આપણા યુવાનો દરેક ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવી રહ્યા છે: વડાપ્રધાન મોદી મન કી બાત દરમિયાન
July 31st, 11:30 am
સાથીઓ, ૩૧ જુલાઈ અર્થાત્ આજના જ દિવસે, આપણે બધાં દેશવાસીઓ, શહીદ ઉધમસિંહજીની શહીદીને નમન કરીએ છીએ. હું આવા અન્ય બધાં મહાન ક્રાંતિકારીઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું, જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું.પ્રધાનમંત્રી 4 ડિસેમ્બરે દહેરાદૂનમાં રૂપિયા 18,000 કરોડના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
December 01st, 12:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર 2021ના રોજ દહેરાદૂનની મુલાકાત લેશે અને બપોરે લગભગ 1 વાગ્યે રૂપિયા 18,000 કરોડના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે તેમજ શિલાન્યાસ કરશે. આ મુલાકાત દરમિયાન માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા પર નોંધપાત્ર રીતે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે, જેનાથી આ પ્રદેશમાં મુસાફરી વધુ સરળ અને સલામત બનશે તેમજ તેના કારણે પર્યટનમાં વૃદ્ધિ થશે. અત્યાર સુધી દૂરસ્થ માનવામાં આવતા હતા તેવા વિસ્તારોમાં કનેક્ટિવિટીને વેગ આપવા માટેની પ્રધાનમંત્રીની દૂરંદેશને અનુરૂપ આ પરિયોજનાઓ હાથ ધરવામાં આવી છે.