Emphasis on DPI, AI, data for governance is key to achieving inclusive growth & transforming lives globally: PM
November 20th, 05:04 am
At the G20 session, PM Modi highlighted the importance of Digital Public Infrastructure, AI, and data for governance in driving inclusive growth and global transformation.16મી બ્રિક્સ સમિટના ઓપન પ્લેનરીમાં પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
October 23rd, 05:22 pm
અને, ફરી એકવાર, બ્રિક્સમાં જોડાયેલા તમામ નવા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તેના નવા અવતારમાં, બ્રિક્સ વિશ્વની 40 ટકા માનવતા અને વૈશ્વિક અર્થતંત્રમાં લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે. યોર હાઇનેસ, મહામહિમો દેવીઓ અને સજ્જનો, 16મી બ્રિક્સ સમિટના ઉત્કૃષ્ટ આયોજન માટે રાષ્ટ્રપતિ પુતિનને અભિનંદન. અને, ફરી એકવાર, બ્રિક્સમાં જોડાયેલા તમામ નવા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તેના નવા અવતારમાં, બ્રિક્સ વિશ્વની 40 ટકા માનવતા અને વૈશ્વિક અર્થતંત્રમાં લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે. છેલ્લા લગભગ બે દાયકામાં, બ્રિક્સે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ સંગઠન વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે એક વધુ અસરકારક માધ્યમ તરીકે ઉભરી આવશે. હું ન્યૂ ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ મહામહિમ ડિલ્મા રુસેફને પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, છેલ્લાં 10 વર્ષમાં આ બેંક ગ્લોબલ સાઉથના દેશોની વિકાસની જરૂરિયાતો માટે એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઉભરી આવી છે. ભારતમાં ગિફ્ટ અથવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી તેમજ આફ્રિકા અને રશિયામાં પ્રાદેશિક કેન્દ્રો ખોલવાથી આ બેંકની પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે. અને, લગભગ 35 અબજ ડોલરના વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. એનડીબીએ માંગ સંચાલિત સિદ્ધાંતના આધારે કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. અને, બેંકનું વિસ્તરણ કરતી વખતે, લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા, તંદુરસ્ત ક્રેડિટ રેટિંગ અને બજારની સુલભતાને સુનિશ્ચિત કરતી વખતે, પ્રાથમિકતા હોવી જોઈએ. મિત્રો, તેના નવા વિસ્તૃત અવતારમાં, બ્રિક્સ 30 ટ્રિલિયન ડોલરથી વધુના અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે. બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ અને બ્રિક્સ મહિલા બિઝનેસ એલાયન્સે આપણા આર્થિક સહકારને વધારવામાં વિશેષ ભૂમિકા ભજવી છે. ચાલુ વર્ષે, ડબ્લ્યુટીઓમાં સુધારા, કૃષિમાં વેપારની સુવિધા, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, ઇ-કોમર્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પર બ્રિક્સની અંદર સર્વસંમતિ સધાઈ છે, જે આપણા આર્થિક સહકારને મજબૂત બનાવશે. આ તમામ પહેલોની વચ્ચે આપણે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોના હિતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મને પ્રસન્નતા છે કે વર્ષ 2021માં ભારતનાં રાષ્ટ્રપતિ પદ માટે પ્રસ્તાવિત બ્રિક્સ સ્ટાર્ટઅપ ફોરમ આ વર્ષે શરૂ થશે. ભારત દ્વારા હાથ ધરવામાં આવેલી રેલવે રિસર્ચ નેટવર્ક પહેલ બ્રિક્સ દેશો વચ્ચે લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન કનેક્ટિવિટી વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ચાલુ વર્ષે ઉદ્યોગ 4.0 માટે કુશળ વર્ક ફોર્સ તૈયાર કરવા માટે યુનિડો સાથે જોડાણમાં બ્રિક્સ દેશોએ જે સર્વસંમતિ સાધી છે, તે ઘણી મહત્ત્વપૂર્ણ છે. વર્ષ 2022માં શરૂ કરવામાં આવેલ બ્રિક્સ વેક્સિન આરએન્ડડી સેન્ટર તમામ દેશોમાં સ્વાસ્થ્ય સુરક્ષા વધારવામાં મદદ કરી રહ્યું છે. અમને બ્રિક્સના ભાગીદારો સાથે ડિજિટલ હેલ્થમાં ભારતના સફળ અનુભવને વહેંચવાની ખુશી થશે. મિત્રો, જળવાયુ પરિવર્તન અમારી સામાન્ય પ્રાથમિકતાનો વિષય છે. રશિયાના પ્રમુખપદે બ્રિક્સ ઓપન કાર્બન માર્કેટ પાર્ટનરશીપ માટે સર્વસંમતિ સધાઈ હતી તે આવકારદાયક છે. ભારતમાં પણ ગ્રીન ગ્રોથ, ક્લાઇમેટ રિસાયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન ટ્રાન્ઝિશન પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ખરેખર, ભારતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન, મિશન લિફે એટલે કે જીવનશૈલી ફોર એન્વાયર્નમેન્ટ, એક પેડ મા કે નામ અથવા માતાના નામે વૃક્ષ જેવી અનેક પહેલો હાથ ધરી છે. ગયા વર્ષે સીઓપી-28 દરમિયાન અમે ગ્રીન ક્રેડિટ નામની મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરી હતી. હું બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં ભાગીદારોને આ પહેલોમાં સામેલ થવા આમંત્રણ આપું છું. તમામ બ્રિક્સ દેશોમાં માળખાગત બાંધકામ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. અમે ભારતમાં મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીને ઝડપથી વધારવા માટે ગતિ-શક્તિ પોર્ટલ નામનું ડિજિટલ પ્લેટફોર્મ સ્થાપિત કર્યું છે. આનાથી સંકલિત માળખાગત વિકાસ આયોજન અને અમલીકરણમાં મદદ મળી છે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થયો છે. અમને તમારા બધા સાથે અમારા અનુભવો શેર કરવામાં આનંદ થશે. મિત્રો, અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે નાણાકીય સંકલન વધારવાનાં પ્રયાસોને આવકારીએ છીએ. સ્થાનિક ચલણોમાં વેપાર અને સરહદ પારની સરળ ચુકવણીઓ આપણા આર્થિક સહકારને મજબૂત બનાવશે. ભારત દ્વારા વિકસિત યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) એક મોટી સફળતાની ગાથા છે અને ઘણા દેશોમાં તેને અપનાવવામાં આવી છે. ગયા વર્ષે હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ સાથે મળીને તેને યુએઇમાં પણ લોન્ચ કરવામાં આવી હતી. અમે આ ક્ષેત્રમાં અન્ય બ્રિક્સ દેશો સાથે પણ સહકાર આપી શકીએ છીએ. મિત્રો, ભારત બ્રિક્સ હેઠળ સહયોગ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આપણી વિવિધતા અને બહુધ્રુવીયતામાં આપણો દ્રઢ વિશ્વાસ આપણી તાકાત છે. આપણી આ શક્તિ અને માનવતામાં આપણો સહિયારો વિશ્વાસ આગામી પેઢીઓ માટે સમૃદ્ધ અને ઉજ્જવળ ભવિષ્યને સાર્થક આકાર આપવામાં મદદરૂપ થશે. હું આજની ખૂબ જ મહત્વપૂર્ણ અને મૂલ્યવાન ચર્ચાઓ માટે દરેકનો આભાર માનું છું. બ્રિક્સના આગામી પ્રમુખ તરીકે હું રાષ્ટ્રપતિ લુલાને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. તમારા બ્રિક્સ રાષ્ટ્રપતિ પદની સફળતા માટે ભારત સંપૂર્ણ ટેકો આપશે. ફરી એક વાર રાષ્ટ્રપતિ પુતિન અને તમામ નેતાઓનો ખૂબ-ખૂબ આભાર.16મી બ્રિક્સ સમિટની ક્લોઝ્ડ પ્લેનરીમાં પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ
October 23rd, 03:25 pm
આજના અદ્ભુત સંગઠન, મીટિંગ માટે હું રાષ્ટ્રપતિ પુતિનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રીએ 16માં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લીધો
October 23rd, 03:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કઝાનમાં રશિયાની અધ્યક્ષતામાં આયોજિત 16માં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો.ભારત અને યુનાઇટેડ સ્ટેટસ તરફથી સંયુક્ત નિવેદન
September 08th, 11:18 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેની નજીકની અને કાયમી ભાગીદારીની પુનઃ પુષ્ટિ કરતાં આજે યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ જોસેફ આર. બાઇડેન જુનિયરનું ભારતમાં સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીની જૂન 2023ની વોશિંગ્ટન ઐતિહાસિક મુલાકાતની વિક્રમી સિદ્ધિઓને અમલમાં મૂકવા માટે ચાલી રહેલી નોંધપાત્ર પ્રગતિ માટે નેતાઓએ તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી.15મી બ્રિક્સ સમિટમાં પ્રધાનમંત્રીની ભાગીદારી
August 23rd, 08:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટ 2023ના રોજ જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં યોજાયેલી 15મી BRICS સમિટમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી શ્રીએ બીજી વૈશ્વિક કોવિડ વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો
May 12th, 06:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અગાઉ યુએસએના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન જુનિયરના આમંત્રણ પર બીજી વૈશ્વિક કોવિડ વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો. 'પ્રિવેન્ટિંગ પેન્ડેમિક ફેટિગ એન્ડ પ્રાયોરિટાઈઝિંગ પ્રિપેર્ડનેસ' વિષય પર સમિટના પ્રારંભિક સત્રમાં પ્રધાનમંત્રીએ તેમની ટિપ્પણીઓ આપી હતી.છઠ્ઠા ભારત- જર્મની આંતર સરકારી વાર્તાલાપનું સંયુક્ત નિવેદન
May 02nd, 08:28 pm
આજે, સંઘીય જર્મની પ્રજાસત્તાક અને ભારત પ્રજાસત્તાકની સરકારોએ સંઘીય ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સહ-અધ્યક્ષતા હેઠળ આંતર-સરકારી વાર્તાલાપના છઠ્ઠા રાઉન્ડનું આયોજન કર્યું હતું. આ વાર્તાલાપમાં બંને નેતાઓ ઉપરાંત, બંને દેશોના મંત્રીઓ સહિતના બે પ્રતિનિધિમંડળ જોડાયા હતા જેમાં અન્ય પરિશિષ્ટમાં ઉલ્લેખ કરેલા લાઇન- મંત્રાલયોના ઉચ્ચ પ્રતિનિધિઓ પણ સામેલ હતા.વૈશ્વિક કોવિડ-19 શિખર બેઠકમાં પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ: મહામારીનો અંત લાવીએ અને વધુ સારી આરોગ્ય સલામતીના નિર્માણના હવે પછીના કદમ માટે તૈયાર થઈએ
September 22nd, 09:40 pm
કોવિડ-19 મહામારી અભૂતપૂર્વ વિક્ષેપ બની રહી. અને, એ હજી સમાપ્ત થઈ નથી. વિશ્વભરમાં હજુ ઘણા હિસ્સાઓમાં રસીકરણ બાકી છે. એટલે જ રાષ્ટ્રપતિ શ્રી બાઇડેન દ્વારા આ પહેલ સમયસરની અને આવકાર્ય છે.વિદેશમાં ભારતીય મિશનના વડાઓ અને વેપાર તથા વાણિજ્ય ક્ષેત્રના હિસ્સેદારો સાથે સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 06th, 06:31 pm
કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગી ગણ. દુનિયાભરમાં સેવા આપી રહેલા રાજદૂતો, હાઈ કમિશનર્સ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ અધિકારીગણ. અલગ અલગ એક્સપોર્ટ કાઉન્સિલ તથા ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્સ્ટ્રીના તમામ નેતાગણ. દેવીઓ અને સજ્જનો. આ સમયગાળો સ્વતંત્રતાના અમૃત મહોત્સવનો છે. આ સમયગાળો આઝાદીના 75 વર્ષમાં આપણી સ્વતંત્રતાની ઉજવણનો તો છે જ, કરવાનું તો છે જ પણ સાથે સાથે ભવિષ્યના ભારત માટે એક સ્પષ્ટ વિઝન અને રોડમેપના નિર્માણનો પણ અવસર છે. તેમાં આપણી નિકાસની મહત્વાકાંક્ષાનો અને તેમાં તમારા તમામ સાથીઓના જોડાણ, પહેલ, તમારી ભૂમિકા ઘણી મહત્વની છે. આજે જે વૈશ્વિક સ્તરે થઈ રહ્યું છે તેમાં હું માનું છું કે આપણે તમામ તથા અહીં મારી સમક્ષ ઉપસ્થિત જે લોકો છે તે સૌ તેનાથી વઘારે માહિતગાર છે. આજે ફિઝિકલ, ટેકનોલોજીકલ અને ફાઇનાન્સિયલ જોડાણને કારણે દુનિયા દિન પ્રતિદિન નાની બનતી જાય છે. આ સંજોગોમાં આપણી નિકાસના વ્યાપ માટે દુનિયાભરમાં નવી સંભાવનાઓ બની રહી છે. અને હું સમજું છું કે મારા કરતાં પણ તમે બધા તેનાથી અનુભવી અને પારખું છો. હું આપ સૌને આ પહેલ માટે અને આવી રીતે બંને પક્ષની વાતો રજૂ કરવા માટે જે તક મળી છે તેના માટે અભિનંદન પાઠવું છું. તમે તમામે નિકાસને લઈને આપણી મહત્વાકાંક્ષાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે જે ઉત્સાહ, આશાવાદ અને પ્રતિબદ્ધતા દાખવી છે તે પણ પ્રશંસનીય છે.પ્રધાનમંત્રીએ વિદેશમાં ભારતીય મિશનના વડાઓ અને વેપાર તેમજ વાણિજ્ય ક્ષેત્રના હિતધારકો સાથે વાતચીત કરી
August 06th, 06:30 pm
આ પ્રકારની પહેલવહેલી પહેલ કરીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વિદેશમાં ભારતીય મિશનોના વડાઓ અને વેપાર તેમજ વાણિજ્ય ક્ષેત્રના હિતધારકો સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને વિદેશ મંત્રી પણ આ વાતચીતમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વાતચીતમાં વીસથી વધુ વિભાગોના સચિવો, રાજ્ય સરકારના અધિકારીઓ, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સના સભ્યો અને ચૅમ્બર ઑફ કૉમર્સના સભ્યો પણ સામેલ થયા હતા.47મી G7 શિખર પરિષદના પ્રથમ સંપૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીએ ભાગ લીધો
June 12th, 11:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 47મી G7 શિખર પરિષદના પ્રથમ સંપૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીએ ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માનનીય સ્કોટ મોરિસન એમપી વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો
May 07th, 02:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માનનીય શ્રી સ્કોટ મોરિસન એમપી સાથે ટેલિફોનિક સંવાદ કર્યો હતો.Finalisation of the BRICS Counter Terrorism Strategy an important achievement: PM
November 17th, 05:03 pm
In his intervention during the BRICS virtual summit, PM Narendra Modi expressed his contentment about the finalisation of the BRICS Counter Terrorism Strategy. He said it is an important achievement and suggested that NSAs of BRICS member countries discuss a Counter Terrorism Action Plan.વર્ચ્યુઅલ બ્રિક્સ સમિટ-2020ના પ્રારંભે પ્રધાનમંત્રીનું સંબોધન
November 17th, 05:02 pm
આ વર્ષની સમિટનો વિષય “વૈશ્વિક સ્થિરતા, પરસ્પરની સુરક્ષા અને નવીન વૃધ્ધિ માટે ભાગીદારી” પ્રાસંગિક તો છે જ, પરંતુ તેમાં લાંબા ગાળાનું વિઝન પણ સામેલ છે. વિશ્વમાં મહત્વના જિયો-સ્ટ્રેટેજીક પરિવર્તનો આવી રહ્યાં છે, ત્યારે તેની અસર સ્થિરતા, સુરક્ષા અને વૃધ્ધિ ઉપર પડતી રહેવાની છે અને આ ત્રણેય ક્ષેત્રોમાં બ્રિક્સની ભૂમિકા મહત્વની બની રહેવાની છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 12 મી બ્રિક્સ સમિટમાં ઉપસ્થિત રહીને ભારતનું નેતૃત્વ કર્યું
November 17th, 04:00 pm
વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા 17 નવેમ્બર 2020ના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અધ્યક્ષતામાં યોજાયેલ 12મી બ્રિક્સ સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની ભાગીદારીનું નેતૃત્વ કર્યું હતું. સમિટની થીમ વૈશ્વિક સ્થિરતા, પારસ્પરિક સુરક્ષા અને વૃદ્ધિમાં નવીનતા હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા પણ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કોરિયાના રાષ્ટ્રપતિ મહામહિમ મુન જે-ઇન વચ્ચે ટેલીફોનિક સંવાદ
October 21st, 03:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોરિયાના રાષ્ટ્રપતિ મહામહિમ મુન જે-ઇન સાથે ફોન પર વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ 11મી બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ સાથે મુલાકાત યોજી
November 14th, 10:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 13 નવેમ્બર 2019 ના રોજ બ્રાઝીલિયા ખાતે 11 મી બ્રિક્સ સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ સાથે મુલાકાત યોજી હતી.જી20 શિખર સંમેલનનાભાગરૂપે બ્રિક્સદેશોનાંનેતાઓ વચ્ચે યોજાયેલી અનૌપચારિક બેઠકનું સંયુક્ત નિવેદન
June 28th, 07:44 pm
At the BRICS meet on the sidelines of the G20 Summit in Osaka, Japan, the member countries (Brazil, Russia, India, China and South Africa) vowed to cooperate on vital issues including international trade, science and technology, infrastructure, climate change, healthcare, counter-terrorism measures, global economy and more.જી20 શિખર સંમેલન દરમિયાન બ્રિક્સ નેતાઓની બેઠકમાં પ્રધાનમંત્રીનુંવક્તવ્ય
June 28th, 11:29 am
સૌપ્રથમ હું રાષ્ટ્રપતિ બોલ્સનારોને બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવવા માટે અભિનંદન પાઠવું છું. અને બ્રિક્સ પરિવારમાં એમનું હું સ્વાગત કરું છું. હું રાષ્ટ્રપતિ બોલ્સનારોને આ બેઠકનાં આયોજન માટે હાર્દિક ધન્યવાદ પણ આપું છું. આ પ્રસંગે અમારા મિત્ર રામાફોસાને દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ પુનઃ ચૂંટાવા બદલ અભિનંદન અને શુભકામનાઓ આપું છું.