ગોવામાં 9મી વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસનાં સમાપન સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 11th, 04:15 pm

હું ગોવાની આ સુંદર ભૂમિ પર વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસ માટે દેશ-વિદેશથી આવેલા આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસની સફળતા માટે હું આપ સૌને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ કાર્યક્રમ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે ભારતની આઝાદીના અમૃતકાળની યાત્રા શરૂ થઇ છે. પોતાનાં જ્ઞાન, વિજ્ઞાન અને સાંસ્કૃતિક અનુભવ દ્વારા વિશ્વનાં કલ્યાણ માટેનો સંકલ્પ અમૃતકાળનું એક મોટું લક્ષ્ય છે. અને, આયુર્વેદ આ માટે એક મજબૂત અને અસરકારક માધ્યમ છે. ભારત આ વર્ષે જી-20 ગ્રુપની અધ્યક્ષતા અને યજમાની પણ કરી રહ્યું છે. અમે જી-20 સમિટની થીમ પણ રજૂ કરી છે – One Earth, One Family, One Future! એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય! વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસનાં આ આયોજનમાં આપ સૌ આવા વિષયો પર ચર્ચા કરશો, સમગ્ર વિશ્વનાં સ્વાસ્થ્ય માટે ચર્ચા કરશો. મને પ્રસન્નતા છે કે દુનિયાના 30થી વધુ દેશોએ આયુર્વેદને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનાં રૂપમાં માન્યતા આપી છે. આપણે સાથે મળીને તેને વધુને વધુ દેશોમાં લઈ જવાનું છે, આપણે આયુર્વેદને માન્યતા અપાવવાની છે.

PM addresses valedictory function of 9th World Ayurveda Congress

December 11th, 04:00 pm

PM Modi addressed the valedictory function of the 9th World Ayurveda Congress. He also inaugurated three National Ayush Institutes. Dwelling upon the philosophical underpinnings of Ayurveda the PM said, Ayurveda goes beyond treatment and promotes wellness, as he pointed out that the world is shifting towards this ancient way of life after going through various changes in trends.