મિત્રો,
મકર સંક્રાંતિની શુભકામનાઓ સાથે લાંબા સમય બાદ હું આપને લખી રહ્યો છું.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (વીજીજીઆઈએસ) ને કારણે હું છેલ્લાન કેટલાક દિવસો દરમિયાન ઘણો જ વ્યસ્ત રહ્યો. આપ સૌને એ જાણીને આનંદ થશે કે આ ગુજરાતની ગ્લોમબલ સમિટ biggest business summit ના રુપે ભારતની એક ઐતિહાસિક ઘટનારૂપે અંકિત થઇ ગઇ છે, અને વિશેષ ગૌરવ તો એ છે કે-ગુજરાતના સ્વર્ણિમ જયંતિના વર્ષમાં, તે મૂર્તિમંત થઇ છે.
ભારતનાં પશ્ચિ મ પ્રદેશના એક રાજ્ય એવા ગુજરાતમાં થયેલી આ સમિટ ને જે અપ્રતિમ સફળતા મળી તેનાથી દેશનો પ્રત્યેક નાગરિક પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.
- આ સમિટમાં દુનિયાનાં ભૂ-ભાગના 101 જેટલા દેશોએ ભાગ લીધો.
- કુલ 35,000 delegates.
- અનેક દેશોનાં રાજદ્વારીઓ સહિત લગભગ 1400 foreign delegates. .
- ભારતના 19 રાજ્યો પણ ભાગીદાર બન્યાg: તેમના રાજ્યો માટે રોકાણ-પ્રોજેકટના MOUs કર્યા અને બિઝનેસ માટેના નવા અવસરો ઉભા કર્યા. .
- 20.83 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ
- 7936 સમજૂતિના કરાર (MOUs)
- 52 લાખ યુવાનોને રોજગારીના નવા અવસર ઉપલબ્ધા થશે.
- 40 દિવસમાં વિભિન્ન ક્ષેત્રોનાં 40 Seminars.
- સ્મો3લ એન્ડન મિડિયમ એન્ટરપ્રાઇઝીસ સેકટરમાં સર્વાધિક 54 ટકા રોકાણ
- ભારતની 35 જેટલી શિરમોર કોર્પોરેટ કંપનીઓ દ્વારા 15 લાખ જેટલી મહિલાઓના આર્થિક સશકિતકરણ માટે રૂા. 20 હજાર કરોડના રોકાણો
- I182 દિવસનાં ટુંકા ગાળામાં દેશનાં સૌથી મોટા Convention Center મહાત્મા મંદિરનું નિર્માણ.
આમ સમગ્ર ભારતનાં વિકાસ માટે પણ આ Summit અત્યં ત ફળદાયી સાબિત થઈ.
આ Summit ખાસ કરીને યુવાનો અને માતૃશક્તિને સમર્પિત કરી છે કારણ કે આ સમિટ યુવા પેઢી માટે, યુવાનો નવા નવા ક્ષેત્રોમાં આગળ વધી શકે તે માટે Knowledge Sharing નું એક platform બની રહી. અહીંથી જ Women Empowerment અને Corporate Social Responsibility નાં નવાં સ્વર્ણિમ અધ્યાયનો પ્રારંભ થયો છે. SME નાં ક્ષેત્રે થયેલું સૌથી વધુ રોકાણ ઉત્સાહવર્ધક છે. .
TSummit ની વાસ્તવિક ઉપલબ્ધિ તો ‘ધનસંપતિનો સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગ’ એવો ભાવ જગાડવામાં સફળ રહેવાની છે. 1883 માં સ્વામી વિવેકાનંદે જાપાનથી શિકાગો જતી વખતે જમશેદ્જી ટાટાને સ્ટીલ પ્લાન્ટની સાથે દેશનાં યુવાઓ માટે “ Research Institute of Science” સ્થાપવાની પ્રેરણા આપી, જે પછી IISc Bangalore નાં રૂપે સાકાર થઈ. આજે ગુજરાતને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે તે ટાટાનાં Rural Transportation નાં ક્ષેત્રે અને અદાણીનાં શિક્ષાનાં ક્ષેત્રે ગરીબો માટે કામ કરવાનાં સ્વપ્નને સાકાર કરવાની પ્રેરણા બની શક્યું છે. આજે ગુજરાતમાં એક એવા વિશ્વાસનાં વાતાવરણનું નિર્માણ થયું છે કે ઉદ્યોગપતિઓ rural housing, urban slum clearance, ગામડાંઓમાં પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવા, જેવાં પ્રકલ્પોનું બીડું ઝડપવા તત્પર બન્યા છે.
ગુજરાતની ધરતી પર સરકાર, સરકારીતંત્રના અધિકારીઓ-કર્મયોગીઓ અને જનતા એક સાથે મળીને, એક ધ્યેયને વરેલા રહીને એક team નાં રૂપે રાજ્યને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જવા કામ કરે છે. આ જ કારણે અહીં આટલાં વિરાટ આયોજનો અને અવસરો પોતાનાં ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઇ રહ્યા છે. સુરાજ્યનો આ જ આદર્શ, મહાત્મા મંદિરથી નીકળીને સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બનશે. સ્વરાજનાં આંદોલનની જેમ સુરાજ્યનાં જનઆંદોલનનું નેતૃત્વ પણ ગુજરાત કરશે.
મિત્રો, દુનિયાનાં સમૃધ્ધ દેશોની સાથે મારૂં ગુજરાત ઉભું રહે, ભારતમાતાને વિશ્વગુરૂનાં આસન ઉપર બિરાજમાન કરવાની શક્તિરૂપે ગુજરાત ઉભું રહે – આ જ એક સપનાની સાથે આપણે નિરંતર કાર્ય કરવાનું છે.
ન રૂકના હૈ, ન થકના હૈ ઔર ન હી ઝુકના હૈ.
જય જય ગરવી ગુજરાત.
'Gujarat can and Gujarat will' - Hon'ble CM's Inaugural Speech
Hon'ble CM addressing the Valedictory Function of Vibrant Gujarat 2011
Hon'ble CM announces the final investment figures in Vibrant Gujarat 2011