બાંગલાદેશમાં હિન્દુઓની કત્લેઆમ અને અત્યાચારો અંગે માનવ અધિકારનું આંદોલન કરી રહેલા ડો રિચાર્ડ બેન્કીને મુખ્યમંત્રીશ્રીને મળીને સત્યશોધન પુસ્તક અર્પણ કર્યું
ભારત અને અમેરિકાએ બાંગલાદેશના હિન્દુઓને ન્યાય અપાવવો જોઇએ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા યહુદી કોમ્યુનિટીના અમેરિકાસ્થિત અગ્રણી ડો. રિચાર્ડ બેન્કીન (DR.RICHARD BENKIN) એ બાંગલા દેશમાં હિન્દુઓ પરના અત્યાચારો અંગે સંશોધન-અભ્યાસ વિશે મુખ્યમંત્રીશ્રીનને વાકેફ કર્યા હતા અને બાંગલાદેશમાં હિન્દુઓની કત્લેઆમ અંગેનું તાજેતરમાં પ્રકાશિત પોતાનું પુસ્તક A QUIETCASEOF ETHNIC CLEANSING સ્મૃતિભેટ રૂપે આપ્યું હતું.શિકાગોમાં વસતા ડો. રિચાર્ડ બેન્કીને બાંગલા દેશમાં હિન્દુઓ ઉપરના નિર્મમ અત્યાચારો, હત્યાઓ, ઇસ્લામમાં બળપૂર્વક ધર્માંતરણ, અપહરણો અને બળાત્કારો અને દેશ નિકાલ માટેના ષડયંત્રોની સીલસીલાબંધ સત્ય ધટનાઓ ઉપર સત્યશોધન કરેલું છે. ડો. રિચાર્ડ બેન્કીન ઇચ્છે છે કે ભારત અને અમેરિકાની સરકારોએ સાચા અર્થમાં માનવ અધિકારોની રક્ષા માટેની આ ગંભીરતમ ધટનાઓ રોકવાની નીતિ અમલમાં મૂકવી જોઇએ.
ડો. શ્રી રિચાર્ડ બેન્કીને એવો અફસોસ વ્યકત કરેલો કે કેન્દ્ર સરકાર માને છે કે બાંગલા દેશમાં હિન્દુઓ માટે કોઇ સમસ્યા નથી, હકિકતમાં હિન્દુઓની કત્લેઆમ અને અત્યાચારો, માનવતાવાદીઓની સંવેદના જગાવી દે તેવા છે.
ડો. રિચાર્ડ બેન્કીને અમેરિકાની સરકાર સેનેટ અને પ્રતિનિધિ ગૃહના સભ્યો સાથે આ બાબત હાથ ધરેલી છે અને માનવ અધિકારની સંવેદના ધરાવતા સહુનો ટેકો મેળવ્યો છે તેઓ અમેરિકામાં માનવ અધિકારની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ અંગે આંદોલન ઉભું કરવા પ્રયત્નશીલ છે અને મુખ્યમંત્રીશ્રીને હ્વદયસ્પર્શી અપીલ કરી હતી કે બાંગલાદેશના હિન્દુઓના માનવ અધિકારો અને ન્યાયના ઉદેશ માટે ગુજરાત અને ભારતે જાગવું જોઇએ.
ડો. બેન્કીને ઇઝરાયેલ અને ગુજરાત વચ્ચે સહભાગીતાના ક્ષેત્રો વિકસાવવા માટે પણ તત્પરતા દાખવી હતી.