બિહારના જમુઈમાં જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
November 15th, 11:20 am
બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, બિહારના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી જુઆલ ઓરાઓનજી, જીતન રામ માંઝીજી, ગિરિરાજ સિંહજી, ચિરાગ પાસવાનજી, દુર્ગાદાસ ઉઇકેજી અને અમે ભાગ્યશાળી છીએ કે બિરસા મુંડાજીના પરિવારના વંશજો આજે આપણી વચ્ચે છે, આમ તો આજે અહીં એક મોટી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવારના અન્ય તમામ સભ્યો પૂજામાં વ્યસ્ત છે, છતાં બુદ્ધરામ મુંડાજી આપણી વચ્ચે આવ્યા, એ જ રીતે અમે ભાગ્યશાળી છીએ કે સિદ્ધુ કાન્હુજીના વંશજ મંડલ મુર્મુજી પણ આપણી સાથે છે અને મારા માટે ખુશીની વાત છે કે આજે જો હું કહું કે આપણા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં આજે જો કોઈ વરિષ્ઠ નેતા છે તો તે આપણા કરિયા મુંડાજી છે. એક સમયે લોકસભાના ડેપ્યુટી સ્પીકર હતા. તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને આજે પણ તેઓ લોકોને માર્ગદર્શન આપે છે. અને જેમ કે આપણા જુઆલ ઓરાઓનજીએ કહ્યું કે તે મારા માટે પિતા સમાન છે. આવા વરિષ્ઠ કરિયા મુંડાજી આજે ખાસ કરીને ઝારખંડથી અહીં આવ્યા છે. બિહારના નાયબ મુખ્યમંત્રી, મારા મિત્ર ભાઈ વિજય કુમાર સિંહાજી, ભાઈ સમ્રાટ ચૌધરીજી, બિહાર સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ, દેશના ખૂણે ખૂણેથી આવેલા તમામ મહાનુભાવો અને જમુઈના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસના અવસરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીની શરૂઆત કરી
November 15th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતીય ગૌરવ દિવસનાં પ્રસંગે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો તથા બિહારનાં જમુઇમાં આશરે રૂ. 6,640 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને ઉદઘાટન કર્યું હતું.18મી પૂર્વ એશિયા શિખર પરિષદ પ્રસંગે પ્રધાનમંત્રીની ટિપ્પણી
September 07th, 01:28 pm
મને ફરી એક વાર ઇસ્ટ એશિયા સમિટમાં સહભાગી થવાની ખુશી છે. હું રાષ્ટ્રપતિ વિડોડોને તેમના ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું. વધુમાં, હું આ બેઠકમાં ઓબ્ઝર્વર તરીકે તિમોર-લેસ્ટેના પ્રધાનમંત્રી મહામહિમ ઝાનાના ગુસ્માઓનું પણ હાર્દિક સ્વાગત કરું છું.20મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 18મી ઈસ્ટ એશિયા સમિટમાં પ્રધાનમંત્રીની સહભાગિતા
September 07th, 11:47 am
ASEAN-ભારત સમિટમાં, પ્રધાનમંત્રીએ ASEAN-ભારત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને તેના ભાવિ માર્ગની રચના કરવા પર ASEAN ભાગીદારો સાથે વિસ્તૃત ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ ઈન્ડો-પેસિફિકમાં આસિયાનની કેન્દ્રિયતાની પુનઃ પુષ્ટિ કરી અને ભારતના ઈન્ડો-પેસિફિક મહાસાગરની પહેલ (IPOI) અને ઈન્ડો-પેસિફિક (AOIP) પર આસિયાનના આઉટલુક વચ્ચેની સિનર્જીને પ્રકાશિત કરી. તેમણે ASEAN-India FTA (AITIGA)ની સમીક્ષા સમયબદ્ધ રીતે પૂર્ણ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.20મી આસિયાન-ભારત સમિટમાં પ્રધાનમંત્રીની શરૂઆતની ટિપ્પણી
September 07th, 10:39 am
આ સંદર્ભે, ભારત-આસિયાન શિખર સંમેલનની સહ-અધ્યક્ષતાથી મને ઘણો આનંદ થાય છે.15મી બ્રિક્સ સમિટમાં પીએમનું નિવેદન
August 23rd, 03:30 pm
જોહાનિસબર્ગના સુંદર શહેરમાં ફરી એક વખત આવવું એ મારા અને મારા પ્રતિનિધિમંડળ માટે ખૂબ જ આનંદની વાત છે.જી20 આરોગ્ય મંત્રીઓની બેઠકમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
August 18th, 02:15 pm
ગાંધીજીએ આરોગ્યને એટલો મહત્ત્વનો મુદ્દો માન્યો કે તેમણે આ વિષય પર ''કી ટુ હેલ્થ'' નામનું પુસ્તક લખ્યું. તેમણે કહ્યું હતું કે, સ્વસ્થ હોવું એટલે વ્યક્તિનાં મન અને શરીર સંવાદિતા અને સંતુલનની સ્થિતિમાં હોય. ખરેખર, આરોગ્ય એ જીવનનો પાયો છે. ભારતમાં સંસ્કૃતમાં આપણી એક કહેવત છે :પ્રધાનમંત્રી શ્રીએ જી20 આરોગ્ય મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું
August 18th, 01:52 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારતમાં હેલ્થકેર ક્ષેત્ર સાથે સંકળાયેલા 2.1 મિલિયન ડૉક્ટર્સ, 35 લાખ નર્સો, 1.3 મિલિયન પેરામેડિક્સ, 1.6 મિલિયન ફાર્માસિસ્ટ્સ અને લાખો અન્ય લોકો વતી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.પ્રધાનમંત્રી શ્રીએ WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસનું ભારતમાં સ્વાગત કર્યું
August 16th, 02:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસનું ભારતમાં સ્વાગત કર્યું છે. શ્રી મોદીએ ડૉ. ટેડ્રોસ માટે 'તુલસીભાઈ' નામનો ઉપયોગ કર્યો, જે નામ પ્રધાનમંત્રીએ તેમની છેલ્લી મુલાકાતમાં ડિરેક્ટર જનરલને આપ્યું હતું.ગોવામાં 9મી વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસનાં સમાપન સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 11th, 04:15 pm
હું ગોવાની આ સુંદર ભૂમિ પર વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસ માટે દેશ-વિદેશથી આવેલા આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસની સફળતા માટે હું આપ સૌને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ કાર્યક્રમ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે ભારતની આઝાદીના અમૃતકાળની યાત્રા શરૂ થઇ છે. પોતાનાં જ્ઞાન, વિજ્ઞાન અને સાંસ્કૃતિક અનુભવ દ્વારા વિશ્વનાં કલ્યાણ માટેનો સંકલ્પ અમૃતકાળનું એક મોટું લક્ષ્ય છે. અને, આયુર્વેદ આ માટે એક મજબૂત અને અસરકારક માધ્યમ છે. ભારત આ વર્ષે જી-20 ગ્રુપની અધ્યક્ષતા અને યજમાની પણ કરી રહ્યું છે. અમે જી-20 સમિટની થીમ પણ રજૂ કરી છે – One Earth, One Family, One Future! એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય! વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસનાં આ આયોજનમાં આપ સૌ આવા વિષયો પર ચર્ચા કરશો, સમગ્ર વિશ્વનાં સ્વાસ્થ્ય માટે ચર્ચા કરશો. મને પ્રસન્નતા છે કે દુનિયાના 30થી વધુ દેશોએ આયુર્વેદને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનાં રૂપમાં માન્યતા આપી છે. આપણે સાથે મળીને તેને વધુને વધુ દેશોમાં લઈ જવાનું છે, આપણે આયુર્વેદને માન્યતા અપાવવાની છે.PM addresses valedictory function of 9th World Ayurveda Congress
December 11th, 04:00 pm
PM Modi addressed the valedictory function of the 9th World Ayurveda Congress. He also inaugurated three National Ayush Institutes. Dwelling upon the philosophical underpinnings of Ayurveda the PM said, Ayurveda goes beyond treatment and promotes wellness, as he pointed out that the world is shifting towards this ancient way of life after going through various changes in trends.Our youth should be skilled, confident and practical, NEP is preparing the ground for this: PM Modi
July 07th, 02:46 pm
PM Modi inaugurated Akhil Bhartiya Shiksha Samagam on implementation of the National Education Policy in Varanasi. The Prime Minister said that the basic premise of the National Education Policy was to take education out of narrow thinking and connect it with the modern ideas of the 21st century.PM inaugurates Akhil Bhartiya Shiksha Samagam on implementation of NEP
July 07th, 02:45 pm
PM Modi inaugurated Akhil Bhartiya Shiksha Samagam on implementation of the National Education Policy in Varanasi. The Prime Minister said that the basic premise of the National Education Policy was to take education out of narrow thinking and connect it with the modern ideas of the 21st century.જર્મનીમાં G7 સમિટમાં 'સ્ટ્રોંગર ટુગેધર: એડ્રેસિંગ ફૂડ સિક્યુરિટી એન્ડ એડવાન્સિંગ જેન્ડર ઇક્વાલિટી' પરના સત્રમાં પ્રધાનમંત્રીની ટિપ્પણીનો અંગ્રેજી અનુવાદ
June 27th, 11:59 pm
અમે વૈશ્વિક તણાવના વાતાવરણ વચ્ચે મળી રહ્યા છીએ. ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં પણ અમે વાતચીત અને કૂટનીતિના માર્ગ માટે સતત વિનંતી કરી છે. આ ભૌગોલિક રાજકીય તણાવની અસર માત્ર યુરોપ સુધી મર્યાદિત નથી. ઊર્જા અને અનાજની વધતી કિંમતો તમામ દેશોને અસર કરી રહી છે. વિકાસશીલ દેશોની ઊર્જા અને સુરક્ષા ખાસ કરીને જોખમમાં છે. આ પડકારજનક સમયમાં ભારતે જરૂરિયાતમંદ ઘણા દેશોને અનાજ પૂરું પાડ્યું છે. અમે છેલ્લા કેટલાક મહિનામાં અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાય તરીકે લગભગ 35,000 ટન ઘઉં મોકલ્યા છે. અને ત્યાં ભારે ધરતીકંપ પછી પણ ભારત રાહત સામગ્રી પહોંચાડનાર પ્રથમ દેશ હતો. અમે અમારા પાડોશી શ્રીલંકાને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ મદદ કરી રહ્યા છીએ.જર્મનીમાં G7 શિખર સંમેલનમાં ‘બહેતર ભવિષ્યમાં રોકાણ: આબોહવા, ઊર્જા, આરોગ્ય’ પર યોજાયેલા સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 27th, 07:47 pm
જર્મનીમાં G7 શિખર સંમેલનમાં ‘બહેતર ભવિષ્યમાં રોકાણ: આબોહવા, ઊર્જા, આરોગ્ય’ પર યોજાયેલા સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠમ્યુનિક, જર્મનીમાં ભારતીય સમુદાયના સ્વાગત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 26th, 06:31 pm
મને કહેવામાં આવ્યું કે તમારામાંથી ઘણા દૂર દૂરથી લાંબી મુસાફરી કરીને આજે અહીં આવ્યા છે. હું તમારા બધામાં ભારતની સંસ્કૃતિ, એકતા અને બંધુત્વની ભાવના જોઉં છું. હું તમારો પ્રેમ ક્યારેય ભૂલી શકતો નથી. તમારા આ પ્રેમ માટે, આ ઉત્સાહ અને ઉમંગ માટે, મને ખાતરી છે કે ભારતમાં જેમણે પણ આ સમાચાર જોયા હશે તેમની છાતી ગર્વથી ફૂલાઈ જશે.પ્રધાનમંત્રી શ્રીએ જર્મનીના મ્યુનિકમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી
June 26th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મ્યુનિકમાં ઓડી ડોમ ખાતે જર્મનીમાં રહેતા ભારતીય સમુદાયને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો. જર્મનીના ખૂબ જ સક્રિય અને ઉત્સાહી ભારતીય સમુદાયના હજારો સભ્યોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.Transformative changes are taking place in every sector in the emerging 'New India': PM
June 22nd, 06:15 pm
PM Modi addressed the BRICS Business Forum. In his remarks, PM Modi said, Today when the whole world is focusing on post-COVID recovery, then the role of BRICS countries will continue to remain very important again.Prime Minister’s participation in the 14th BRICS Summit
June 21st, 03:00 pm
At the invitation of President Xi Jinping, Prime Minister Shri Narendra Modi will be attending the 14th BRICS Summit hosted by China in virtual format on 23-24 June 2022. This includes a High Level Dialogue on Global Development with guest countries on June 24.અમદાવાદના બોપલમાં IN-SPACe મુખ્યાલયનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 10th, 08:51 pm
નમસ્કાર! કેન્દ્રમાં મંત્રીમંડળમાં મારા સાથીદાર અને આજ મતવિસ્તારના સાંસદ, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, ગુજરાતના લોકપ્રિય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલજી, સંસદમાં મારા સાથી શ્રી સી.આર. પાટીલ, IN-SPACeના ચેરમેન પવન ગોએન્કાજી, સ્પેસ વિભાગના સચિવ શ્રી એસ. સોમનાથજી, ભારતના અવકાશ ઉદ્યોગના તમામ પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.