મહારાષ્ટ્રના વર્ધામાં રાષ્ટ્રીય 'પીએમ વિશ્વકર્મા' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 20th, 11:45 am
બે દિવસ પહેલા જ આપણે બધાએ વિશ્વકર્મા પૂજાનો તહેવાર ઉજવ્યો હતો. અને આજે, વર્ધાની પવિત્ર ભૂમિ પર, આપણે પીએમ વિશ્વકર્મા યોજનાની સફળતાની ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ દિવસે 1932માં મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા વિરુદ્ધ અભિયાનની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં વિશ્વકર્મા યોજનાના એક વર્ષ પૂર્ણ થવાની આ ઉજવણી, આ વિનોબા ભાવેની આ સાધનાનું સ્થળ, આ મહાત્મા ગાંધીનું કાર્યસ્થળ, આ વર્ધાની ભૂમિ, આ સિદ્ધિ અને પ્રેરણાનો એવો સંગમ છે જે વિકસિત ભારતના આપણા સંકલ્પોને નવી ઊર્જા આપશે. વિશ્વકર્મા યોજના દ્વારા, અમે સખત પરિશ્રમ દ્વારા સમૃદ્ધિ હાંસલ કરવાનો સંકલ્પ કર્યો છે અને વર્ધામાં બાપુની પ્રેરણા તે સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટેનું માધ્યમ બનશે. હું આ પ્રસંગે આ યોજના સાથે જોડાયેલા તમામ લોકોને, દેશભરના તમામ લાભાર્થીઓને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં વર્ધામાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કર્યું
September 20th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં વર્ધામાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ 'આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ' યોજના અને 'પુણ્યશ્લોક અહલ્યાદેવી હોલકર વિમેન સ્ટાર્ટઅપ સ્કીમ' લોંચ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને લોન જાહેર કરી હતી તથા પ્રધાનમંત્રી વિશ્વકર્મા હેઠળ પ્રગતિનાં એક વર્ષનાં પ્રતીક સ્વરૂપે એક સ્મારક સ્ટેમ્પ પણ બહાર પાડ્યો હતો. શ્રી મોદીએ મહારાષ્ટ્રનાં અમરાવતીમાં પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ (પીએમ મિત્ર) પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની શરૂઆત કરી હતી.મહારાષ્ટ્રના યવતમાલમાં વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે વડાપ્રધાનના સંબોધનનો મૂળપાઠ
February 28th, 05:15 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈસજી, મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, અજિત પવારજી, મંચ પર હાજર અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવો. આજે દેશના અન્ય ભાગોમાંથી મોટી સંખ્યામાં આપણા ખેડૂત ભાઈ-બહેનોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે, હું તેમનું પણ અહીંથી સ્વાગત કરું છું.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં યવતમાલમાં રૂ. 4,900 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું
February 28th, 05:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં યવતમાલમાં રૂ. 4900 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે, રોડ અને સિંચાઈ સાથે સંબંધિત વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું હતું. તેમણે કાર્યક્રમ દરમિયાન પીએમ કિસાન અને અન્ય યોજનાઓ અંતર્ગત લાભો પણ જાહેર કર્યા હતા. પ્રધાનમંત્રીએ સમગ્ર મહારાષ્ટ્રમાં 1 કરોડ આયુષ્માન કાર્ડના વિતરણની શરૂઆત પણ કરી હતી અને ઓબીસી કેટેગરીના લાભાર્થીઓ માટે મોદી આવાસ ઘરકુલ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે બે ટ્રેન સેવાઓને પણ લીલી ઝંડી આપી હતી. પ્રધાનમંત્રીએ યવતમાલ શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું ઉદઘાટન પણ કર્યું હતું. દેશભરમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં આ કાર્યક્રમ સાથે જોડાયા હતા.India needs a farmer friendly and agriculture friendly government that will address the concerns of the farmers: Narendra Modi during 'Chai Pe Charcha'
March 20th, 03:00 pm
India needs a farmer friendly and agriculture friendly government that will address the concerns of the farmers: Narendra Modi during 'Chai Pe Charcha'