વિવિધ દેશોમાં વસતા એન.આર.આઇ.નું એવોર્ડ વિજેતા ડેલીગેશન ગુજરાતના વિકાસથી પ્રભાવિત
મુખ્યમંત્રીશ્રીના વૈશ્વિક વિઝનથી પ્રભાવિત મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજન્ય મુલાકાતે આવેલા વિદેશમાં વસતા બિન નિવાસી ભારતીયોના શ્રી સુધીર પરીખના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળે ગુજરાતના વિકાસ અને ગુજરાતને મળી રહેલા વૈશ્વિક દ્રષ્ટીના નેતૃત્વની અપાર પ્રસંશા કરી હતી અને ગુજરાતના વિકાસનાં મોડેલથી માત્ર બિન નિવાસી ગુજરાતીઓ જ નહીં, વિદેશમાં વસતા ભારતીઓ પણ ખૂબજ પ્રભાવિત છે એમ જણાવ્યું હતું. આ ડેલીગેશનમાં અમેરિકાના શ્રી સુધીર મહેતા, અબુધાબીના ડૉ.બી.આર.શેટ્ટી (કર્ણાટક), કેનેડાના શ્રી ફિરદોશ મહેતા(મુંબઇ), બહેરીનના શ્રી સોમન બાબી, નોર્વેના શ્રી એડવર્ડ ડયુસ, ઓસ્ટ્રેલીયાના નેવીલ રોય(ભરૂચ)ને વિઝન ફાઉન્ડેશન દ્વારા એન.આર.આઇ. વિઝનરી એવોર્ડ અમદાવાદમાં આપવામાં આવનાર છે આ સંદર્ભમાં તેઓ અમદાવાદ આવેલા છે.આજે મુખ્યમંત્રીશ્રી સાથે આ એન.આર.આઇ. ડેલીગેશને ગુજરાત દશ વર્ષમાં વિકાસની વૈશ્વિક ઓળખ કઇ રીતે ઉભૂં કરી શક્યું છે તેની જાણકારી મેળવી હતી અને શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકાસ-વિઝનનો લાભ સમગ્ર રાષ્ટ્રને મેળે તેવી અભિલાષા વ્યકત કરી હતી.