ભારતીય જનતા પાર્ટી એ ભારતનો સૌથી મોટો રાજકીય પક્ષ છે, અને તે સમગ્ર દેશમાં સક્રિય હાજરી ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે ખેડૂત, ગરીબ, હાંસિયામાં ધકેલાયેલા, યુવાનો, મહિલાઓ અને નવ-મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂર્ણ કરતા સર્વસમાવેશક અને વિકાસલક્ષી શાસન યુગની શરૂઆત કરી હતી.
2024ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે ત્રીજી વખત રેકોર્ડ જનાદેશ મેળવ્યો હતો. શ્રી મોદીએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. આર્થિક સુધારાઓ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્યાણ કાર્યક્રમો પર પક્ષનું ધ્યાન તેની સફળતામાં ફાળો આપે છે.
શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2024માં રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા
આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ 2019 અને 2014માં પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર બહુમત મેળવનારી ત્રણ દશકામાં પહેલી પાર્ટી બની હતી. આ સિદ્ધિ મેળવનાર તે પહેલી બિનકોંગ્રેસી પાર્ટી પણ છે.
શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા
ભાજપનો ઇતિહાસ ઘણો જૂનો છે, 1980ના દાયકાનો છે, જ્યારે શ્રી અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષપદ હેઠળ પક્ષનો જન્મ થયો હતો. ભાજપનો પુરોગામી ભારતીય જનસંઘ 1950, 60 અને 70ના દાયકાઓ દરમિયાન ભારતીય રાજકારણમાં સક્રિય હતો અને તેના નેતા શ્રી શ્યામા પ્રસાદ મુખરજીએ સ્વતંત્ર ભારતની સૌપ્રથમ કેબિનેટમાં સેવા આપી હતી. 1977થી 1979 સુધી શ્રી મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળની જનતા પક્ષની સરકારનું અભિન્ન અંગ જનસંઘ હતું. ભારતના ઇતિહાસમાં આ પહેલી વખત બિનકોંગ્રેસી સરકાર હતી.
શ્રી લાલકૃષ્ણ અડવાણી, શ્રી અટલ બિહારી વાજપેયી અને શ્રી મુરલી મનોહર જોશીએ નવી દિલ્હીમાં ભાજપની એક બેઠકમાં ભાગ લીધો
ભાજપ એક મજબૂત, આત્મનિર્ભર, સર્વસમાવેશક અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે, જે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને લોકાચારમાંથી પ્રેરણા લે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય દ્વારા રજૂ કરવામાં આવેલી 'અભિન્ન માનવતાવાદ'ની ફિલસૂફીથી પાર્ટી ખૂબ પ્રેરિત છે. ભાજપ ભારતીય સમાજના દરેક વર્ગ, ખાસ કરીને ભારતના યુવાનોનું સમર્થન મેળવી રહ્યું છે.
પ્રમાણમાં ટૂંકા ગાળામાં ભાજપ ભારતીય રાજકીય વ્યવસ્થામાં ગણનાપાત્ર પરિબળ બની ગયું. 1989માં (તેની સ્થાપનાના 9 વર્ષ બાદ) લોકસભામાં પાર્ટીની સંખ્યા 2 (1984માં)થી વધીને 86 બેઠકો પર પહોંચી ગઈ હતી, અને ભાજપ કોંગ્રેસ વિરોધી ચળવળના કેન્દ્રમાં હતું, જેના કારણે નેશનલ ફ્રન્ટની રચના થઈ હતી, જેણે 1989-1990 સુધી ભારત પર શાસન કર્યું હતું. 1990ના દાયકા સુધી આ વધારો ચાલુ રહ્યો કારણ કે 1990ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઘણા રાજ્યોમાં સરકાર બનાવી હતી. 1991માં, તે લોકસભામાં મુખ્ય વિરોધ પક્ષ બન્યો, જે એક યુવાન પક્ષ માટે એક નોંધપાત્ર સિદ્ધિ હતી.
નવી દિલ્હીમાં પાર્ટીની બેઠકમાં ભાજપના નેતાઓ
વર્ષ 1996ના ઉનાળામાં શ્રી અટલ બિહારી વાજપેયીએ દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ સંપૂર્ણપણે બિન-કોંગ્રેસી પૃષ્ઠભૂમિ ધરાવતાં સૌપ્રથમ પ્રધાનમંત્રી હતાં. ભાજપને 1998 અને 1999ની ચૂંટણીમાં જનતાનો જનાદેશ મળ્યો હતો, શ્રી વાજપેયીના નેતૃત્વ હેઠળ 1998-2004 સુધી છ વર્ષ સુધી દેશ પર શાસન કર્યું હતું. શ્રી વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર આજે પણ તેની વિકાસલક્ષી પહેલો માટે યાદ કરવામાં આવે છે, જેણે ભારતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું હતું.
શ્રી અટલબિહારી વાજપેયી નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે
શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 1987માં મુખ્યધારાની રાજનીતિમાં ઝંપલાવ્યું હતું અને એક વર્ષમાં ગુજરાત ભાજપનાં મહામંત્રી બન્યાં હતાં. તેમની સંગઠનાત્મક કુશળતા 1987ની ન્યાય યાત્રા અને 1989માં લોક શક્તિ યાત્રા પાછળ હતી. ગુજરાતમાં ભાજપને સત્તા પર આવવામાં આ પ્રયાસોએ આગળ પડતો ભાગ ભજવ્યો હતો, પહેલા 1990માં ટૂંકા ગાળા માટે અને પછી 1995થી આજ સુધી. શ્રી મોદી 1995માં ભાજપના રાષ્ટ્રીય સચિવ બન્યા અને 1998માં તેમને મહાસચિવ (સંગઠન)ની જવાબદારી સોંપવામાં આવી, જે પાર્ટી સંગઠનમાં એક મહત્વપૂર્ણ પદ હતું. ત્રણ વર્ષ બાદ 2001માં પાર્ટીએ તેમને ગુજરાતના સીએમ પદ સંભાળવાની જવાબદારી સોંપી હતી. તેઓ 2002, 2007 અને 2012માં ફરીથી સીએમ તરીકે ચૂંટાયા હતા.
જાણો ભાજપ વિશે વધુ, પાર્ટીની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
ભારતીય જનતા પાર્ટીનું ટ્વિટર પેજ
ભાજપના મુખ્યમંત્રીઓ
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુનું ટ્વિટર પેજ
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનું ટ્વિટર એકાઉન્ટ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વેબસાઈટ
મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહની વેબસાઈટr
ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતનું ટ્વિટર પેજ
આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા સરમાનું ટ્વિટર એકાઉન્ટ
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીનું ટ્વિટર એકાઉન્ટ
ભૂપેન્દ્ર પટેલની વેબસાઈટ, મુખ્યમંત્રી, ગુજરાત
ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સાહાનું ટ્વિટર એકાઉન્ટ
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈનું ટ્વિટર પેજ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવનું ટ્વિટર પેજ
ભજનલાલ શર્માનું ટ્વિટર પેજ, મુખ્યમંત્રી, રાજસ્થાન