રાજસ્થાનના સીકર ખાતે શિલાન્યાસ/વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 27th, 12:00 pm
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર, અન્ય તમામ મંત્રીઓ, સંસદમાં મારા સાથીદારો, ધારાસભ્યો અને અન્ય તમામ મહાનુભાવો અને આજે આ કાર્યક્રમમાં દેશના લાખો સ્થળોએ કરોડો ખેડૂતો અમારી સાથે જોડાયા છે. હું રાજસ્થાનની ધરતી પરથી દેશના એ કરોડો ખેડૂતોને પણ નમન કરું છું. અને રાજસ્થાનના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો પણ આજે આ મહત્વના કાર્યક્રમને બિરદાવી રહ્યા છે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનનાં સીકરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
July 27th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં સીકરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં 1.25 લાખથી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (પીએમકેએસકે) દેશને સમર્પિત કરવા, યુરિયા ગોલ્ડનો શુભારંભ – સલ્ફરથી આચ્છાદિત યુરિયાની નવી વિવિધતા ધરાવતું યુરિયા ગોલ્ડ લોન્ચ કરવું, ડિજિટલ કોમર્સ માટે ખુલ્લા નેટવર્ક (ઓએનડીસી) પર 1600 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ)ને ઓનબોર્ડિંગ કરવું, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ આશરે રૂ. 17,000 કરોડનો 14મો હપ્તો 8.5 કરોડ લાભાર્થીઓને આપવો, ચિત્તોડગઢ, ધોલપુર, સિરોહી, સીકર અને શ્રી ગંગાનગરમાં 5 નવી મેડિકલ કોલેજોનું ઉદઘાટન કરીને, બારાન, બુંદી, કરૌલી, ઝુંઝુનુ, સવાઈ માધોપુર, જેસલમેર અને ટોંકમાં 7 મેડિકલ કોલેજો માટે શિલારોપણ કરશે તથા ઉદેપુર, બાંસવાડા, પરસાવાડા, પરપતગઢ અને ડુંગરપુર તથા કેન્દ્રીય વિદ્યાલય તિવરી, જોધપુરમાં સ્થિત 6 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સનું ઉદઘાટન કરશે.વ્હાઇટ હાઉસ આગમન સમારોહમાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
June 22nd, 11:48 pm
શરૂઆતમાં, હું રાષ્ટ્રપતિ બિડેનનો તેમના ઉષ્માભર્યા સ્વાગત અને સમજદાર સંબોધન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.યુએસએના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ બ્રીફિંગમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા પ્રેસ સ્ટેટમેન્ટનો મૂળપાઠ
June 22nd, 11:19 pm
ભારત-યુએસ વેપાર અને રોકાણ ભાગીદારી માત્ર બંને દેશો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ છે. આજે અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. અમે વેપાર સંબંધિત પેન્ડિંગ મુદ્દાઓને સમાપ્ત કરવાનો અને નવી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. ICET, એટલે કે ક્રિટીકલ અને ઇમર્જિંગ ટેક્નોલોજી માટે પહેલ, અમારા ટેકનિકલ સહયોગ માટે એક મહત્વપૂર્ણ માળખું તરીકે ઉભરી આવ્યું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર્સ, સ્પેસ, ક્વોન્ટમ અને ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં અમારો સહયોગ વિસ્તારીને અમે મજબૂત અને ભવિષ્યવાદી ભાગીદારી બનાવી રહ્યા છીએ. માઈક્રોન, ગૂગલ અને એપ્લાઈડ મટિરિયલ્સ જેવી અમેરિકન કંપનીઓનો ભારતમાં રોકાણ કરવાનો નિર્ણય આ ભાવિ ભાગીદારીનું પ્રતીક છે.અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ – ‘હાઉડી મોદી’ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 22nd, 11:59 pm
આભાર, આભાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ખૂબ-ખૂબ આભાર. હાઉડી મારા મિત્રો. આ જે દ્રશ્ય છે, આ જે માહોલ છે, તે અકલ્પનિય છે, અને જ્યારે ટેક્સાસની વાત આવે છે તો દરેક વાત ભવ્ય હોવી, વિશાળ હોવી એ ટેક્સાસના સ્વભાવમાં છે. આજે ટેક્સાસનો ઉત્સાહ અહિં પણ પ્રતિબિંબિત થઇ રહ્યો છે. આ અપાર જનસમૂહની હાજરી માત્ર ગણિત સુધી જ સીમિત નથી. આજે આપણે અહિયાં એક નવા ઈતિહાસને રચાતો જોઈ રહ્યા છીએ અને એક નવું સંયોજન પણ.પ્રધાનમંત્રીએ હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ ‘હાઉડી મોદી’ને સંબોધન કર્યું
September 22nd, 11:58 pm
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેક્સાસના હ્યુસ્ટનમાં એનઆરજી સ્ટેડીયમમાં આયોજિત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં પચાસ હજારથી વધુ લોકોને સંબોધિત કર્યા. પ્રધાનમંત્રીની સાથે આ કાર્યક્રમમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે ટ્રમ્પ પણ સામેલ થયા હતા.અમેરિકાના ઉપરાષ્ટ્રપતિને મળતા વડાપ્રધાન મોદી
June 27th, 12:40 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઈટ હાઉસમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ શ્રી માઈક પેન્સને મળ્યા હતા. બંને નેતાઓએ મુખ્ય ક્ષેત્રોમાં ભારત-અમેરિકાની ભાગીદારીના વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.વ્હાઈટ હાઉસમાં તમારો સાચો મિત્ર બેઠો છે: વડાપ્રધાન મોદીને કહેતા પ્રમુખ ટ્રમ્પ
June 27th, 03:33 am
મીડિયાને સંબોધિત કરતા આજે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વ્હાઈટ હાઉસમાં ભારતનો એક સાચો મિત્ર બેઠો છે. તેમણે ઉમેર્યું હતું કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતાને આવકારતા તેમને ગર્વ થાય છે અને આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધો મજબુત બનાવશે. પ્રમુખ ટ્રમ્પે ભારતના લોકો, સંસ્કૃતિ, વારસો અને પરંપરાની પ્રસંશા કરી હતી. અમેરિકન પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું કે, “ભારત અને અમેરિકા સદાય મિત્ર રહેશે અને એકબીજાનો આદર કરતા રહેશે.”અમે અમેરિકાને મુલ્યવાન ભાગીદાર માનીએ છીએ: વડાપ્રધાન મોદી
June 27th, 03:22 am
અમેરિકન પ્રમુખ સાથેના સંયુક્ત પ્રેસ નિવેદન આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “અમે અમારા મહત્ત્વના કાર્યક્રમોમાં અમેરિકાને મુલ્યવાન ભાગીદાર માનીએ છીએ.” વડાપ્રધાને ટીપ્પણી કરી હતી કે વ્યાપાર, વાણિજ્ય અને રોકાણ, ટેક્નોલોજી, સંશોધન અને આર્થિક જ્ઞાન આ ભારત-અમેરિકા સહકારના મહત્ત્વના ક્ષેત્રો છે.વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા, વ્હાઈટ હાઉસ ખાતે નિર્ણાયક ચર્ચાઓ હાથ ધરી
June 27th, 01:23 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકન પ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. બંને નેતાઓએ દ્વિપક્ષીય તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. મીડિયાને કરેલા ટૂંકા ઉદબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ પ્રમુખ ટ્રમ્પ અને પ્રથમ મહિલાને તેમના હુંફાળા આવકાર બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. વડાપ્રધાને કહ્યું, “પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મને અત્યંત હુંફાળો આવકાર આપ્યો છે. હું તેમના આ આવકારનો ધન્યવાદ કરું છું.