ઉત્તર પ્રદેશના બસ્તીમાં બીજા સાંસદ ખેલ મહાકુંભના ઉદ્ઘાટન પ્રસંગે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
January 18th, 04:39 pm
યુપીના મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, સંસદમાં મારા સાથી આપણા યુવા મિત્ર ભાઈ હરીશ દ્વિવેદીજી, વિવિધ રમતોના ખેલાડીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, અન્ય તમામ લોકપ્રતિનિધિઓ, અન્ય સૌ વરિષ્ઠ મહાનુભવો અને વિશાળ સંખ્યામાં હું જોઈ રહ્યો છું કે, ચારે બાજુ નવયુવાનો જ નવયુવાનો છે. મારાં વહાલાં ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બસ્તી જિલ્લામાં સાંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું
January 18th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. 2021થી બસ્તીના સંસદસભ્ય શ્રી હરીશ દ્વિવેદી દ્વારા બસ્તી જિલ્લામાં સંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ કુસ્તી, કબડ્ડી, ખો ખો, બાસ્કેટબોલ, ફૂટબોલ, હોકી, વોલીબોલ જેવી ઇન્ડોર અને આઉટડોર બંને રમતોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે છે. હેન્ડબોલ, ચેસ, કેરમ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ વગેરે ઉપરાંત ખેલ મહાકુંભ દરમિયાન નિબંધ લેખન, ચિત્રકામ, રંગોળી બનાવવા વગેરે સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે.