પ્રધાનમંત્રીએ દુબઈ 2024માં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ દરમિયાન મેડાગાસ્કર પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
February 14th, 02:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ દરમિયાન મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એન્ડ્રી રાજોએલીના સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી.વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
February 14th, 02:30 pm
વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં મુખ્ય ભાષણ આપવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. અને મને બીજી વખત આ સૌભાગ્ય મળી રહ્યું છે. આ આમંત્રણ અને ઉષ્માભર્યા સ્વાગત માટે હું મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ જીનો ખૂબ આભારી છું. હું મારા ભાઈ હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદનો પણ આભાર વ્યક્ત કરું છું. મને તાજેતરના સમયમાં ઘણી વખત તેમને મળવાની તક મળી છે. તેઓ માત્ર વિઝનના નેતા જ નહીં પણ સંકલ્પના નેતા અને પ્રતિબદ્ધતાના નેતા પણ છે.વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટ 2024માં પ્રધાનમંત્રીની સહભાગિતા
February 14th, 02:09 pm
મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંરક્ષણ પ્રધાન અને દુબઈના શાસકના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરી 2024ના રોજ દુબઈમાં વિશ્વ સરકારોની સમિટમાં ગેસ્ટ ઑફ ઓનર તરીકે ભાગ લીધો હતો. તેમણે સમિટની થીમ - શેપિંગ ધ ફ્યુચર ગવર્મેન્ટ્સ પર વિશેષ મુખ્ય ભાષણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ 2018માં વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટમાં, ગેસ્ટ ઓફ ઓનર તરીકે પણ હાજરી આપી હતી. આ વખતે સમિટમાં 20 વિશ્વ નેતાઓની સહભાગિતા જોવા મળી હતી, જેમાં વૈશ્વિક મેળાવડામાં 10 રાષ્ટ્રપતિઓ અને 10 પ્રધાનમંત્રીઓ, 120થી વધુ દેશોની સરકારો અને પ્રતિનિધિઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું.