જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી મહામહિમ શ્રી યોશિહિદે સુગાએ પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી

May 24th, 01:30 pm

જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મહામહિમ શ્રી યોશિહિદે સુગાએ 24 મે 2022ના રોજ ટોક્યોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

ઉપયોગી માહિતી: ક્વાડ નેતાઓનું શિખર સંમેલન

September 25th, 11:53 am

24 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ્ટ મોરિસન, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા સાથે વ્હાઇટ હાઉસમાં ક્વાડના નેતાઓનાં સૌપ્રથમ પ્રત્યક્ષ કે વ્યક્તિગત શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં નેતાઓએ મહત્વાકાંક્ષી પહેલો પર ભાર મૂક્યો છે, જેમાં 21મી સદીના પડકારો ઝીલવા સંસ્થાના સભ્ય દેશો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા અને વધારે વ્યવહારિક સાથસહકાર માટેની પહેલો સામેલ છે. આ પડકારોમાં સલામત અને અસરકારક રસીનું ઉત્પાદન અને સુલભતા વધારીને કોવિડ-19 મહામારીનો અંત લાવવો, ઉચ્ચ પ્રમાણભૂત માળખાને પ્રોત્સાહન આપવું, આબોહવાની કટોકટીનો સામનો કરવો, વિકસતી ટેકનોલોજીઓ પર જોડાણ, અંતરિક્ષ અને સાયબર સુરક્ષા સામેલ છે. વળી તમામ સભ્ય દેશોમાં નવી પેઢીની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાની બાબત પણ સામેલ છે.

ક્વાડ નેતાઓનું સંયુક્ત નિવેદન

September 25th, 11:41 am

અમે, ઑસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સના નેતાઓ આજે પહેલી વખત “QUAD” (ક્વાડ)ના નેતાઓ તરીકે મળ્યા છીએ. આ ઐતિહાસિક પ્રસંગે અમે અમારી ભાગીદારી અને આપણી સહિયારી સુરક્ષા અને સમૃદ્ધિની આધારશીલા સમાન છે તેવા પ્રદેશ એટલે કે મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક પ્રદેશ, કે જે સમાવેશી અને સ્થિતિસ્થાપક છે તેના પ્રત્યે કટિબદ્ધ છીએ. માર્ચ મહિનાથી, કોવિડ-19 મહામારીએ સતત વૈશ્વિક પીડા આપવાનું ચાલુ રાખ્યું છે; આબોહવા સંબંધિત કટોકટીઓમાં પણ વધારો થયો છે; અને પ્રાદેશિક સુરક્ષાએ અત્યાર સુધીમાં સૌથી જટિલ સ્થિતિ ધારણ કરી છે, અને તેના કારણે આપણા સૌના દેશો વ્યક્તિગત રીતે અને સાથે મળીને કસોટીના તબક્કામાંથી પસાર થઇ રહ્યાં છે. જોકે, છતાં પણ આપણો સહકાર અવિરત અને નિર્ભય રહ્યો છે.

ભારત-અમેરિકા દ્વિપક્ષી બેઠકમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક નિવેદન

September 24th, 11:48 pm

રાષ્ટ્રપતિજી, સૌ પ્રથમ તો અમારા સૌનું, ભારતીય ડેલિગેશનનું મૈત્રીપૂર્ણ અને ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂં છું. વર્ષ 2016 અને વર્ષ 2014માં પણ તમારી સાથે વિસ્તારપૂર્વક વાત કરવાની મને તક મળી હતી અને એ સમયે ભારત- અમેરિકાના સંબંધો અંગે તમારૂં જે વિઝન છે તેને તમે શબ્દોમાં વ્યક્ત કર્યું હતું. હકિકતમાં તે વિઝન ખૂબ જ પ્રેરક હતું અને આજે આપ રાષ્ટ્રપતિ તરીકે તે વિઝનને આગળ ધપાવવાનો જે પુરૂષાર્થ કરી રહ્યા છો, પ્રયાસ કરી રહ્યા છો, પહેલ કરી રહ્યા છો તેનું હું સ્વાગત કરૂં છું.

પીએમ મોદીએ જાપાનના પીએમ યોશીહિદે સુગા સાથે મહત્વપુર્ણ વાતચીત કરી.

September 24th, 03:45 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ યોશીહિદે સુગાએ વોશિંગ્ટન ડીસીમાં મહત્વપુર્ણ બેઠક કરી હતી. બંને નેતાઓએ વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને વધુ વેગ આપવાના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.

અમેરિકાની મુલાકાત પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

September 22nd, 10:37 am

હું અમેરિકાના મહામહિમ રાષ્ટ્રપતિ જો બાઈડેનના આમંત્રણ પર 22-25 સપ્ટેમ્બર, 2021 સુધી અમેરિકાની મુલાકાત લઈશ.

પ્રધાનમંત્રીએ જાપાનના પ્રધાનમંત્રીને ટોક્યો ઓલિમ્પિક્સ માટે શુભકામનાઓ પાઠવી

July 23rd, 01:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગાને ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માટે શુભેચ્છાઓ પાઠવી છે.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ ખાતે ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનો મૂળપાઠ

June 27th, 12:21 pm

ભારત અને જાપાન જેટલા બાહ્ય પ્રગતિ અને ઉન્નતિને સમર્પિત રહ્યા છે તેટલું જ આંતરિક શાંતિ અને પ્રગતિને અમે મહત્વ આપ્યું છે. જાપાનીઝ ઝેન ગાર્ડન શાંતિની આ શોધની એક સુંદર અભિવ્યક્તિ છે. ભારતના લોકોએ સદીઓથી જે શાંતિ, સહજતા અને સરળતાતી યોગ અને આધ્યાત્મ મારફતે શીખ્યા અને સમજ્યા છે તેની એક ઝલક તેમને અહી જોવા મળશે. અને આમેય જાપાનમાં જે ‘ઝેન’ છે તે જ ભારતમાં ‘ધ્યાન’ છે. ભગવાન બુદ્ધે આ જ ધ્યાન અને બુદ્ધત્વ સંસારને પ્રદાન કર્યું હતું. અને જ્યાં એક કાઇઝેનની સંકલ્પના છે તે વર્તમાનમાં આપણા ઇરાદાની મજબૂતી, સતત આગળ ધપવાની આપણી ઇચ્છાશક્તિનો જીવતો જાગતો પુરાવો છે.

પ્રધાનમંત્રીએ એએમએ, અમદાવાદ ખાતે ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું ઉદઘાટન કર્યું

June 27th, 12:20 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એએમએ, અમદાવાદ ખાતે વીડિયો કૉન્ફરન્સથી ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું ઉદઘાટન કર્યું હતું.

ક્વાડ નેતાઓનું પ્રથમ વર્ચુઅલ સંમેલન

March 11th, 11:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ, 2021ના ​​રોજ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મોરિસન, જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા અને અમેરિકાના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન સાથે ક્વોડ્રિલેટરલ જૂથના નેતાઓના પ્રથમ વર્ચ્યુઅલ સંમેલનમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સુગા યોશીહિડે વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો

March 09th, 08:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સુગા યોશીહિડે સાથે ટેલિફોન પર સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સુગા યોશિહિદે વચ્ચે ટેલીફોનિક સંવાદ

September 25th, 02:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સુગા યોશિહિદે સાથે ફોન પર સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ યોશિહિદે સુગાને જાપાનના પ્રધાનમંત્રી તરીકે નિમણૂક થવા બદલ અભિનંદન આપ્યા

September 16th, 11:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાશય યોશિહિદે સુગાને જાપાનના પ્રધાનમંત્રી તરીકે નિમણૂક થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.