ભારત અને સ્વીડન COP-28 ખાતે ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન માટે લીડરશીપ ગ્રૂપના ફેઝ-2નું સહ-યજમાન છે
December 01st, 08:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મળીને મહામહિમ સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી ઉલ્ફ ક્રિસ્ટરસને, દુબઈમાં COP-28 ખાતે 2024-26 સમયગાળા માટે લીડરશીપ ગ્રૂપ ફોર ઈન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન (LeadIT 2.0) ના તબક્કા-IIનો સહ-પ્રારંભ કર્યો.વર્લ્ડ ક્લાઇમેટ એક્શન સમિટ માટે યુએઈની મુલાકાત અગાઉ પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
November 30th, 05:44 pm
મારા બંધુ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન, યુએઈના રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસકના આમંત્રણ પર, હું 1 ડિસેમ્બર, 2023ના રોજ સીઓપી-28 ની વર્લ્ડ ક્લાઇમેટ એક્શન સમિટમાં ભાગ લેવા માટે દુબઈની યાત્રા કરી રહ્યો છું. મને એ જોઈને આનંદ થાય છે કે આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ યુએઈના પ્રેસિડેન્સી હેઠળ યોજાઈ રહ્યો છે, જેઓ આબોહવા અંગેની કાર્યવાહીના ક્ષેત્રમાં ભારત માટે મહત્ત્વપૂર્ણ ભાગીદાર રહ્યા છે.