આસામના ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 19th, 08:42 pm
ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં તમારા બધા સાથે જોડાઈને મને ખૂબ જ આનંદ થાય છે. આ વખતે આ ગેમ્સ નોર્થ ઈસ્ટનાં સાત રાજ્યોમાં અલગ-અલગ શહેરોમાં યોજાવા જઈ રહી છે. આ રમતોનો માસ્કોટ પતંગિયા અષ્ટલક્ષ્મીને બનાવવામાં આવ્યો છે. હું ઘણી વાર ઉત્તર-પૂર્વનાં રાજ્યોને ભારતની અષ્ટલક્ષ્મી કહું છું. આ રમતોમાં પતંગિયાને માસ્કોટ બનાવવું એ એ વાતનું પણ પ્રતીક છે કે કેવી રીતે ઉત્તર પૂર્વની આકાંક્ષાઓને નવી પાંખો મળી રહી છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા આવનાર તમામ ખેલાડીઓને હું મારી શુભકામનાઓ આપું છું. દેશના ખૂણે ખૂણેથી આવેલા આપ સૌ ખેલાડીઓએ ગુવાહાટીમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભવ્ય તસવીર બનાવી દીધી છે. તમે જોરદાર રમો, સખત રમો... જાતે જીતો... તમારી ટીમને જીતાડો... અને જો તમે હારી જાઓ તો પણ ટેન્શન ન લો. હારી જઈએ તો પણ અહીંથી ઘણું શીખીને જઈશું.પ્રધાનમંત્રીએ પૂર્વોત્તરના રાજ્યોમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સને સંબોધન કર્યું
February 19th, 06:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો સંદેશ મારફતે પૂર્વોત્તરના સાત રાજ્યોમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ એટલે કે અષ્ટલક્ષ્મીના મેસ્કોટને બટરફ્લાયના આકારની યાદ અપાવી હતી. પ્રધાનમંત્રીએ અવારનવાર પૂર્વોત્તર રાજ્યોને અશ્તાલક્ષી કહેતા કહ્યું હતું કે, આ રમતોમાં પતંગિયાને માસ્કોટ બનાવવું એ પણ દર્શાવે છે કે કેવી રીતે પૂર્વોત્તરની આકાંક્ષાઓને નવી પાંખો મળી રહી છે.ગોવામાં 37મા રાષ્ટ્રીય રમતોત્સવનાં શુભારંભ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
October 26th, 10:59 pm
ગોવાના રાજ્યપાલ શ્રીમાન પી એસ શ્રીધરન પિલ્લઈજી, અહીંના લોકપ્રિય અને યુવાન, ઊર્જાવંત મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંદજી, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા અન્ય સાથીદારો, મંચ પર ઉપસ્થિત અન્ય જનપ્રતિનિધિઓ, ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ બહેન પી ટી ઉષાજી, દેશના ખૂણેખૂણામાંથી આવેલા મારા તમામ ખેલાડી સાથીદારો, તેમને સાથસહકાર આપતા કર્મચારીઓ, અન્ય પદાધિકારીઓ અને નવયુવાન મિત્રો, ભારતીય ખેલના મહાકુંભની મહાસફર આજે ગોવી આવી ગઈ છે. દરેક તરફ રંગ છે..તરંગ છે...રોમાંચ છે...એક પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. ગોવાની હવાની વાત જ અલગ છે. તમને તમામને 37મા રાષ્ટ્રીય રમતોત્સવ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ, અતિ શુભેચ્છાઓ.પ્રધાનમંત્રી શ્રીએ ગોવામાં 37મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું
October 26th, 05:48 pm
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય રમત-ગમતના મહાકુંભની સફર ગોવામાં આવી પહોંચી છે અને વાતાવરણ રંગો, તરંગો, ઉત્સાહ અને સાહસથી ભરેલું છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગોવાની આભા જેવું બીજું કશું જ નથી. તેમણે ગોવાનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં અને 37માં રાષ્ટ્રીય રમતોત્સવ પર શુભેચ્છાપાઠવી હતી. પ્રધાનમંત્રીએ દેશની રમતગમતમાં ગોવાનાં પ્રદાનને રેખાંકિત કર્યું હતું અને ગોવાનાં ફૂટબોલ પ્રત્યેનાં પ્રેમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, રમતગમતને ચાહતા ગોવામાં રાષ્ટ્રીય રમતો યોજાઈ રહી છે, એ હકીકત સ્વયંમાં ઊર્જાવાન છે.વારાણસીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રી શ્રીના ભાષણનો ટેક્સ્ટ
September 23rd, 02:11 pm
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ જી, મંચ પર બેઠેલા યુપી સરકારના અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત દેશના ખેલ જગત સાથે સંકળાયેલા તમામ વરિષ્ઠ મહાનુભાવો અને મારા પ્રિય કાશીના પરિવારના સભ્યો. .પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો
September 23rd, 02:10 pm
અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ફરી એક વખત વારાણસીની મુલાકાત લેવાની તક મળતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ શહેરનો આનંદ શબ્દોથી પર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગયા મહિનાની 23મી તારીખે જ્યાં ચંદ્રયાને ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું, એ ચંદ્રના શિવ શક્તિ પોઇન્ટ પર ભારત પહોંચ્યાનાં બરાબર એક મહિના પછી તેઓ એ જ દિવસે કાશીની મુલાકાત લઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શિવ શક્તિનું એક સ્થળ ચંદ્ર પર છે, જ્યારે બીજું સ્થળ કાશીમાં છે, તેમણે આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ દરેકને અભિનંદન આપ્યાં હતાં.'મન કી બાત' (104મો એપિસોડ) પ્રસારણ તારીખ: 27.08.2023
August 27th, 11:30 am
મારા પ્રિય પરિવારજનો નમસ્કાર! ‘મન કી બાત’ના ઓગસ્ટ એપિસોડમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મને યાદ નથી કે શ્રાવન મહિનામાં 'મન કી બાત' કાર્યક્રમ બે વાર યોજાયો હોય એવું ક્યારેય બન્યું હોય, પણઆ વખતે પણ એવું જ થઈ રહ્યું છે.શ્રાવન એટલે મહાશિવનો મહિનો, ઉત્સવ અને ઉલ્લાસનો મહિનો. ચંદ્રયાનની સફળતાએ આ ઉજવણીના વાતાવરણમાં અનેકગણો વધારો કર્યો છે.ચંદ્રયાનને ચંદ્ર સુધી પહોંચ્યે ત્રણ દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ સફળતા એટલી મોટી છે કે તેના વિશે જેટલી ચર્ચા થાય એટલી ઓછી છે. આજે જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે મને મારી એક જૂની કવિતાની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે...પ્રધાનમંત્રી શ્રીએ ચીનમાં આયોજિત 31મી વિશ્વ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય રમતવીરોના પ્રદર્શનની પ્રશંસા કરી
August 08th, 08:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 31મી વિશ્વ યુનિવર્સિટી ગેમ્સમાં 11 ગોલ્ડ, 5 સિલ્વર અને 10 બ્રોન્ઝ સહિત 26 મેડલ જીતીને વિક્રમજનક રીતે ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે 1959માં તેની શરૂઆતથી વિશ્વ યુનિવર્સિટી ગેમ્સમાં આ ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે અને આ સફળતા માટે રમતવીરો, તેમના પરિવારો અને કોચને અભિનંદન આપ્યા હતા.