નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીની આખું વર્ષ ચાલનારી ઉજવણી નિમિત્તે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
January 21st, 07:46 pm
મહાન સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી ઉજવવા અને આખું વર્ષ ચાલનારી ઉજવણીઓના ભાગરૂપે, સરકારે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાનું નક્કી કર્યું છે. ગ્રેનાઇટથી બનેલી આ પ્રતિમા આપણી સ્વતંત્રતાની લડાઈમાં નેતાજીનાં અપાર યોગદાનની ઉચિત બિરદાવલી હશે અને તેમના પ્રતિ દેશની કૃતજ્ઞતાનું પ્રતીક હશે. પ્રતિમાનું કાર્ય સંપન્ન થાય ત્યાં સુધી, નેતાજીની એક હૉલોગ્રામ પ્રતિમા એ જ સ્થળે વિદ્યમાન રહેશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી જાન્યુઆરીએ સાંજે 6 કલાકે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની હૉલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરશે.પ્રધાનમંત્રીએ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવનાર હોવાનું કહ્યું
January 21st, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમાનું કાર્ય પૂર્ણ થયું ન હોવાથી એ પૂર્ણ થાય ત્યાં સુધી, પ્રધાનમંત્રી 23મી જાન્યુઆરી, 2022ના રોજ તેમની જન્મજયંતી પર તેમની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરશે.'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 20th, 10:31 am
કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, રાજસ્થાનના ગવર્નર શ્રી કલરાજ મિશ્રાજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમાન અશોક ગેહલોતજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સાથી શ્રી કિશન રેડ્ડીજી, ભૂપેન્દ્ર યાદવજી, અર્જુન રામ મેઘવાલજી, પરષોત્તમ રૂપાલાજી, શ્રી કૈલાસ ચૌધરીજી, રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી ગુલાબચંદ કટારિયાજી, બ્રહ્માકુમારીઝના એક્ઝિક્યુટિવ સેક્રેટરી રાજયોગી મૃત્યુંજયજી, રાજયોગિની બહેન મોહિનીજી, બહેન ચંદ્રિકાજી, બ્રહ્માકુમારીઝની અન્ય તમામ બહેનો, દેવીઓ અને સજજનો તથા અહીંયા ઉપસ્થિત સાધક અને સાધિકાઓ!પ્રધાનમંત્રીએ 'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર'ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં મુખ્ય વક્તવ્ય આપ્યું
January 20th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર'ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમણે બ્રહ્મા કુમારીની સાત પહેલને પણ લીલી ઝંડી આપી હતી. લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી જી. કિશન રેડ્ડી, ભૂપેન્દ્ર યાદવ, શ્રી અર્જુન રામ મેઘવાલ, શ્રી પરશોત્તમ રૂપાલા અને શ્રી કૈલાશ ચૌધરી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.PM Interacts with Young Artificial Limbs Beneficiaries
April 27th, 06:05 pm
PM Interacts with Young Artificial Limbs Beneficiaries