કર્ણાટકના કોડેકલ, યાદગીર જિલ્લાના કોડેકલમાં શિલાન્યાસ તથા વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ સમારંભ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

January 19th, 12:11 pm

કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતજી, મુખ્યમંત્રી શ્રી બાસવરાજ બોમ્માઈજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રી ભગવંત ખુબાજી, કર્ણાટક સરકારના મંત્રીગણ, સાંસદ તથા વિધાયકગણ અને વિશાળ સંખ્યામાં અમને આશીર્વાદ આપવા માટે પધારેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રીએ કર્ણાટકના કોડેકલમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

January 19th, 12:10 pm

પ્રધાનમંત્રી શ્રીએ આજે કર્ણાટકના યાદગીરના કોડેકલમાં સિંચાઈ, પીવાનાં પાણી અને રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પ્રોજેક્ટ સાથે સંબંધિત વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં જલ જીવન મિશન અંતર્ગત યાદગીર મલ્ટી વિલેજ પીવાનાં પાણી પુરવઠા યોજના અને સુરત– ચેન્નાઈ એક્સપ્રેસવે એનએચ– 150સીના 65.5 કિલોમીટરનાં સેક્શન (બદાદલથી મરાદાગી એસ અંદોલા સુધી)નો શિલાન્યાસ તથા નારાયણપુર લેફ્ટ બૅન્ક કેનાલ – એક્સટેન્શન રિનોવેશન એન્ડ મૉડર્નાઇઝેશન પ્રોજેક્ટ (એનએલબીસી – ઇઆરએમ)નું ઉદ્‌ઘાટન સામેલ છે.