Telephone Conversation between PM and President of the Republic of Uganda
April 09th, 06:30 pm
Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with H.E. President Yoweri Kaguta Museveni of the Republic of Uganda.પ્રધાનમંત્રીની યુગાન્ડાની મુલાકાત દરમિયાન ભારત-યુગાન્ડાનું સંયુક્ત નિવેદન
July 25th, 06:54 pm
પ્રજાસત્તાક યુગાન્ડાનાં રાષ્ટ્રપતિ મહામહિમ યોવેરી કાગુટા મુસેવેનીનાં આમંત્રણ પર ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24-25 જુલાઈ, 2018નાં રોજ યુગાન્ડાની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીની સાથે ભારત સરકારનાં ઉચ્ચ અધિકારીઓનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અને એક મોટું વેપારી પ્રતિનિધિમંડળ પણ યુગાન્ડાનાં પ્રવાસે ગયું હતું. છેલ્લાં 21 વર્ષમાં કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીની આ યુગાન્ડાની પ્રથમ મુલાકાત હતી.યુગાન્ડાની સંસદમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 25th, 01:00 pm
આ મહાન ગૃહને સંબોધિત કરવાનું આમંત્રણ મળવાથી હું ગૌરવની લાગણી અનુભવુ છું. મને અન્ય દેશનો સંબોધિત કરવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. પરંતુ આ વિશેષ પ્રસંગ છે. આ સન્માન પ્રથમ વખત ભારતનાં કોઈ પણ પ્રધાનમંત્રીને મળ્યું છે. આ મારું નહીં, પણ મારી સાથે દેશનાં 125 કરોડ ભારતીયોનું સન્માન છે. હું આ ગૃહમાં યુગાન્ડાનાં લોકો માટે ભારતીય નાગરિકોની શુભકામનાઓ અને મિત્રતા લઈને આવ્યો છું. સભાપતિ મહોદયા, તમારી હાજરીથી મને મારી લોકસભા યાદ આવી ગઈ. અમારાં દેશમાં પણ લોકસભાનાં અધ્યક્ષ એક મહિલા જ છે. અહીં મને મોટી સંખ્યામાં યુવાન સાંસદો જોવા મળે છે. કોઈ પણ લોકતાંત્રિક દેશમાં યુવોનોની વધતી ભાગીદારી સારી બાબત છે. જ્યારે પણ હું યુગાન્ડા આવું છું, ત્યારે હું આ ‘આફ્રિકાનાં મોતી’ સમાન રાષ્ટ્રથી મંત્રમુગ્ધ થઈ જાઉં છું. આ સૌંદર્ય, સંસાધનોની પુષ્કળ સંપત્તિ અને સમૃદ્ધિનાં વારસાની ભૂમિ છે. હું અત્યારે ઇતિહાસ પ્રત્યે સચેત છું કે સૌથી મોટા લોકશાહી દેશનાં એક પ્રધાનમંત્રી હોવાનાં નાતે હું બીજા સંપ્રભુ રાષ્ટ્રનાં ચૂંટાયેલા સાંસદોને સંબોધિત કરી રહ્યો છું. આપણો પ્રાચીન દરિયાઈ સંપર્ક, સંસ્થાનવાદી શાસનનાં અંધકાર યુગ, સ્વતંત્રતા માટે આપણો સહિયારો સંઘર્ષ, વિઘટિત વિશ્વમાં સ્વતંત્ર દેશો સ્વરૂપે આપણી તત્કાલીન અનિશ્ચિત દિશા, નવી તકોનો ઉદય અને આપણી યુવા પેઢીની આકાંક્ષા – બધું સહિયારું છે. આ બધા પરિબળો આપણને એક તાંતણે જોડે છે.PM Modi addresses India-Uganda Business Forum
July 25th, 12:41 pm
Addressing the India-Uganda Business Forum, PM Modi said that India was ready to work with Uganda in the fields of capacity building, HRD, skill development, innovation and also in adding value to the abundant natural resources available in this country. The PM also highlighted India’s growth trajectory and the transformative changes taking place in the country.પ્રધાનમંત્રીની યુગાન્ડાની મુલાકાત દરમિયાન ભારત અને યુગાન્ડા વચ્ચે હસ્તાક્ષર થયેલા સમજૂતી કરારોની યાદી
July 24th, 05:52 pm
પ્રધાનમંત્રીની યુગાન્ડાની મુલાકાત દરમિયાન ભારત અને યુગાન્ડા વચ્ચે હસ્તાક્ષર થયેલા સમજૂતી કરારોની યાદીયુગાન્ડાની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
July 24th, 05:49 pm
મારૂં એ સૌભાગ્ય છે કે બે દસકા પછી ભારતના પ્રધાનમંત્રીની પહેલી દ્વિપક્ષીય યાત્રા પ્રસંગે મારે યુગાન્ડા આવવાનુ થયું છે. રાષ્ટ્રપતિ મુસેવેની ભારતના ઘણા જૂના મિત્ર છે. મને પણ તેમનો ખૂબ જૂનો પરિચય છે. વર્ષ 2007માં હું જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અહીં આવ્યો હતો તે પ્રવાસની મધુર યાદો હજી પણ તાજી છે. અને આજે રાષ્ટ્રપતિજીએ ઉદાર શબ્દોમાં અમારૂ ઉષ્માભર્યું સ્વાગત-સત્કાર અને સન્માન કર્યું તે બદલ હૂં તેમનો હૃદયથી આભાર માનુ છું.યુગાન્ડા આવી પહોંચતા વડાપ્રધાન મોદી
July 24th, 05:12 pm
વડાપ્રધાન મોદી યુગાન્ડાના એન્ટબી આવી પહોંચ્યા હતા જે તેમની ત્રણ રાષ્ટ્રોની મુલાકાતના બીજા ચરણની શરૂઆતરૂપે છે. તેમની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન મોદી યુગાન્ડાના રાષ્ટ્રપતિ સાથે ચર્ચાઓ હાથ ધરશે, એક સામાજિક પ્રસંગમાં હાજરી આપશે અને યુગાન્ડાની સંસદમાં ઉદ્ઘાટન ભાષણ આપશે.