મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યસભાના ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારો શ્રી દિલીપભાઇ પંડયા અને સુશ્રી સ્મૃતિ ઇરાનીએ આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યા ત્યારે ખાસ ઉપસ્થિત રહી બંને ઉમેદવારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ તથા પ્રદેશ હોદ્દેદારોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.