પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઇટ www.pmindia.gov.in નું આજે આસામી અને મણિપુરી ભાષાઓનું સંસ્કરણ શરૂ કરવામાં આવ્યું હતું. હવે વેબસાઇટ આસામી અને મણિપુરી ભાષામાં પણ સુલભ થઈ શકશે, જે આ બંને રાજ્યોનાં નાગરિકો તરફથી મળેલી વિનંતીઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે.
આજે બે ભાષાઓનાં સંસ્કરણનો ઉમેરો થવાની સાથે પીએમઇન્ડિયા વેબસાઇટ હવે અંગ્રેજી અને હિંદી ઉપરાંત 11 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે – આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ અને તેલુગુ.
આ 11 પ્રાદેશિક ભાષામાં વેબસાઇટ નીચેની લિન્ક પરથી પ્રાપ્ત થઈ શકશે
Assamese: https://www.pmindia.gov.in/asm/
Bengali: https://www.pmindia.gov.in/bn/
Gujarati: https://www.pmindia.gov.in/gu/
Kannada: https://www.pmindia.gov.in/kn/
Marathi: https://www.pmindia.gov.in/mr/
Malayalam: https://www.pmindia.gov.in/ml/
Manipuri: https://www.pmindia.gov.in/mni/
Odia: https://www.pmindia.gov.in/ory/
Punjabi: https://www.pmindia.gov.in/pa/
Tamil: https://www.pmindia.gov.in/ta/
Telugu: https://www.pmindia.gov.in/te/
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશનાં મહત્તમ નાગરિકો સુધી તેમની ભાષામાં પહોંચવા અને તેમની સાથે આદાનપ્રદાન કરવા સતત પ્રયાસરત છે અને આ પહેલ તેનો જ ભાગ છે. આ સાથે દેશનાં તમામ વિસ્તારોમાં લોકો અને પ્રધાનમંત્રી વચ્ચે લોકોનાં કલ્યાણ અને વિકાસ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર આદાનપ્રદાન વધશે એવી અપેક્ષા છે.