#MannKiBaat: PM Narendra Modi extends Raksha Bandhan and Janmashtami greetings to people across the country
Knowledge and teachers are invaluable. Apart from mothers, teachers are the only people who have an influence on our lives: PM Modi #MannKiBaat
The flood in Kerala has severely affected public life. The whole nation stands with Kerala at this difficult time: PM during #MannKiBaat
The extent of devastation caused by disasters is unfortunate but at the same time, what we also witness is the kindness of humanity: PM during #MannKiBaat
Armed forces personnel are heroes of the ongoing rescue work in Kerala. They have left no stone unturned to save the people affected in the flood: PM Modi #MannKiBaat
The efforts of NDRF team in handling the flood situation in Kerala displays their potential and commitment: PM Modi during #MannKiBaat
On 16th August, the entire nation was deeply saddened to hear about demise of our beloved Atal Ji: PM Narendra Modi during #MannKiBaat
The affection and respect for Atal Ji from people across the country reflects his great personality: PM Modi during #MannKiBaat
The nation will always remember Atal Ji as one of the best MPs, a prolific writer, a great orator and a popular Prime Minister: PM Modi #MannKiBaat
The country will always be grateful to Atal ji for bringing good governance to the mainstream: PM Narendra Modi during #MannKiBaat
Atal Ji was a true patriot: PM Narendra Modi during #MannKiBaat
It was during the tenure of Atal Ji that India witnessed 'another independence'. Indian Flag Code was created and commissioned in 2002: PM during #MannKiBaat
This Monsoon Session shall forever be remembered as an exemplary move for social justice and well-being of youth: PM #MannKiBaat
We passed an amendment in the Monsoon Session that would protect the rights of Scheduled Castes & Scheduled Tribes and benefit them with better security: PM #MannKiBaat
Our players are excelling in sports like shooting and wrestling, but now they are shining even in those arenas where we didn’t fetch so well in the past: PM during #MannKiBaat
Our award-winning players come from a diverse background, with a high percentage of girls who stand out victorious, which in itself is a positive news: PM Modi #MannKiBaat
It is my humble appeal to all the citizens that they must indulge in some sport and keep themselves fit because only a healthy India can lead to a prosperous and developed India: PM #MannKiBaat
India has borne multiple engineers who turned unimaginable into achievable and created marvels that are often exemplified as miracles: PM Modi #MannKiBaat

મારા વ્હાલા દેશવાસીઓનમસ્કારઆજે પૂરો દેશ રક્ષાબંધનનું પર્વ ઉજવી રહ્યું છેબધા દેશવાસીઓને આ પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓરક્ષાબંધનનું પર્વ બેન અને ભાઇ વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છેસદીઓથી આ તહેવાર સામાજિક સૌહાર્દનું પણ એક મોટું ઉદાહરણ રહ્યું છેદેશના ઇતિહાસમાં એવી અનેક કથાઓ છેજેમાં એક રાખડીએ બે અલગઅલગ રાજય અથવા ધર્મથી જોડાયેલા લોકોને વિશ્વાસના તાંતણે જોડી દીધા હતાહમણાં થોડા દિવસ પછી જન્માષ્ટમીનું પર્વ પણ આવી રહ્યું છેસમગ્ર વાતાવરણ હાથીઘોડાપાલખી.. જય કનૈયા લાલ કીગોવિંદા ગોવિંદાના જયઘોષથી ગુંજી ઉઠશેભગવાન કૃષ્ણના રંગમાં રંગાઇને ઝૂમવાનો સહજ આનંદ કંઇક અલગ જ હોય છેદેશના કેટલાય ભાગોમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં દહીં હાંડીની તૈયારીઓ પણ આપણા યુવાનો કરી રહ્યા છેસૌ દેશવાસીઓને રક્ષાબંધન અને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ.

પ્રધાનમંત્રી મહોદય  નમસ્કારઃઅહં ચિન્મયીબૈંગલુરૂ નગરે વિજયભારતીવિદ્યાલયે દશમકક્ષ્યાયાં પઠામિમહોદય અદ્ય સંસકૃત દિનમ અસ્તિસંસ્કૃતમ ભાષાં સરલા ઇતિ સર્વે વદન્તિસંસ્કૃતમ ભાષા વયં અત્ર વહઃ વહઃ અત્ર સમ્ભાષણમઅપિ કુર્મઃઅતઃ સંસ્કૃત્ય મહ્તવઃ વિષયે ભવતઃ ગહઃ અભિપ્રાયઃ ઇતિ રૂપયાવદતુ.

માનનીય વડાપ્રધાનશ્રીપ્રણામહું ચિન્મયી બેંગલોરમાં વિજયભારતી વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરું છુંઆજે સંસ્કૃત દિવસ છેબધા કહે છે કેસંસ્કૃત ભાષા ખૂબ સરળ છેઅમે લોકો અહીંયા વારંવાર સંસ્કૃત ભાષામાં વાતચીત કરીએ છીએઆથી સંસ્કૃત વિષેના મહત્વ વિષે આપનો અભિપ્રાય અભિવ્યક્ત કરવા નમ્ર નિવેદન છે.

 

ભગિની ! ચિન્મયિ ! !

ભવતી સંસ્કૃત  પ્રશ્નં પૃષ્ટવતી.

બહૂત્તમમ્ ! – બહૂત્તમમ્ ! !

અહં ભવત્યાઃ અભિનન્દનં કરોમિ.

સંસ્કૃત  સપ્તાહ  નિમિતમ દેશવાસિનાં

સર્વેષાં કૃતે મમ હાર્દિક  શુભકામનાઃ

બહેન ચિન્મયીઆજે સંસ્કૃત વિષે કરેલો પ્રશ્ન ખૂબ ખૂબ ઉત્તમ છેહું આપને તે માટે અભિનંદન પાઠવું છુંસંસ્કૃત સપ્તાહ નિમિત્તે સૌ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ.

હું દિકરી ચિન્મયીનો ખૂબ ખૂભ આભારી છું કે જેણે આ વિષય ઉઠાવ્યોસાથીઓરક્ષાબંધન ઉપરાંત શ્રાવણી પૂર્ણિમાના દિવસે સંસ્કૃત દિવસ પણ મનાવવામાં આવે છે. જેઓ આ મહાન વારસાને રક્ષવાપોષવા અને આમ જનતા સુધી પહોંચાડવામાં લાગેલા રહ્યા છેતે તમામ લોકોને હું અભિનંદન આપું છુંદરેક ભાષાનું પોતાનું એક મહાત્મય હોય છેભારતને એ વાતનો ગર્વ છે કેતમિળ ભાષા વિશ્વની સૌથી પ્રાચીન ભાષા છેઅને આપણે બધા ભારતીયો એ વાત બાબતે પણ ગર્વ કરીએ છીએ કેવેદકાળથી વર્તમાન સુધી સંસ્કૃત ભાષા એ પણ જ્ઞાનના પ્રચાર પ્રસારમાં બહુ મોટી ભૂમિકા નિભાવી છે.

જીવનના દરેક ક્ષેત્ર સાથે જોડાયેલો જ્ઞાનનો ભંડાર સંસ્કૃત ભાષા અને તેના સાહિત્યમાં છેપછી તે વિજ્ઞાન હોય કેતંત્ર જ્ઞાન હોયકૃષિ હોય કે આરોગ્ય હોયજયોતિષ હોય કેઆર્કિટેકચર હોયગણિત હોય કેપ્રબંધન હોયઅર્થશાસ્ત્રની વાત હોય કેપર્યાવરણની વાત હોયકહે છે કેગ્લોબલ વોર્મિંગના પડકારને પહોંચી વળવાના મંત્રો આપણા વેદોમાં વિસ્તારપૂર્વક ઉલ્લેખ છેઆપ સૌને જાણીને ખુશી થશે કેકર્ણાટક રાજયના શિવમોગા જિલ્લાના મટ્ટુર ગામના રહેવાસીઓ આજે પણ વાતચીત માટે સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરે છે.

તમને એક વાત જાણીને આશ્ચર્ય થશે કેસંસ્કૃત એક એવી ભાષા છે જેમાં અનંત શબ્દોનો નિર્માણ સંભવ છે. 2000 ધાતુ, 200 પ્રત્યય એટલે કે Suffix, 22 ઉપર્સગ એટલે કે prefix, અને સમાસ દ્વારા અગણિત શબ્દોની રચના સંભવ છેઅને એટલા માટે કોઇપણ સુક્ષ્મમાં સુક્ષ્મ ભાવ અથવા વિષયને એકદમ ચોક્કસપણે વ્યક્ત કરી શકાય છેઅને સંસ્કૃત ભાષાની આ એક વિશેષતા રહી છે કેઆજે પણ આપણે કોઇવાર પોતાની વાતને અસરકારક બનાવવા માટે અંગ્રેજી સુવાક્યનો ઉપયોગ કરીએ છીએકોઇવાર શેર શાયરીનો ઉપયોગ કરીએ છીએપરંતુ જે લોકો સંસ્કૃત સુભાષિતોથી પરિચીત છેતેમને ખબર છે કેઓછામાં ઓછા શબ્દોમાં એટલું ચોક્કસ વર્ણન સંસ્કૃત સુભાષિતોથી થઇ શકે છેઅને બીજું તે આપણી ધરતી સાથેઆપણી પંરપરા સાથે જોડાયેલા હોવાના કારણે,સમજવાનું પણ બહુ સરળ હોય છેજેમ કેજીવનમાં ગુરૂનું મહત્વ સમજાવવા માટે કહેવાયું છે કે,

એકમપિ અક્ષરમસ્તુગુરૂઃ શિષ્યં પ્રબોધયેત.

પૃથિવ્યાં નાસ્તિ તદ્દ્રવ્યંયદ્દત્વાં હયનૃણિ ભવેત.

અર્થાત્ કોઇ ગુરૂ પોતાના શિષ્યને એક અક્ષરનું પણ જ્ઞાન આપે છે તોઆખી પૃથ્વીમાં એવી કોઇ વસ્તુ કે ધન નથી જેનાથી શિષ્ય પોતાના ગુરૂનું તે ઋણ ઉતારી શકેઆવી રહેલો શિક્ષક દિવસ આપણે બધા આ ભાવથી ઉજવીએજ્ઞાન અને ગુરૂ અતુલ્ય છેઅમૂલ્ય છેઅણમોલ છેમા સિવાય શિક્ષક જ હોય છેજે બાળકના વિચારોને યોગ્ય દિશા આપવાની ફરજ બજાવે છેઅને જેની સૌથી વધુ અસર પણ જીવનભર જોવા મળે છેશિક્ષક દિવસ નિમિત્તે આપણે મહાન ચિંતક અને દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણજીને હંમેશા યાદ કરીએ છીએતેમની જન્મજયંતિને પણ પૂરો દેશ શિક્ષક દિવસના રૂપમાં ઉજવે છેહું દેશના બધા જ શિક્ષકોને આગામી શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવું છુંસાથોસાથ વિજ્ઞાનશિક્ષણ અને વિદ્યાર્થીઓ પ્રત્યે આપના સમર્પણ ભાવને ધન્યવાદ આપું છું.

મારા વ્હાલા દેશવાસીઓકઠોર પરિશ્રમ કરનારા આ આપણા ખેડૂતો માટે ચોમાસું નવી આશાઓ લઇને આવે છેબળબળતા તાપમાં સૂકાતા ઝાડછોડ અને સૂકા જળાશયોને ચોમાસું રાહત આપે છેપરંતુ કોઇકોઇવાર તે અતિવૃષ્ટિ અને વિનાશક પૂર પણ લાવે છેકુદરતની એવી સ્થિતિ ઉભી થઇ છે કેકેટલાક સ્થળોએ બીજા સ્થળો કરતાં વધારે વરસાદ થયોહજી હમણાં જ આપણે બધા લોકોએ જોયું કેકેરળમાં ભયંકર પૂરે જનજીવન ઉપર બહુ માઠી અસર કરી છેઆજે આ મુશ્કેલ સંજોગોમાં પૂરો દેશ કેરળની સાથે ઉભો છેઆપણી સહાનુભૂતિ તે પરિવારોની સાથે છેજે પરિવારોએ પોતાના સ્વજનોને ખોયા છેજીવનની જે ક્ષતિ થઇ છે તેની ભરપાઇ તો કરી શકાય તેમ નથીપરંતુ શોકસંત્પત પરિવારોને હું ભરોસો આપવા માંગું છું કેદુઃખની આ ઘડીમાં સવાસો કરોડ ભારતીયો આપણી સાથે ખભેખભો મેળવીને ઉભા છેહું પ્રાર્થના કરૂં છું કેજે લોકો આ કુદરતી આફતમાં ઘાયલ થયા છેતે બધા જલ્દીમાં જલ્દી સાજા થઇ જાયમને પૂરો વિશ્વાસ છે કેરાજયના લોકોની હિંમત અને અદમ્ય સાહસના જોરે કેરળ બહુ જલદી ફરીથી બેઠું થઇ જશે.

આપત્તિઓ પોતાની પાછળ જે પ્રકારની બરબાદી છોડીને જાય છેતે કમનસીબ છેપરંતુ આપત્તિઓ વખતે આપણને માનવતાના પણ દર્શન થાય છેજયાં પણ આફત આવી હોયપછી એ કેરળ હોય કેહિંદુસ્તાનના બીજા કોઇ જીલ્લા હોયઅથવા વિસ્તારો હોયજનજીવન ફરીથી સામાન્ય થઇ શકે તે માટે કચ્છથી કામરૂપ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક પોતપોતાના સ્થળે કંઇકને કંઇક કરી રહ્યું છે. બધા વયજૂથના અને દરેક કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છેકેરળના લોકોની મુસીબત ઓછામાં ઓછી કરી શકાય તેમના દુઃખમાં ભાગીદાર બની શકાયતે સુનિશ્ચિત કરવા હર કોઇ લાગેલું છેઆપણે બધા જાણીએ છીએ કેસશસ્ત્ર સેનાના જવાનો કેરળમાં ચાલી રહેલા બચાવકાર્યના સૂકાની છે. તેમણે પૂરમાં ફસાયેસા લોકોને બચાવવામાં કોઇ કસર નથી છોડીપછી તે હવાઇદળ હોયનૌકાદળ હોયભૂમિદળ હોય કે પછી બીએસએફસીઆઇએસએફઆરએએફ હોય, સૌ કોઇએ બચાવ અને રાહત અભિયાનમાં બહુ મોટી ભૂમિકા ભજવી છેએનડીઆરએફના બહાદુર જવાનોના કઠોર પરિશ્રમનો પણ હું વિશેષ ઉલ્લેખ કરવા માંગું છુંસંકટના આ સમયમાં તેમણે ખૂબ જ ઉત્તમ કાર્ય કર્યું છેએનડીઆરએફની ક્ષમતા તેમની કટિબદ્ધતા અને ત્વરિત નિર્ણય લઇને પરિસ્થિતિને સંભાળી લેવાનો પ્રયાસ દરેક હિંદુસ્તાની માટે શ્રદ્ધાનું એક નવું કેન્દ્ર બની ગયો છેગઇકાલે જ ઓણમનો તહેવાર હતોઆપણે પ્રાર્થના કરીએ કેઓણમનું પર્વ દેશને અને ખાસ કરીને કેરળને એવી શક્તિ આપે જેથી તે આ આફતમાંથી જલ્દીમાં જલ્દી બહાર આવે અને કેરળની વિકાસયાત્રાને અધિક ગતિ મળેફરી એકવાર હું તમામ દેશવાસીઓ તરફથી કેરળના લોકોને અને દેશભરના અન્ય વિસ્તારોમાં જયાંજયાં આફત આવી છેતેમને ભરોસો આપવા માંગું છું કેસંકટની આ ઘડીમાં પૂરો દેશ તેમની સાથે છે.

મારા વ્હાલા દેશવાસીઓઆ વખતે હું મન કી બાત માટે આવેલા સૂચનોને જોઇ રહ્યો હતોતેમાં સમગ્ર દેશમાંથી લોકોએ જે વિષય પર સૌથી વધારે લખ્યું છે તે વિષય છેઆપણા સૌના પ્રિય શ્રી અટલ બિહારી વાજપેયીગાઝિયાબાદથી કીર્તીસોનિપતથી સ્વાતી વત્સકેરળથી ભાઇ પ્રવિણપશ્ચિમ બંગાળથી ડૉ.સ્વપ્ન બેનરજીબિહારના કટિહારથી અખિલ પાંડેકોણ જાણે કેટલાય અગણિત લોકોએ નરેન્દ્ર મોદી મોબાઇલ એપ પર અને માય ગોવ પર લખીને મને અટલજીના જીવનના જુદાજુદા પાસાઓ વિશે વાત કરવાનો આગ્રહ કર્યો છે. 16મી ઓગષ્ટના દિવસે દેશ અને દુનિયાએ જેવા અટલજીના નિધનના સમાચાર સાંભળ્યાહરકોઇ શોકમાં ગરકાવ થઇ ગયુંએવા રાષ્ટ્રનેતા જેમણે 14 વર્ષ પહેલા પ્રધાનમંત્રીપદ છોડી દીધું હતુંએક રીતે જોઇએ તોછેલ્લા 10 વર્ષથી તેઓ સક્રિય રાજકારણથી ઘણા દૂર ચાલ્યા ગયા હતાસમાચારોમાં પણ કયાંય દેખાતા નહોતાજાહેર જીવનમાં પણ નજરે પડતા નહોતા. 10 વર્ષનો સમયગાળો બહુ મોટો હોય છેપરંતુ 16 ઓગષ્ટ પછી દેશ અને દુનિયાએ જોયું કેહિંદુસ્તાનના અદના માનવીના મનમાં આ 10 વર્ષના સમયગાળાએ એક ક્ષણનો પણ વિરામ રહેવા નહોતો દીધોઅટલજી માટે જે પ્રકારની સ્નેહશ્રદ્ધા અને શોકની ભાવના પૂરા દેશમાં ઉભરાઇ આવી તે તેમના વિશાળ વ્યક્તિત્વને પ્રદર્શિત કરે છેછેલ્લા કેટલાય દિવસોથી અટલજીના સર્વોત્તમ પાસા દેશની સામે આવી જ ગયા છેલોકોએ એમને ઉત્તમ સાંસદસંવેદનશીલ લેખકશ્રેષ્ઠ વકતા અને લોકપ્રિય પ્રધાનમંત્રીના રૂપમાં યાદ કર્યા છેઅને કરી રહ્યા છેસુશાસન એટલે કેગુડ ગવર્નન્સને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ દેશ હંમેશા અટલજીનો આભારી રહેશેપરંતુ આજે હું અટલજીના વિશાળ વ્યક્તિત્વના વધુ એક પાસાને માત્ર સ્પર્શ કરવા માંગું છુંઅને તે છે અટલજીએ ભારતને જે રાજનૈતિક સંસ્કૃતિ આપી અને રાજનૈતિક સંસ્કૃતિમાં પરિવર્તન લાવવાનો કરેલો પ્રયાસ છેઆ સંસ્કૃતિને વ્યવસ્થાના બીબામાં ઢાળવાનો પ્રયાસ કર્યોઅને તેને કારણે ભારતને ખુબ લાભ થયો છેઅને આવનારા દિવસોમાં પણ ઘણો લાભ થવાનો છેએ પણ નક્કી છેભારત હંમેશા 19મો સુધારા અધિનિયમ 2003, માટે અટલજીનું ઋણી રહેશેઆ પરિવર્તનના લીધે ભારતના રાજકારણમાં બે મહત્વના પરિવર્તન આવ્યા.   

પહેલું એ કે રાજયોમાં મંત્રીમંડળનું કદ ફુલ વિધાનસભા બેઠકોના 15 ટકા સુધી મર્યાદિત કરવામાં આવ્યું.

બીજું એ કેપક્ષપલટા વિરોધી કાયદા હેઠળ નિર્ધારિત મર્યાદા એક તૃતિયાંશથી વધારીને બે તૃતિયાંશ કરવામાં આવીતેની સાથોસાથ પક્ષપલટો કરનારાને અયોગ્ય જાહેર કરવા માટે સ્પષ્ટ દિશાનિર્દેશ પણ નક્કી કરવામાં આવ્યા.

કેટલાય વર્ષો સુધી ભારતમાં મોટામોટા મંત્રીમંડળો બનાવવાની રાજનૈતિક સંસ્કૃતિએ ઘર કર્યું હતુંઆ મોટામોટા મંત્રીમંડળો કામની વહેંચણી માટે નહીં પરંતુ રાજનેતાઓને ખુશ કરવા માટે બનાવવામાં આવતા હતાઅટલજીએ આ સંસ્કૃતિ બદલી નાંખી. તેમના આ પગલાંથી પૈસા અને સંસાધનોની બચત થઇતેના સાથોસાથ કાર્યક્ષમતામાં પણ વધારો થયોઅટલજી જ એવા દીર્ઘદ્રષ્ટા હતા જેમણે સ્થિતિને બદલી અને આપણી રાજનૈતિક સંસ્કૃતિમાં સ્વસ્થ પરંપરા અમલમાં આવી. અટલજી એક સાચા દેશભક્ત હતાતેમના કાર્યકાળમાં જ અંદાજપત્ર રજૂ કરવાના સમયમાં ફેરફાર થયોપહેલાં અંગ્રેજોની પરંપરા અનુસાર સાંજે પાંચ વાગ્યે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હતુંકારણ તે સમયે લંડનમાં સંસદ શરૂ થવાનો સમય હતોવર્ષ 2001માં અટલજીએ અંદાજપત્ર રજૂ કરવાનો સમય સાંજના પાંચ વાગ્યાથી બદલીને સવારના 11 વાગ્યાનો કરી નાંખ્યોવધુ એક આઝાદી અટલજીના કાર્યકાળમાં જ મળીઅને ભારતીય ધ્વજસંહિતા બનાવવામાં આવીઅને 2002માં તેને અધિકૃત કરી દેવામાં આવીઆ સંહિતામાં કેટલાય એવા નિયમો બનાવવામાં આવ્યા છેજેનાથી જાહેર સ્થળો પર ત્રિરંગો લહેરાવવાનું શક્ય બન્યું છેતેના કારણે જ વધુને વધુ ભારતીયોને પોતાનો રાષ્ટ્રધ્વજ લહેરાવવાની તક મળી શકી છેઆ રીતે તેમણે આપણા પ્રાણપ્રિય તિરંગાને આમ જનતાની નજીક લાવી દીધોતમે જોયુંકેવી રીતે અટલજીએ દેશમાં સાહસિક પગલાં લઇને પાયાના સુધારા કર્યા હતાપછી તે ચૂંટણીપ્રક્રિયા હોય અને લોકપ્રતિનિધિઓને લગતી ખામીઓ દૂર કરવાની હોયએ જ રીતે આજકાલ આપ જોઇ રહ્યા છો કેદેશમાં કેન્દ્ર અને રાજયોની ચૂંટણીઓ એકસાથે કરાવવાની બાબતમાં ચર્ચા આગળ વધી રહી છેઆ વિષેની તરફેણ અને વિરૂદ્ધ એમ બંને તરફ લોકો પોતપોતાના મત વ્યક્ત કરી રહ્યા છેઆ એક સારી બાબત છેઅને લોકશાહી માટે એક શુભ સંકેત પણ છેહું ચોક્કસ કહીશ કેસ્વસ્થ લોકશાહી માટેઉત્તમ લોકશાહી માટેસારી પરંપરાઓ વિકસિત થાયલોકશાહીને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો થાયખુલ્લા મનથી ચર્ચાઓ આગળ વધારાય તે પણ અટલજીને એક ઉત્તમ શ્રદ્ધાંજલિ આપી ગણાશેસમૃદ્ધ અને વિકસિત ભારતનું સપનું પૂરૂં કરવાનો સંકલ્પ દોહરાવતાં હું આપ સૌના વતી અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.

મારા વ્હાલા દેશવાસીઓઆજકાલ જયારે પણ સંસદની ચર્ચા થાય છે તો મોટાભાગે તેમાં અડચણશોરબકોર અને અવરોધોની બાબતમાં જ ચર્ચા થાય છેપરંતુ જે કાંઇ સારૂં થાય છેતેની ચર્ચા જોઇએ તેટલી થતી નથીહજુ થોડા દિવસ પહેલાં જ સંસદનું ચોમાસું સત્ર પૂરૂં થયું છેતમને એ જાણીને આનંદ થશે કેલોકસભાની ઉત્પાદકતા 118 ટકા રહી અને રાજયસભાની 74 ટકા રહીબધા સાંસદોએ પક્ષના હિતથી ઉપર ઉઠીને ચોમાસું સત્રને વધુમાં વધુ ઉપયોગી બનાવવાનો પ્રયાસ કર્યોઅને તેનું જ પરિણામ છે કેલોકસભાએ 21 વિધેયક અને રાજયસભાએ 14 વિધેયક આ સત્રમાં પસાર કર્યાસંસદનું આ ચોમાસુંસત્ર સામાજિક ન્યાય અને યુવાનોના કલ્યાણના સત્રના રૂપમાં હંમેશા યાદ કરવામાં આવશેઆ સત્રમાં યુવાનો અને પછાત વર્ગોને ફાયદો કરનારા કેટલાય મહત્વના વિધેયકોને પસાર કરવામાં આવ્યાઆપ સૌ જાણો છો કેદાયકાઓથી અનુસૂચિત જાતિ – જનજાતિપંચની જેમ જ અન્ય પછાત વર્ગ  ઓબીસી પંચ બનાવવાની માંગ થઇ રહી હતી. પછાત વર્ગના અધિકારોને સુનિશ્ચિત કરવા માટે દેશે આ વખતે ઓબીસી પંચ બનાવવાનો સંકલ્પ પૂરો કર્યોઅને તેને એક બંધારણીય અધિકાર પણ આપ્યોઆ પગલું સામાજિક ન્યાયના ઉદ્દેશને આગળ ધપાવનારૂં સાબિત થશે. અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિના અધિકારોના રક્ષણ માટે સુધારાવિધેયકને પણ પસાર કરવાનું કામ આ સત્રમાં થયું છેઆ કાયદો અનુસુચિત જાતિ અને અનુસુચિતજનજાતિ સમુદાયના હિતોનું વધુ સારૂં રક્ષણ કરશેસાથોસાથ તે અપરાધીઓને આ વર્ગના લોકો પર અત્યાચાર કરવાથી રોકશે અને દલિત સમુદાયોમાં વિશ્વાસનું સિંચન કરશે.

દેશની નારી શક્તિ વિરૂદ્ધ કોઇપણ પ્રકારના અન્યાયને કોઇપણ સભ્ય સમાજ સહન ન કરી શકેબળાત્કારના દોષીઓને સહન કરવા માટે દેશ તૈયાર નથીએટલા માટે જ સંસદે આપરાધિક કાનૂન સુધારા વિધેયક પસાર કરીને આવા ગુનેગારોને કઠોરમાં કઠોર સજાની જોગવાઇ કરી છેદુષ્કર્મના દોષીઓને ઓછામાં ઓછી 10 વર્ષની સજા થશેજયારે 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ પર બળાત્કાર કરનારાઓને ફાંસીની સજા થશેઆપે થોડા દિવસ પહેલાં છાપાઓમાં વાંચ્યું હશે કેમધ્યપ્રદેશના મંદસૌરમાં એક અદાલતે કેવળ બે મહિનામાં સુનાવણી પૂરી કરીને એક સગીર પર કુકર્મના બે ગુનેગારોને ફાંસીની સજા ફરમાવી છેતેની પહેલાં મઘ્યપ્રદેશના કટનીમાં એક અદાલતે માત્ર પાંચ દિવસની સુનાવણી પછી ગુનેગારોને ફાંસીની સજા કરી હતી. રાજસ્થાનમાં પણ ત્યાંની અદાલતોએ આવા જ ઝડપી ચૂકાદા આપ્યા છેઆ કાયદો મહિલાઓ અને બાળકીઓ વિરૂદ્ધ અપરાધના કિસ્સા રોકવામાં અસરકારક ભૂમિકા ભજવશેસામાજિક પરિવર્તન વિના આર્થિક પ્રગતિ અધૂરી છેલોકસભામાં તલાક વિધેયકને પસાર કરી દેવામાં આવ્યું છેજો કેરાજયસભામાં આ સત્રમાં તેને પસાર કરવાનું શક્ય નથી બની શક્યુંપરંતુ હું મુસ્લિમ મહિલાઓને ખાત્રી આપું છું કેપૂરો દેશ તેમને ન્યાય અપાવવા માટે પૂરી તાકાતની સાથે ઉભો છેઆપણે જયારે દેશહિતમાં આગળ વધીએ છીએત્યારે ગરીબોપછાતવર્ગના લોકોશોષિતો અને વંચિતોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છેચોસામું સત્રમાં આ વખતે સૌએ સાથે મળીને એક આદર્શ પ્રસ્તુત કરી બતાવ્યો છેદેશના તમામ સાંસદોનો આજે હું જાહેર હાર્દિક આભાર માનું છું.

મારા વ્હાલા દેશવાસીઓહાલ કરોડો દેશવાસીઓનું ધ્યાન જાકાર્તામાં રમાઇ રહેલી એશિયાઇ રમતો પર લાગેલું છેદરરોજ સવારે ઉઠીને લોકો સૌથી પહેલાં છાપાઓમાંટીવીમાંસમાચારો પરસોશિયલ મીડીયા પરનજર નાંખે છેઅને જુએ છે કેકોઇ ભારતીય ખેલાડીએ ચંદ્રક જીત્યો છે ખરોએશિયાઇ રમતો હજી પણ ચાલી રહી છેહું દેશ માટે ચંદ્રક જીતનારા બધા ખેલાડીઓને અભિનંદન આપવા માંગું છુંજેમની સ્પર્ધાઓ હજી બાકી છે તે ખેલાડીઓને પણ મારી ખૂબખૂબ શુભેચ્છા છેભારતના ખેલાડીઓ ખાસ કરીને નિશાનેબાજી અને કુસ્તીમાં તો ઉત્કૃષ્ટ દેખાવ કરી જ રહ્યા છે પરંતુ આપણા ખેલાડીઓ એવી રમતોમાં પણ ચંદ્રક લાવી રહ્યા છે જેમાં અગાઉ આપણો દેખાવ એટલો સારો નથી રહ્યોજેમ કેવુશુ અને નૌકાયન જેવી રમતોઆ માત્ર ચંદ્રક નથીપરંતુ પુરાવો છે ભારતીય રમત અને ખેલાડીઓના આકાશ આંબતા જૂસ્સા અને સપનાનો. દેશ માટે ચંદ્રક જીતનારાની વધી રહેલી સંખ્યામાં આપણી દિકરીઓ સામેલ છેતે એક ખૂબ જ સકારાત્મક સંકેત છેતે જ રીતે ચંદ્રક જીતનારા યુવા ખેલાડીઓમાં 15-16 વર્ષની ઉંમરના આપણા ઉગતા યુવાનો પણ છેઆ પણ એક ખૂબ જ સારો સંકેત છે કેજે ખેલાડીઓએ ચંદ્રક જીત્યા છે તેમાંથી મોટાભાગના નાના શહેરો અને ગામડાઓમાં રહેનારા છેઅને આ ખેલાડીઓએ કઠોર પરિશ્રમ દ્વારા આ સફળતા હાંસલ કરી છે.

29મી ઓગષ્ટે આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવીશુંએ નિમિત્તે હું તમામ ખેલપ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવું છુંસાથે હોકીના જાદુગર મહાન ખેલાડી શ્રી ધ્યાનચંદજીને પણ મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.

દેશના બધા નાગરિકોને હું અનુરોધ કરૂં છું કેતેઓ જરૂર રમત રમે અને પોતાની ચુસ્તતાનું ધ્યાન રાખેકેમ કેસ્વસ્થ ભારત જ સંપન્ન અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરશેજો ભારત તંદુરસ્ત હશે તો જ ભારતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશેફરીએક વાર હું એશિયન રમતોમાં ચંદ્રક જીતનારાઓને અભિનંદન પાઠવું છુંઅને બાકી ખેલાડીઓને સારા દેખાવની શુભેચ્છાઓ પાઠવું છુંસૌને રાષ્ટ્રીય ખેલ દિવસની પણ ખૂબ ખૂબ શુભચ્છાઓ.

પ્રધાનમંત્રીજીનમસ્કારહું કાનપુરથી ભાવના ત્રિપાઠી એક એન્જિનિયરીંગની વિદ્યાર્થીની વાત કરી રહી છુંપ્રધાનમંત્રીજી ગઇ મન કી બાતમાં આપે કોલેજમાં ભણતા વિદ્યાર્થીવિદ્યાર્થીનીઓ સાથે વાત કરી હતી અને તેના પહેલા પણ આપે ડોકટરો સાથેચાર્ટર્ડ એકાઉન્ટન્ટો સાથે વાત કરી હતીમારી આપને એક વિનંતી છે કેઆગામી 15મી સપ્ટેમ્બરે એન્જિનીયર્સ ડે મનાવવામાં આવશેતે નિમિત્તે જો આપઅમારા જેવા એન્જિનિયરીંગના વિદ્યાર્થીવિદ્યાર્થીનીઓ સાથે કંઇક વાતો કરોજેનાથી અમારા બધાનું મનોબળ વધશે અને અમને ખૂબ આનંદ થશેતેમજ આગામી દિવસોમાં અમને પોતાના દેશ માટે કંઇક કરી છુટવાનું પ્રોત્સાહન મળશેધન્યવાદ..

નમસ્તે ભાવનાજીહું આપની ભાવનાનું સન્માન કરૂં છુંઆપણે સૌએ ઇંટપત્થરોથી ઘરો અને ઇમારતોને બનતી જોઇ છેપરંતુ શું તમે કલ્પના કરી શકો છો કેલગભગ 1200 વર્ષ પહેલાં એક વિશાળ પહાડ જે એક આખી શીલા હતો તેને એક ઉત્કૃષ્ઠ વિશાળ અને અદભૂત મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું હતુંકદાચ કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે પરંતુ એવું બન્યું હતુંઅને તે મંદિર છે  મહારાષ્ટ્રના ઇલોરામાં આવેલું કૈલાસનાથ મંદિરતમને જો કોઇ જણાવે કે લગભગ હજાર વર્ષ પહેલાં ગ્રેનાઇટનો 60 મીટરથી પણ લાંબો એક સ્તંભ બનાવામાં આવ્યોઅને તેના શિખર પર ગ્રેનાઇટનો લગભગ 80 ટન વજનનો શિલાખંડ રાખવામાં આવ્યોતો શું તમે સાચું માનશો ખરાપરંતુ તામિલનાડુના તંજાવુરનું બૃહદેશ્વર મંદિર એવું સ્થાન છેજયાં સ્થાપત્ય કલા અને એન્જિનિયરીંગનો આ અવિશ્વસનીય મેળ જોઇ શકાય છેગુજરાતના પાટણમાં 11મી સદીની રાણીની વાવ જોઇને હરકોઇ આશ્ચર્યચકિત રહી જાય છેભારતની ભુમિ એન્જિનિયરીંગની પ્રયોગશાળા રહી છેભારતમાં કેટલાય એવા એન્જિનિયરો થયા જેમણે અકલ્પનીયને કલ્પનીય બનાવ્યુંઅને એન્જિનિયરીંગની દુનિયામાં ચમત્કાર કહી શકાય તેવા ઉદાહરણ પ્રસ્તુત કર્યા છેમહાન એન્જિનિયરોના આપણા વારસામાં એક એવું રત્ન પણ આપણને મળ્યું જેમના કાર્યો આજે પણ લોકોને અચંબિત કરી રહયા છેઅને તે હતાભારતરત્ન ડૉ.એમ.વિશ્વેશ્વરય્યાકાવેરી નદી પર તેમણે બાંધેલા કૃષ્ણરાજ સાગર બંધથી આજે પણ લાખોની સંખ્યામાં ખેડૂતો અને સામાન્ય નાગરિકોલાભાન્વિત થઇ રહ્યા છેદેશના તે ભાગમાં તો તેઓ પૂજનીય છે જપરંતુ બાકીનો પૂરો દેશ પણ તેમને ખૂબ સન્માન અને આત્મિયતા સાથે યાદ કરે છેતેમની યાદમાં જ 15 સપ્ટેમ્બરને એન્જિનિયર્સ દિવસના રૂપમાં મનાવવામાં આવે છેતેમના પદચિન્હો પર ચાલીને આપણા દેશના એન્જિનિયરો પૂરી દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યા છેહું જયારે એન્જિનિયરીંગની દુનિયામાં ચમત્કારોની વાત કરૂં છું ત્યારે મને 2001માં ગુજરાતમાં કચ્છમાં જે ભયંકર ભૂકંપ આવ્યો હતો ત્યારની એક ઘટના યાદ આવે છેતે સમયે હું એક સ્વયંસેવકના રૂપમાં ત્યાં કામ કરતો હતોતો મને એક ગામમાં જવાની તક મળીઅને ત્યાં મને 100 વર્ષથી પણ વધારે ઉંમરના એક માજીને મળવાનો મોકો મળ્યોતેઓ મારી તરફ જોઇને અમારી મજાક ઉડાવી રહ્યા હતા અને કહી રહ્યા હતાજુઓ આ મારૂં મકાન છેકચ્છમાં તેને ભૂંગો કહે છેપછી બોલેલા આ મારા મકાને 3-3 ભૂકંપ જોયા છેમે પોતે પણ ભૂકંપ જોયા છેઆ જ ઘરમાં જોયા છેપરંતુ કયાંય પણ તમને કોઇ નુકસાન જોવા નહીં મળેઆ ઘર અમારા પૂર્વજોએ અહીંની કુદરતી સ્થિતિ મુજબઅહીંના વાતાવરણ મુજબ બનાવ્યું હતુંઅને આ વાત તે એટલા ગર્વથી કહી રહ્યા હતા કેમને એ જ વિચાર આવ્યો કેસદીઓ પહેલા પણ તે સમયગાળાના એન્જિનીયરોએ સ્થાનિક પરિસ્થિતિ મુજબ કેવું સર્જન કર્યું હતું કેજેને કારણે સામાન્ય માણસો સુરક્ષિત રહેતા હતા. હવે જયારે આપણે એન્જિનિયર્સ દિવસ મનાવીએ છીએ તોઆપણે ભવિષ્ય માટે પણ વિચારવું જોઇએજુદાજુદા સ્થળોએ કાર્યશાળાઓ કરવી જોઇએબદલાયેલા યુગમાં આપણે કઇકઇ નવી ચીજો શીખવી પડશે ? શીખવવી પડશે ?જોડવી પડશે ? આજકાલ આપત્તિ વ્યવસ્થાપન એક બહુ મોટું કામ બની ગયું છેકુદરતી આફતો સામે વિશ્વ લડી રહ્યું છેએવામાં સ્ટ્રકચરલ એન્જીનિયરીંગનું નવૂં રૂપ કેવું હોય ? તેના અભ્યાસક્રમો શું હોય ? વિદ્યાર્થીઓને શું શીખવવામાં આવે ? બાંધકામ પર્યાવરણને અનુકૂળ કેવી રીતે બને ? સ્થાનિક માલસામગ્રીનું મૂલ્યવર્ધન કરીને બાંધકામને કેવી રીતે આગળ વધારી શકાય ? ઝીરો વેસ્ટ એ આપણી પ્રાથમિકતા કેવી રીતે બને ? એવી અનેક બાબતો આપણે જયારે એન્જિનિયર્સ દિવસ મનાવીએ છીએ તો આપણે જરૂર વિચારવી જોઇએ.

મારા વ્હાલા દેશવાસીઓઉત્સવોનું વાતાવરણ છેઅને તેની સાથે જ દિવાળીની તૈયારીઓ પણ શરૂ થઇ જાય છેમન કી બાતમાં મળતા રહીશુંમનની વાતો કરતા રહીશુંઅને અને આપણા મનથી દેશને આગળ વધારવામાં પણ એક થતા રહીશુંઆવી જ એક ભાવનાની સાથે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓધન્યવાદફરી મળીશું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.