શિયામીનમાં 'ડાયલોગ ઓફ ઈમર્જીંગ માર્કેટ્સ એન્ડ ડેવલોપીંગ કન્ટ્રીઝ' ને સંબોધતા વડાપ્રધાન

September 05th, 09:22 am

vdapવડાપ્રધાન મોદીએ શિયામીનમાં 'ડાયલોગ ઓફ ઈમર્જીંગ માર્કેટ્સ એન્ડ ડેવલોપીંગ કન્ટ્રીઝ' ને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતના વિકાસના મૂળમાં સબકા સાથ સબકા વિકાસ છે. ભારતની એ જૂની પરંપરા રહી છે કે તે પોતાના વિકાસની આકાંક્ષાઓ મેળવવાની સાથે સાથે સાથીદાર વિકાશશીલ દેશો સાથે પણ ભાગીદારી કરે.

શિયામીન ખાતે 9મી BRICS બીઝનેસ કાઉન્સિલ શિખર સંમેલનને સંબોધન કરતા વડાપ્રધાન

September 04th, 04:19 pm

શિયામીન ખાતે BRICS બીઝનેસ કાઉન્સિલ શિખર બેઠકમાં વડાપ્રધાન મોદીએ સભ્ય દેશો વચ્ચે વ્યાપારી સહકારને વધારવા પર ભાર મુક્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત FDIના અત્યારસુધીના સૌથી વધુ 40%ના ઉછાળ સાથેના પ્રવાહ સાથે બહુ જલ્દીથી વિશ્વનું સૌથી ખુલ્લું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

9મા BRICS શિખર સંમેલન શિયામીન, ચીનના હાશિયા પર વડાપ્રધાનની મંત્રણાઓ

September 04th, 12:39 pm

BRICS દેશોના નેતાઓ સાથે વડાપ્રધાને શિખર સંમેલનના હાશિયા પર દ્વિપક્ષીય સ્તરની મંત્રણાઓ હાથ ધરી હતી.

BRICS નેતાઓનું શિયામીન જાહેરનામું

September 04th, 12:18 pm

9માં BRICS શિખર સંમેલનના BRICS નેતાઓનું જાહેરનામું વ્યવહારુ સહકારને ઉર્જા આપવાની વાત કરે છે. તે વધુ ન્યાયી અને ન્યાયપૂર્ણ આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થા માટે સંચાર અને સંકલન વધારીને વૈશ્વિક આર્થિક શાસનમાં સુધાર લાવવાનું જણાવે છે. તે આંતરરાષ્ટ્રીય તેમજ ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા પર ભાર મૂકે છે.

BRICSના પૂર્ણ સત્રમાં વડાપ્રધાનનો હસ્તક્ષેપ

September 04th, 09:46 am

વડાપ્રધાન મોદીએ આજે કહ્યું હતું કે BRICS દ્વારા સહકારનું એક મજબૂત માળખું તૈયાર કરવામાં આવ્યું છે અને તેણે અનિશ્ચિતતાઓ તરફ આગળ વધી રહેલા વિશ્વમાં સ્થિરતા અને વિકાસનો ફાળો આપ્યો છે. તેમણે કૃષિ, ઉર્જા, સ્પોર્ટ્સ, વાતાવરણ, ICT અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ભાર મૂક્યો હતો.

શિયામીન, ચીન આવી પહોંચતા વડાપ્રધાન મોદી

September 03rd, 06:12 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિયામીન, ચીન ખાતે આવી પહોંચ્યા હતા. તેઓ અહીં 9મા BRICS શિખર સંમેલનમાં ભાગ લેશે. શ્રી મોદી તેમની મુલાકાતના હાંસિયામાં BRICS નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય ચર્ચાઓ કરશે.