અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ ખાતે ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનો મૂળપાઠ
June 27th, 12:21 pm
ભારત અને જાપાન જેટલા બાહ્ય પ્રગતિ અને ઉન્નતિને સમર્પિત રહ્યા છે તેટલું જ આંતરિક શાંતિ અને પ્રગતિને અમે મહત્વ આપ્યું છે. જાપાનીઝ ઝેન ગાર્ડન શાંતિની આ શોધની એક સુંદર અભિવ્યક્તિ છે. ભારતના લોકોએ સદીઓથી જે શાંતિ, સહજતા અને સરળતાતી યોગ અને આધ્યાત્મ મારફતે શીખ્યા અને સમજ્યા છે તેની એક ઝલક તેમને અહી જોવા મળશે. અને આમેય જાપાનમાં જે ‘ઝેન’ છે તે જ ભારતમાં ‘ધ્યાન’ છે. ભગવાન બુદ્ધે આ જ ધ્યાન અને બુદ્ધત્વ સંસારને પ્રદાન કર્યું હતું. અને જ્યાં એક કાઇઝેનની સંકલ્પના છે તે વર્તમાનમાં આપણા ઇરાદાની મજબૂતી, સતત આગળ ધપવાની આપણી ઇચ્છાશક્તિનો જીવતો જાગતો પુરાવો છે.પ્રધાનમંત્રીએ એએમએ, અમદાવાદ ખાતે ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું ઉદઘાટન કર્યું
June 27th, 12:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એએમએ, અમદાવાદ ખાતે વીડિયો કૉન્ફરન્સથી ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું ઉદઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી કાલે એએમએ, અમદાવાદમાં ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું ઉદઘાટન કરશે
June 26th, 10:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કાલે 27 જૂન, 2021ના રોજ સવારે 11.30 વાગ્યે એએમએ અમદાવાદમાં ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું ઉદઘાટન કરશે.