અતિશય ગરીબનો વિકાસ એજ શાંતિનું ચિન્હ છે: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી
October 28th, 11:30 am
મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદીએ સરદાર પટેલના દેશ પ્રત્યેના અમુલ્ય ફાળા વિષે વાત કરી હતી. તેમણે 'સ્ટેચ્યુ ઓફ લિબર્ટી' નો ઉલ્લેખ કર્યો હતો જે એ મહાન નેતાને સાચી અંજલિ હશે. વડાપ્રધાન મોદીએ એશિયન પેરા ગેમ્સ અને સમર ઓલિમ્પિક્સના ખેલાડીઓ સાથેની તેમની મુલાકાતને યાદ કરી હતી. તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમ્યાન વીરતાથી લડનાર અને પોતાનું સર્વોચ્ચ બલીદાન આપનાર વીર સૈનિકોને પણ યાદ કર્યા હતા.હાઈફામાં ભારતની યુધ્ધ યાદગારની મુલાકાત લેતા વડાપ્રધાન મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુ
July 06th, 02:00 pm
વડાપ્રધાન મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુએ હાઈફા, ઇઝરાયેલમાં ભારતીય યુધ્ધ યાદગારની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ જેરુસલેમને આઝાદી અપાવવા માટે પ્રથમ વિશ્વયુધ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ આપેલા બલિદાનને અંજલિ આપી હતી. તેમણે મેજર દલપત સિંઘના સ્મરણમાં મુકાયેલી તક્તીનું પણ અનાવરણ કર્યું હતું.