પ્રધાનમંત્રી 16મી ફેબ્રુઆરીના રોજ TERIની વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં ઉદ્ઘાટન સંબોધન કરશે
February 15th, 11:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી ફેબ્રુઆરી, 2022ના રોજ સાંજે લગભગ 6 વાગ્યે ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI) વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં વિડિયો સંદેશ દ્વારા ઉદ્ઘાટન સંબોધન કરશે.પ્રધાનમંત્રી 10 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે
February 08th, 05:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીના રોજ સાંજે 6.30 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ 2021નું ઉદ્ઘાટન કરશે. આ સમિટનો વિષય છે – ‘આપણા સામાન્ય ભવિષ્યને નવેસરથી પરિભાષિત કરવું: તમામ માટે સલામત અને સુરક્ષિત પર્યાવરણ.’ આ પ્રસંગે ગયાનાના પ્રમુખ મહામહિમ ડો. મોહમ્મદ ઇરફાન અલી, પાપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રી માનનીય જેમ્સ મરાપે, પ્રજાસત્તાક માલ્દિવ્સની સંસદ પીપલ્સ મજલિસના અધ્યક્ષ શ્રી મોહમ્મદ નાશીદ, સંયુક્ત રાષ્ટ્રના નાયબ મહાસચિવ શ્રીમતી અમીના જે મોહમ્મદ તથા ભારતના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહેશે.વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ (ડબલ્યુએસડીએસ 2018)નાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ
February 16th, 11:30 am
મને આજે અહીં વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટનું ઉદઘાટન કરવાની ખુશી છે. જે લોકો આપણી સાથે પરદેશમાંથી જોડાયા છે તેમનું ભારતમાં સ્વાગત છે, દિલ્હીમાં સ્વાગત છે.પ્રધાનમંત્રી આવતીકાલે વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ 2018નું ઉદ્ઘાટન કરશે
February 15th, 03:04 pm
પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરી ને શુક્રવારે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ (ડબલ્યુએસડીએસ) 2018નું ઉદ્ઘાટન કરશે. ડબલ્યુએસડીએસ, ધ એનર્જી એન્ડ રિસોર્સીસ ઇન્સ્ટિટ્યૂટ (ટેરી)નો મુખ્ય મંચ છે અને સ્થાયી વિકાસ, ઊર્જા અને પર્યાવરણનાં ક્ષેત્રોમાં વૈશ્વિક આગેવાનો અને વિચારકોને એક મંચ પર લાવવા ઇચ્છે છે.