મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાતમી ચિંતન શિબિરના સમાપનમાં કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી જે આ પ્રમાણે છે.
-
તાલુકા સરકારનો અભિગમ સાકાર કરવા તાલુકાની વિકાસ સ્પર્ધાને પ્રોત્સાહિત કરાશે.
-
તાલુકા સરકારના સશકિતકરણ માટે પ્રથમ તબકક્ે ગરીબ કલ્યાણ મેળા, કૃષિ મહોત્સવ અને કન્યા કેળવણી અભિયાનના કાર્યક્રમો માર્ચ સુધીમાં પૂર્ણ કરવા.
-
દર વર્ષે 25 જાન્યુઆરીએ મતદાતા જાગૃતિ દિવસ ઉજવવો અને તાલુકાને એકમ ગણી અને જે તાલુકામાં મતદાર જાગૃતિનું શ્રેષ્ઠ કાર્ય થયું હોય તેમાં ઉત્તમ યોગદાન આપનારા તાલુકા અધિકારીને જિલ્લા અને રાજ્ય કક્ષાના અલગ એવોર્ડ આપવાની યોજના.
-
મિશન મંગલમ્ પ્રોજેકટમાં સેવા ક્ષેત્રને પ્રાધાન્ય અને પ્રોત્સાહન આપવું. સખી મંડળો દ્વારા ગ્રામ્ય મહિલાઓમાં સામુહિક ભોજન પિરસવાની પ્રવૃત્તિ, પાર્કિગ વ્યવસ્થાપન, લોક શિક્ષણ માટે કુપોષણ નિવારણ અંગેના નાટય પ્રયોગો કરવા.
-
મોટા શહેરોમાં બાંધકામ સેકટર માટેના કુશળ કારીગરો તૈયાર કરવા. સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનીંગનું ફલક યુવાનો માટે વિસ્તારવું અને આ હેતુસર ઇવનીંગ સ્કુલ ઓફ ટ્રેનીંગ ઇન કન્સ્ટ્રકશન શરૂ કરવી.
-
સમુદ્ર કિનારાના સાગરખેડૂ યુવાનો માટે વધુ સંખ્યામાં તેઓ નેવીમાં ભરતી થાય તે અંગે તેમને પ્રશિક્ષિત કરવાનું અભિયાન હાથ ધરવું.
-
‘‘ સ્વાગત ઓન લાઇન'' ના દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા કાર્યક્રમમાં ત્રણ જિલ્લાઓના બેસ્ટ પ્રેકટીશ પ્રોજેકટનું વિડીયો પ્રેઝન્ટેશન યોજાશે