Opening Remarks by the PM Modi at the 2nd India- CARICOM Summit
November 21st, 02:15 am
Prime Minister Shri Narendra Modi and the Prime Minister of Grenada, H.E. Mr. Dickon Mitchell, the current CARICOM Chair, chaired the 2nd India-CARICOM Summit in Georgetown on 20 November 2024.PM Modi attends Second India CARICOM Summit
November 21st, 02:00 am
Prime Minister Shri Narendra Modi and the Prime Minister of Grenada, H.E. Mr. Dickon Mitchell, the current CARICOM Chair, chaired the 2nd India-CARICOM Summit in Georgetown on 20 November 2024.For us, the whole world is one family: PM Modi in Nigeria
November 17th, 07:20 pm
PM Modi, addressing the Indian diaspora in Abuja, Nigeria, celebrated India's global progress, highlighting achievements in space, manufacturing, and defense. He praised the Indian community's contributions to Nigeria's development and emphasized India's role as a global leader in welfare, innovation, and peace, with a vision for a Viksit Bharat by 2047.PM Modi addresses Indian community in Nigeria
November 17th, 07:15 pm
PM Modi, addressing the Indian diaspora in Abuja, Nigeria, celebrated India's global progress, highlighting achievements in space, manufacturing, and defense. He praised the Indian community's contributions to Nigeria's development and emphasized India's role as a global leader in welfare, innovation, and peace, with a vision for a Viksit Bharat by 2047.સી-295 એરક્રાફ્ટ ફેક્ટરીના ઉદઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
October 28th, 10:45 am
મહાનુભાવ પેડ્રો સાંચેઝ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહજી, વિદેશ મંત્રી શ્રી એસ.જયશંકરજી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સ્પેન અને રાજ્ય સરકારના મંત્રીઓ, એરબસ અને ટાટા ટીમના તમામ સભ્યો, સન્નારીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સ્પેનનાં પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાંચેઝે સંયુક્તપણે ગુજરાતનાં વડોદરામાં સી-295 એરક્રાફ્ટનાં ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું
October 28th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સ્પેનનાં પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાંચેઝે આજે ગુજરાતનાં વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટનાં ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું હતું. બંને પ્રધાનમંત્રીઓએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનીનું અવલોકન પણ કર્યું.આજે વિશ્વભરના લોકો ભારત વિશે વધુ જાણવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 27th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સહુનું સ્વાગત છે. જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ-કઈ રહી તો અનેક ઘટના યાદ આવે છે, પરંતુ તેમાંથી એક પળ એવી છે, જે ખૂબ જ વિશેષ છે, તે પળ હતી, જ્યારે ગત વર્ષે 15 નવેમ્બરે હું ભગવાન બિરસા મુંડાની જયંતી પર તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાતૂ ગામ ગયો હતો. આ યાત્રાનો મારા પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો હતો. હું દેશનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેને આ પવિત્ર ભૂમિની માટીને પોતાના મસ્તક પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણે, મને ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અનુભવાઈ, પરંતુ, આ ધરતીની શક્તિ સાથે જોડાવાનો પણ અવસર મળ્યો. મને એવી અનુભૂતિ થઈ કે એક સંકલ્પને પૂરા કરવાનું સાહસ કેવી રીતે દેશના કરોડો લોકોનું ભાગ્ય બદલી શકે છે.સ્પેસ સેક્ટરમાં સુધારાથી દેશના યુવાનોને ફાયદો થયો છે: વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું
August 25th, 11:30 am
સાથીઓ, દેશના યુવાઓને સ્પેસ સેક્ટર રિફૉર્મથી પણ ઘણો ફાયદો થયો છે. આથી મેં વિચાર્યું કે, શા માટે 'મન કી બાત'માં અંતરિક્ષ ક્ષેત્ર સાથે જોડાયેલા મારા કેટલાક યુવા સાથીઓ સાથે વાત ન કરવામાં આવે. મારી સાથે વાત કરવા માટે Spacetech Start-Up GalaxEyeની ટીમ જોડાઈ રહી છે. આ સ્ટાર્ટ અપને IIT Madrasના alumnniએ શરૂ કર્યું હતું. આ બધા નવયુવાનો આજે આપણી સાથે ફૉન લાઇન પર ઉપસ્થિત છે - સૂયશ, ડેનિલ, રક્ષિત, કિશન અને પ્રનિત. આવો, આ યુવાઓના અનુભવોને જાણીએ.પ્રધાનમંત્રી કાર્યાલયે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી
June 21st, 02:26 pm
પ્રધાનમંત્રી કાર્યાલયે આજે સવારે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહ, પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ ડૉ. પી કે મિશ્રા, વરિષ્ઠ અધિકારીઓ અને અન્યોએ યોગ સત્રમાં ભાગ લીધો હતો.શ્રીનગરમાં ડલ લેક ખાતે આ વર્ષે યોગ દિવસ કાર્યક્રમ માટે એક અદભૂત વાતાવરણ પૂરું પાડ્યુઃ પ્રધાનમંત્રી
June 21st, 02:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમની ઝાંખી શેર કરી.પ્રધાનમંત્રી દ્વારા શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં યોગ સાધકોને આપેલા સંબોધનનો મૂળપાઠ
June 21st, 12:58 pm
આજે જે દ્રશ્ય છે, તે સમગ્ર વિશ્વના માનસ પટલ પર હંમેશા જીવંત રહેશે. જો વરસાદ ન પડ્યો હોત તો કદાચ તેટલું ધ્યાન આકર્ષિત ન થયું હોત, જેટલું વરસાદ પડ્યા બાદ પણ, અને જ્યારે શ્રીનગરમાં વરસાદ પડે છે ત્યારે ઠંડી પણ વધી જાય છે. મારે પણ સ્વેટર પહેરવાનું પડ્યું. તમે લોકો તો અહીંના છો, તમે તેનાથી ટેવાઈ ગયા છો, તમારા માટે કોઈ સમસ્યા નથી. પરંતુ વરસાદને કારણે થોડો વિલંબ થયો, અમારે તેને બે-ત્રણ ભાગમાં વહેંચવું પડ્યું. તેમ છતાં, વિશ્વ સમુદાયે જાણવું જોઈએ કે પોતાના અને સમાજ માટે યોગનું શું મહત્વ છે, યોગ જીવનની સહજ પ્રવૃત્તિ કેવી રીતે બની શકે છે. જેમ તમારા દાંત સાફ કરવા એ એક નિયમિત દિનચર્યા બની જાય છે, તમારા વાળને માવજત કરવા એ એક નિયમિત દિનચર્યા બની જાય છે, તેવી જ રીતે, જ્યારે યોગ જીવનમાં સરળતાથી એકીકૃત થઈ જાય છે, ત્યારે તે એક કુદરતી પ્રવૃત્તિ બની જાય છે, અને તે દરેક ક્ષણે લાભ આપતી રહે છે.પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 અંતર્ગત જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં ડલ લેક પર યોગ સાધકોને સંબોધન કર્યું
June 21st, 11:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં પ્રસંગે ડલ લેક ખાતે શ્રીનગરનાં નાગરિકોને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ શ્રીનગરના ડલ લેક ખાતે યોગ પ્રેમીઓ સાથે સેલ્ફી લીધી
June 21st, 11:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ડલ લેક ખાતે આયોજિત કાર્યક્રમમાં યોગ પ્રેમીઓ સાથે સેલ્ફી શેર કરી છે.શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 21st, 06:31 am
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, મને યોગ અને ધ્યાનની ભૂમિ કાશ્મીરની મુલાકાત લેવાનો લહાવો મળ્યો છે. કાશ્મીર અને શ્રીનગરનું આ વાતાવરણ, આ ઉર્જા અને જે શક્તિ આપણને અનુભૂતિ યોગથી મળે છે, તે આપણે શ્રીનગરમાં અનુભવી રહ્યા છીએ. હું કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસ પર દેશના તમામ લોકોને અને વિશ્વના ખૂણે ખૂણે યોગ કરી રહેલા લોકોને અભિનંદન આપું છું.જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 પર પ્રધાનમંત્રીનું સંબોધન
June 21st, 06:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં આયોજિત 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇવાયડી)ને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું અને યોગ સત્રમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી 20થી 21 જૂનનાં રોજ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે
June 19th, 04:26 pm
પ્રધાનમંત્રી 20 જૂનનાં રોજ સાંજે 6 વાગ્યે શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (એસકેઆઇસીસી)માં 'એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ J&K' કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા સુધારણા પ્રોજેક્ટ (જેકેસીઆઈપી) પણ શરૂ કરશે.બિહારનાં રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલય પરિસરનાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
June 19th, 10:31 am
આ પ્રસંગે બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, અહીંના પરિશ્રમી મુખ્યમંત્રી શ્રી નીતિશકુમારજી, આપણા વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકરજી, વિદેશ રાજ્યમંત્રી શ્રી પબિત્રાજી, જુદા જુદા દેશો મહાનુભાવો, રાજદૂતો, નાલંદા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સહકર્મીઓ!પ્રધાનમંત્રીએ બિહારના રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલય પરિસરનું ઉદઘાટન કર્યું
June 19th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારનાં રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલયનાં નવા પરિસરનું ઉદઘાટન કર્યું. આ યુનિવર્સિટીની કલ્પના ભારત અને ઇસ્ટ એશિયા સમિટ (ઇએએસ) દેશો વચ્ચે જોડાણ તરીકે કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમારંભમાં 17 દેશોના મિશનના પ્રમુખો સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ એક રોપાનું પણ વાવેતર કર્યું હતું.પ્રધાનમંત્રીએ શશાંકાસન પર એક વીડિયો શેર કર્યો
June 19th, 08:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શશાંકાસન (સસલાની મુદ્રા) પર એક વીડિયો ક્લિપ શેર કરી છે જે કબજિયાતને દૂર કરવામાં અને પાચન પ્રક્રિયામાં સુધારો કરવામાં મદદ કરે છે.પીએમ મોદીએ ઉષ્ટ્રાસન પર એક વીડિયો શેર કર્યો
June 18th, 10:29 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉષ્ટ્રાસન અથવા ઊંટની મુદ્રા પર એક વીડિયો ક્લિપ શેર કરી છે જે પીઠ અને ગરદનના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને રક્ત પરિભ્રમણ અને દૃષ્ટિ સુધારવામાં પણ મદદ કરે છે.