પ્રધાનમંત્રી 16 ડિસેમ્બરે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન ખેડૂતોને સંબોધિત કરશે
December 14th, 04:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર 2021ના રોજ ગુજરાતના આણંદમાં સવારે 11 વાગ્યે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલનના સમાપન સત્ર દરમિયાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતોને સંબોધિત કરશે. શિખર સંમેલન પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રીત કરે છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ઉપાયોને અપનાવવાના લાભો વિશે તમામ આવશ્યક જાણકારી આપવામાં આવશે.પ્રધાનમંત્રીએ ગુજરાતમાં મા ઉમિયાધામ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
December 13th, 06:49 pm
આમ તો મારે ત્યાં રૂબરૂ આવવું જોઇતું હતું. જો હું રૂબરૂ આવી શક્યો હોત તો, તમને બધાને મળી શક્યો હોત. જોકે, સમયના અભાવે, અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજે, હું ખૂબ જ ભાગ્યશાળી છુ કે, આ શુભ કાર્યક્રમમાં ભાગ લઇ શક્યો છું. હું માનુ છુ કે, આ કામ – અનેક પ્રકારે મહત્વ ધરાવે છે, બૃહદ સેવા મંદિર પ્રોજેક્ટનું આ એક મહત્વપૂર્ણ કાર્ય જે આપ સૌના પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યું છે.