વિધાનસભાની સાત બેઠકો માટે ગત 10 સપ્ટેમ્બરે યોજાયેલા મતદાન બાદ સોમવારે પરિણામ જાહેર થયા હતાં. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો મુજબ ભાજપને 5 તથા કોંગ્રેસને 2 સીટો પર જીત હાંસલ થઈ છે.
સમી સીટ પરથી ભાજપના ભાવસિંહ રાઠોડનો કોંગ્રેસના દિનેશ ઠાકોર સામે વિજય થયો હતો. જસદણમાં ભાજપના ભરત બોઘરાનો કોંગ્રેસના ભાવના બાવળિયા વિરૂદ્ધ વિજય થયો હતો. જ્યારે ધોરાજીમાં કોંગ્રેસના જયેશ રાદડિયાનો ભાજપના લલિત વસાયા વિરૂદ્ધ વિજય થયો હતો.
કોડિનારમાં પણ કોંગેસના ધીરસિંહ બારડની ભાજપના નટવરભાઈ વાળા વિરૂદ્ધ જીત થઈ હતી. જ્યારે દહેગામમાં ભાજપના કલ્યાણસિંહે કોંગ્રેસના સી.જે.ચાવડા પર જીત હાંસલ કરી હતી.
દરમિયાન ચોટીલાથી ભાજપના વસરામ ખોરાણીનો મનોજ ઝીંઝરિયા વિરૂદ્ધ વિજય થયો હતો તથા દાતાથી ભાજપના વસંત ભટોળ મતોમાં લીડ સાથે આગળ ચાલી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પહેલા કોડીનાર બેઠક સિવાયની ચોટીલા,ધોરાજી,જસદણ,દહેગામ,સમી અને દાંતા બેઠકો કોંગ્રેસ હસ્તક હતી.