સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ આમંત્રિતોમાં અન્ય રમતવીરો સાથે દીપા મલિક પણ સામેલ હતા. જ્યારે પ્રધાનમંત્રી મોદી તેમની સાથે સંવાદ કરવા આવ્યા હતા, ત્યારે રમતવીરોમાં તેમને મળવાનો બહુ ઉત્સાહ હતો અને તેઓ દીપાને પાછળ રાખીને તેમની તરફ ધસી ગયા હતા. દીપા વ્હીલચેર પર બેઠી હતી. આ જોઈને પ્રધાનમંત્રીએ અન્ય લોકોને દીપાનો ટેકો ન લેવા અપીલ કરી હતી, કારણ કે દીપાની કરોડરજ્જુમાં એકથી વધારે સર્જરી થઈ હતી.
આ પ્રસંગને યાદ કરીને દીપા મલિકે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીની તેના માટે જે કાળજી દાખવી હતી એ તેને સ્પર્શી ગઈ હતી અને તેનાથી તેને ખુશી મળી હતી. તેણે યાદ કર્યું હતું કે, જ્યારે તેને પાછળ રાખીને અન્ય રમતવીરો પ્રધાનમંત્રીને મળવા પ્રયાસ કરતા હતા ત્યારે પ્રધાનમંત્રીએ તેમને અટકાવ્યાં હતાં અને તેને ઘેરીને ઊભેલા લોકો તેનાથી દૂર રહે એટલે તેમણે પોતે તેના માથા પર હાથ મૂકી દીધો હતો.
દીપાએ કહ્યું હતું કે, “લોકોએ મારી અગાઉ તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. પછી ઝડપથી મોદીજીએ મારા માથા પર મૂકી દીધો હતો અને મને ઘેરી રહેલા લોકોથી મને રક્ષણ આપ્યું હતું. તેમણે તેમને જણાવ્યું હતું કે, મેં મારી પીઠમાં એકથી વધારે સર્જરી કરાવી છે અને તેમને મારાથી સલામત અંતર જાળવવા જણાવ્યું હતું. હું બહુ ખુશ થઈ હતી કે, પ્રધાનમંત્રી મોદીએ મારી કરોડરજ્જુની ઇજાઓને યાદ રાખીને મને રક્ષણ આપ્યું હતું.”
I’ve had the privilege of interacting with Hon. PM @narendramodi ji many a times. One interaction that I will never forget was when Modiji himself wheeled my wheelchair to the stage! Watch this story and more more here: https://t.co/GildVTP7Oy@PMOIndia @BJP4India
— Deepa Malik (@DeepaAthlete) March 27, 2022