કોંગ્રેસમાં પૈસાના પ્રભાવ સામે ભાજપાના કાર્યકર્તાનો પસીનો જ કોંગ્રેસને પરાસ્ત કરશે

ગુજરાતની જનતાનો ભાજપાની સરકાર ઉપર ભરોસો અકબંધ

ભાજપા યુવા મોરચાના ઉપક્રમે આજે ગાંધીનગરમાં યોજાયેલા વિજય પ્રયાણ વિસ્તાયરક યોજના અંતર્ગત યુવા સંમેલનમાં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ યુવાનોને પ્રેરક માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, કોંગ્રેસમાં પૈસાના પ્રભાવ સામે ભાજપાના કાર્યકર્તાનો પસીનો જ કોંગ્રેસને ફરીથી પરાસ્ત‍ કરશે. ગુજરાતની જનતાનો ભાજપા સરકાર ઉપર ભરોસો અકબંધ રહ્યો છે, અને રહેવાનો છે. મુખ્ય મંત્રીશ્રીએ આ પ્રસંગે યુવા મોરચાની વેબસાઇટનું લોન્ચીંરગ કર્યું હતું તથા વિસ્તારરક યોજનામાં ભાગ લઇ વિકાસની યાત્રાને વેગ આપવામાં જોડાનાર તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં રાજકીય જાહેર જીવનની બે પરંપરા જોવા મળનાર છે જેમાં એક કોંગ્રેસની તથા બીજી ભાજપની રહેશે. કોંગ્રેસમાં નેતાઓની ફોજ તો ભાજપમાં કાર્યકર્તાઓની સેના, કોંગ્રેસમાં પૈસો તો ભાજપમાં કાર્યકર્તાઓનો પસીનો. કોંગ્રેસમાં લોકોને ભ્રમિત કરવાની નીતિ તો સામે પક્ષે ભાજપમાં લોકોને નક્કર સચ્ચાંઇનું દર્શન કરાવવાનો આપણો પ્રયાસ રહેશે. કોંગ્રેસ માટે આગામી ચૂંટણીમાં ઘનનો પ્રભાવ રહેશે. જયારે ભાજપ માટે જનનો પ્રભાવ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનો મતદાર ભાજપની સરકારના સત્યનથી વાકેફ છે તેમજ ગમે તેવાં જુઠાણાંઓ તથા અપપ્રચારથી તે ચલિત થતો નથી. આજે જયારે દેશના વડાપ્રધાન ૮ વર્ષના શાસન બાદ દેશની પ્રજાની આંખમાં આંખ મિલાવી વાત કરી શકતા નથી ત્યાનરે આપણી ગુજરાતની સરકારે દશ વર્ષના વિકાસની સિદ્ધિઓના સથવારે છ કરોડ ગુજરાતીઓનો વિશ્વાગસ મેળવ્યોશ છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, વિસ્તાછરક તરીકે બૂથ સુધી જાય તે પક્ષનું સામર્થ્યવ છતું કરે છે. તેમણે જણાવ્યું હતું કે, વિસ્તારરકોએ પ્રજા સુધી ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર દર્શન લઇ જવાનું છે. વિસ્તામરકોને તેમણે જણાવ્યું કે, જે વિસ્તાપરમાં તમે જાવ ત્યાં ની જનતાને કહેજો કે આ વખતે ગુજરાતને બે દિવાળી ઉજવવાનું સદ્દભાગ્ય્ સાંપડવાનું છે. બીજી લોકશાહી પર્વની દિવાળી આપણે સૌ સાથે મળી તા. ર૦મી ડિસેમ્બ્રના રોજ ઉજવીશું તેવી જનતાને ખાતરી આપવા જણાવ્યું હતું. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે ટાઉનહોલ, ગાંધીનગર ખાતે "વિજય પ્રયાણ" વિસ્તા રક યોજના-ર૦૧ર અંતર્ગત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપાના રાષ્ટ્રી ય મહામંત્રી શ્રી વી. સતિષજી, પ્રદેશ મહામંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, યુવા મોરચાના રાષ્ટ્રી ય ઉપાધ્ય્ક્ષ શ્રિ સુરેશ વઘાસીયા, પ્રદેશ યુવા મોરચાના અધ્યકક્ષ શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મંત્રી શ્રી ભરતભાઈ પંડયા, લુધિયાણાના પૂર્વ મેયર શ્રી પ્રવિણ બંસલ, યુવા મોરચાના હોદ્દેદારો તથા સમગ્ર ગુજરાતમાંથી આવેલા તેમજ વિસ્તારક તરીકે પ્રવાસ કરનાર કાર્યકર્તાઓ ઉપસ્થિદત રહ્યા હતા. રાષ્ટ્રી ય મહામંત્રી શ્રી વી. સતિષજીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ભારતીય જનતા યુવા મોરચા, ગુજરાત પ્રદેશને તેની સક્રિયતા માટે અભિનંદન પાઠવ્યા  હતા. તેમણે જણાવ્યુંર હતું કે, યુવા મોરચાની સક્રિયતા પાર્ટીના સંગઠનને મજબૂત કરવામાં ખૂબ જ અગત્યતનો ભાગ ભજવે છે. પક્ષના આજના શિર્ષસ્થં નેતૃત્વમમાં બિરાજમાન મહાનુભાવો આદરણીય શ્રી નીતિન ગડકરીજી, શ્રી રાજનાથસિંહજી, શ્રી શિવરાજસિંહ ચૌહાણ, શ્રી ઉમા ભારતીજી, સ્વ . શ્રી પ્રમોદજી મહાજને પક્ષમાં પોતાની કારકિર્દીની શરૂઆત યુવા મોરચાથી જ કરી હતી. વિસ્તાજરક તરીકે જનાર કાર્યકર્તાઓએ પોતાના વાણી, વર્તન અને વ્યરવહારથી સામેની વ્ય્ક્તિના હૃદયમાં સ્થાયન મેળવવાનું છે તથા પાર્ટીની કામગીરી તેમજ રાજ્ય સરકારે કરેલ વિકાસની વાત પ્રજા સુધી પહોંચાડવાની છે તથા વિસ્તાવરક યોજનાનું સાચા અર્થમાં અમલીકરણ થાય તે જોવાની ચિંતા કરવાની છે. પ્રદેશ મહામંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના વક્તવ્યુમાં જણાવ્યું હતું કે, હાલમાં હિન્દુ સ્તા્નનો ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે ત્યા રે આપણી આ વિસ્તા,રક યોજનાની નોંધ ઇતિહાસમાં નોંધાશે. તેમણે જણાવ્યુંર હતુ કે, આઝાદી મળી ત્યારથી દેશની જનતાએ જે સ્વ પ્નોવ જોયા હતા તેને મૂર્તિમંત સ્વનરૂપ કોણ આપશે તે પ્રશ્ન સમગ્ર રાષ્ટ્ર્ને સતાવતો હતો પરંતુ પાછલા વર્ષોમાં મુખ્યમ મંત્રીશ્રીએ ગુજરાતના વિકાસ દ્વારા રાષ્ટ્રમની જનતા માટે એક વિકલ્પહ રજૂ કર્યો છે. શ્રી ભરતભાઈ પંડયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વનના દેશો ભારતમાં મૂડીરોકાણ કરવા તૈયાર છે ત્યાંરે ગુજરાતની વિકાસની રાજનીતિને સમર્થન આપવાને બદલે કેન્દ્રરની કોંગ્રેસના નેતૃત્વ વાળી યુ.પી.એ. સરકાર સતત રાજ્ય સરકારને અન્યાય કરતી આવી છે ત્યાંરે વિસ્તાજરકોને મારી વિનંતી છે કે જન-જન સુધી કેન્દ્રા દ્વારા ગુજરાતને થતા અન્યા યની વાત પહોંચાડવી. તેમણે જણાવ્યું હતું કે, હાલના સમયમાં રાષ્ટ્ર માટે બલિદાન આપવાની નહીં પણ રાષ્ટ્રય માટે જીવવાની જરૂર છે. સ્વા ગત પ્રવચન યુવા મોરચાના મહામંત્રી શ્રી હિતેશભાઈ પટેલે કર્યું હતું. આ પ્રસંગે યુવા મોરચાના પ્રદેશ અધ્યયક્ષ શ્રી પ્રદિપસિંહ વાઘેલાએ સરદાર વલ્લતભભાઇ પટેલને યાદ કરી જણાવ્યું હતું કે, સરદાર સાહેબે રજવાડાઓનું એકત્રીકરણ સફળતાપૂર્વક પાર પાડીને ભવ્યજ ભારતના નિર્માણનો પાયો નાખી સમગ્ર રાષ્ટ્રજને ગુજરાતની તાકાતનો પરિચય આપ્યોર હતો. તેમણે જણાવ્યું હતું કે, દેશની આઝાદીની લડતમાં પણ ભગતસિંહ, સુખદેવ તેમજ રાજગુરૂ જેવા યુવાનોએ નેતૃત્વુ લીધું હતું. તે જે પ્રમાણે વિસ્તા રક તરીકે કામ કરનાર યુવા મોરચાના કાર્યકર્તાઓએ પણ લોકોના હૃદય સુધી પહોંચવાનું છે. આજના સમયમાં પાંચ દિવસ વિસ્તા્રક યોજનામાં ફાળવવા બદલ તેમણે યુવા મોરચાના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યાક હતા. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રપભાઈ મોદીએ સમગ્ર વિશ્વોને વિકાસનું નવું મોડલ ભેટ આપ્‍યું છે. જેના કારણે આજે દેશમાં ૧૦૦માંથી ૭ર નોકરીની તકો ગુજરાત ઉભું કરે છે. આ ઉપરાંત શૈક્ષણિક સંકુલો ઉભા કરી ગુજરાતના યુવાનોને રાજ્યમાં ભણવાની તક પુરી પાડી છે તેમજ સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓના ૧.૦૦ લાખ જેટલા ઓરડાઓનું નિર્માણ કર્યું છે.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator

Media Coverage

India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi pays homage to Dr Harekrushna Mahatab on his 125th birth anniversary
November 22, 2024

The Prime Minister Shri Narendra Modi today hailed Dr. Harekrushna Mahatab Ji as a towering personality who devoted his life to making India free and ensuring a life of dignity and equality for every Indian. Paying homage on his 125th birth anniversary, Shri Modi reiterated the Government’s commitment to fulfilling Dr. Mahtab’s ideals.

Responding to a post on X by the President of India, he wrote:

“Dr. Harekrushna Mahatab Ji was a towering personality who devoted his life to making India free and ensuring a life of dignity and equality for every Indian. His contribution towards Odisha's development is particularly noteworthy. He was also a prolific thinker and intellectual. I pay homage to him on his 125th birth anniversary and reiterate our commitment to fulfilling his ideals.”