કોલકાતા, પશ્ચિમ બંગાળમાં G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
August 12th, 10:21 am
ભ્રષ્ટાચારની સૌથી વધુ અસર ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને થાય છે. તે સંસાધનોના ઉપયોગને અસર કરે છે. તે બજારોને વિકૃત કરે છે. તેની સેવા વિતરણને અસર થાય છે. અને, આખરે, તે લોકોના જીવનની ગુણવત્તાને ઘટાડે છે. અર્થશાસ્ત્રમાં, કૌટિલ્ય ભારપૂર્વક જણાવે છે કે સરકારનું કર્તવ્ય રાજ્યના સંસાધનોને વધારવાનું છે જેથી તેના લોકોનું મહત્તમ કલ્યાણ થાય. આ ધ્યેય હાંસલ કરવા માટે ભ્રષ્ટાચાર સામે લડવાની જરૂર છે. અને તેથી જ ભ્રષ્ટાચાર સામે લડવું એ આપણા લોકો પ્રત્યેની આપણી પવિત્ર ફરજ છે.પ્રધાનમંત્રીએ જી20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રીસ્તરીય બેઠકને સંબોધન કર્યું
August 12th, 09:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ મારફતે કોલકાતામાં આયોજિત જી20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રીસ્તરીય બેઠકને સંબોધન કર્યું હતું.