારીઓ, વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય દેખભાળ, શામક ઉપચાર અને અગાઉની સ્થિતિમાં લાવવા સંબંધિત સારસંભાળ સેવાઓ સામેલ છે.
- એચડબલ્યુસી એનસીડી સ્ક્રિનિંગ અને સંચાલન સહિત નિવારક, પ્રોત્સાહક, ઉપચારાત્મક અને અગાઉની સ્થિતિમાં લાવવા યોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં આવશે, તથા તેનાં સીએચસી અને ડીએચથી બેતરફી રેફરલ અને તપાસ વ્યવસ્થા મારફતે જોડાવાની આશા છે, જેથી વિભાજનને ઓછુ કરી શકાશે અને સ્વાસ્થ્ય સારસંભાળમાં સુધઆરો ચાલુ રાખી શકાશે. સામાન્ય એનસીડી માટે મફત સાર્વભૌમિક સ્ક્રિનિંગ માટે બાર સેવાઓનું પેકેજ.
- ઉપકેન્દ્રનાં સ્તરે મધ્યમ સ્તરનાં સ્વાસ્થ્ય પ્રદાતાની ઉપસ્થિતિ, જે પ્રાથમિક સ્વાસ્થ્યની દેખરેખ અને જાહેર સ્વાસ્થ્ય સંબંધિત ક્ષમતામાં તાલીમબદ્ધ છે.
- આયુષનો જોડીને તંદુરસ્તી પર ભાર અને ગંભીર બિમારીઓને અટકાવવા તથા સ્વાસ્થ્ય દેખભાળને પ્રોત્સાહન આપવા વિશેષ ભાર મૂકવામા આવ્યો છે.
- મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક, જેમાં મુખ્ય સ્વાસ્થ્ય સંકેતો સામેલ છે અને અન્ય કાર્ય અમલીકરણ માટે પ્રેરિત કરે છે.
- મુખ્ય પરિણામો અને સ્વાસ્થ્ય ક્ષેત્રનાં સુધારાનું શ્રેષ્ઠ કાર્ય પાર પાડવા પ્રોત્સાહન આપવા નિર્ધારિત સંવર્ધિત ભંડોળ તરફ કામગીરીનાં પરિણામ.
- સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પ્રત્યે સંપૂર્ણ દ્રષ્ટિકોણ સુનિશ્ચિત કરવા માટે તમામ વર્ટિકલ રોગ કાર્યક્રમોનું હોરિઝોન્ટલ સર્વસમાવેશન.
- નિશ્ચિત લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે વિશેષ સ્વરૂપે તૈયાર વ્યૂહરચના અને હસ્તક્ષેપ.
- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાનની મફત દવાઓ અને નૈદાનિક સેવાઓની પહેલ, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસીસ કાર્યક્રમ – અલગ લક્ષ્યાંક સ્વરૂપે સામેલ ઓઓપીઈમાં કાપ વગેરે જેવી પહેલોને વેગ આપવાની સાથે ઓઓપીઈ ઓછું કરવા પર વિશેષ ધ્યાન.
- સ્વાસ્થ્ય વિશે આંતરક્ષેત્રીય કેન્દ્રાભિમુખ કાર્ય માટે ઉપલબ્ધ મંચોનો અસરકારક રીતે ઉપયોગ.
- અગ્રણી કાર્યકર્તાઓ વચ્ચે સહયોગ અને ઉત્સાહ પેદા કરવા માટે ટીમ આધારિત પ્રોત્સાહન.
- જાહેર સ્વાસ્થ્યની સુવિધાઓ, કાયાકલ્પ, લક્ષ્યાંકનાં ગુણવત્તાયુક્ત પ્રમાણ મારફતે ગુણવત્તા પર વિશેષ ભાર.સરકારી સ્વાસ્થ્ય સેવાઓનો ઉપયોગ એક નિશ્ચિત લક્ષ્યાંક છે.
- તમામ રાજ્યોમાં રસીકરણના વિસ્તારનો પ્રસ્તાવ છે.
- આ આયુષ્માન ભારત અંતર્ગત પ્રસ્તાવિત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય રક્ષા અભિયાન સાથે જોડાશે.
અસર :
તેનુ પરિણામ મળશે/સરળ થશેઃ
- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન માટે નિર્ધારિત લક્ષ્યાંકોનો સતત સમયગાળો પ્રાપ્ત કરવો.
- નવજાત બાળકોમા મૃત્યુદર, શિશુ મૃત્યુદર, પાંચ વર્ષની વય સુધીનાં બાળકોનો મૃત્યુદર, માતૃત્વ મૃત્યુદર અને કુલ પ્રજનન દર, જેવા મુખ્ય સ્વાસ્થ્ય માપદંડોમાં સુધારો.
- ચેપી રોગો ફેલાવવાની ઘટનાઓમાં ઘટાડો.
- સ્વાસ્થ્ય સંભાળ માટે પૉકેટ ખર્ચમાં ઘટાડો (ઓઓપીઇ).
- નિયમિત રસીકરણ સેવાઓનાં વ્યાપ અને ઉપયોગ તથા બિનચેપી રોગો સાથે જોડાયેલી સેવાઓની સ્થિતિમાં સુધારો.