પાટનગરના હૃદયસમા સેકટર૧૭ના ટાઉનહોલ પાસે, એક લાખ ચો.મી. વિસ્તારમાં પથરાયેલા આ ગ્લોબલ ટ્રેડ શોમાં ૧૪થી વધુ દેશોની એક હજારથી વધુ કંપનીઓ ભાગ લઇ રહી છે એટલું જ નહીં, અન્ય દેશની સરકારો અને અન્ય રાજ્યો પણ આમાં સહયોગી બનશે ૧૩ ડોમ્સ, ૧૪ એકસકલુઝીવ પેવેલિયન ૧૦૦૦થી વધુ સ્ટોલ્સ અને રપ,૦૦૦થી વધુ પ્રોડકટસ દર્શાવતો આ ગ્લોબલ ટ્રેડ શો દેશનો આ પ્રકારનો પ્રથમ શો બની રાો છે.
જેમાં અંદાજે ૧પ લાખ જેટલા લોકો આ શોની મુલાકાત લેશે. આ શોમાં દેશમાં સૌ પ્રથમવાર હજારો સ્વારોવસ્કી રત્નો, સુવર્ણ અને ચાંદી જડેલી ડીઝાઇન કરેલી કાર પણ પ્રદર્શનના સ્થળે મુકવામાં આવી છે. અન્ય ઘણાં ઇનોવેશન્સ પણ રજૂ થયાં છે તેમાં શોલવે ગ્રૃપનું અનોખા સોલાર એરક્રાફટ મોડેલનો પણ સમાવેશ થાય છે. સમગ્ર ગ્લોબલ ટ્રેડ ફેરનો આ ભવ્ય નજારો રાત્રિના સમયે તો અનોખો ઝળહળી રાો છે જે સૌ કોઇનું ધ્યાન ખેંચે છે