મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સિંધિયા શાળાના 125મા સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
October 21st, 11:04 pm
મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ, અહીંના લોકલાડીલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, સિંધિયા સ્કૂલના નિદેશક મંડળના અધ્યક્ષ અને મંત્રીમંડળમાંના મારા સાથીદારો શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, શ્રી નરેન્દ્રસિંહ તોમર, ડૉ. જીતેન્દ્રસિંહ, શાળા સંચાલનના સાથીદારો અને તમામ કર્મચારીઓ, શિક્ષકો તેમજ વાલીઓ અને મારા વ્હાલા યુવાના મિત્રો!પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં સિંધિયા સ્કૂલનાં 125મા સ્થાપના દિવસની ઉજવણીનાં કાર્યક્રમને સંબોધન કર્યું
October 21st, 05:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 'ધ સિંધિયા સ્કૂલ'ના 125મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ શાળામાં 'મલ્ટિપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ'નો શિલાન્યાસ કર્યો હતો અને વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ટોચની સફળતા મેળવનારાઓને શાળાના વાર્ષિક એવોર્ડ એનાયત કર્યા હતા. સિંધિયા સ્કૂલની સ્થાપના 1897માં કરવામાં આવી હતી અને તે એતિહાસિક ગ્વાલિયર કિલ્લાની ટોચ પર છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો સાથે જોડાવા માટે WhatsApp મારા માટે બીજું શક્તિશાળી માધ્યમ બની રહ્યું છે: પ્રધાનમંત્રી શ્રી
October 09th, 06:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે WhatsApp મારા માટે સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો સાથે જોડાવા માટેનું બીજું શક્તિશાળી માધ્યમ બની રહ્યું છે.