આસામના ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 19th, 08:42 pm

ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં તમારા બધા સાથે જોડાઈને મને ખૂબ જ આનંદ થાય છે. આ વખતે આ ગેમ્સ નોર્થ ઈસ્ટનાં સાત રાજ્યોમાં અલગ-અલગ શહેરોમાં યોજાવા જઈ રહી છે. આ રમતોનો માસ્કોટ પતંગિયા અષ્ટલક્ષ્મીને બનાવવામાં આવ્યો છે. હું ઘણી વાર ઉત્તર-પૂર્વનાં રાજ્યોને ભારતની અષ્ટલક્ષ્મી કહું છું. આ રમતોમાં પતંગિયાને માસ્કોટ બનાવવું એ એ વાતનું પણ પ્રતીક છે કે કેવી રીતે ઉત્તર પૂર્વની આકાંક્ષાઓને નવી પાંખો મળી રહી છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા આવનાર તમામ ખેલાડીઓને હું મારી શુભકામનાઓ આપું છું. દેશના ખૂણે ખૂણેથી આવેલા આપ સૌ ખેલાડીઓએ ગુવાહાટીમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભવ્ય તસવીર બનાવી દીધી છે. તમે જોરદાર રમો, સખત રમો... જાતે જીતો... તમારી ટીમને જીતાડો... અને જો તમે હારી જાઓ તો પણ ટેન્શન ન લો. હારી જઈએ તો પણ અહીંથી ઘણું શીખીને જઈશું.

પ્રધાનમંત્રીએ પૂર્વોત્તરના રાજ્યોમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સને સંબોધન કર્યું

February 19th, 06:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો સંદેશ મારફતે પૂર્વોત્તરના સાત રાજ્યોમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ એટલે કે અષ્ટલક્ષ્મીના મેસ્કોટને બટરફ્લાયના આકારની યાદ અપાવી હતી. પ્રધાનમંત્રીએ અવારનવાર પૂર્વોત્તર રાજ્યોને અશ્તાલક્ષી કહેતા કહ્યું હતું કે, આ રમતોમાં પતંગિયાને માસ્કોટ બનાવવું એ પણ દર્શાવે છે કે કેવી રીતે પૂર્વોત્તરની આકાંક્ષાઓને નવી પાંખો મળી રહી છે.

મન કી બાત (કડી-90) પ્રસારણ તારીખ 26.06.2022

June 26th, 11:30 am

આ જ કડીમાં હું આજે તમારી સાથે, દેશનાં એક એવાં જન-આંદોલનની ચર્ચા કરવાં માગું છું જેનું દેશનાં દરેક નાગરિકનાં જીવનમાં ખૂબ મહત્વ છે. પરંતુ એ પહેલાં હું આજની પેઢીનાં નવયુવાનોને, 24-25 વર્ષનાં યુવાનોને, એક સવાલ પૂછવા માંગુ છું અને સવાલ ખૂબ ગંભીર છે, અને મારાં સવાલ પર જરૂરથી વિચાર કરજો. શું તમને ખબર છે કે, તમારાં માતા-પિતા જ્યારે તમારી ઉંમરનાં હતા ત્યારે એક વખત તેમની પાસેથી પણ જીવનનો અધિકાર લઇ લેવામાં આવ્યો હતો! તમે વિચારી રહ્યાં હશો કે, આવું કેવી રીતે થઇ શકે?

મણિપુરમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓના પ્રારંભ અને શિલારોપણ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 04th, 09:45 am

કાર્યક્રમમાં ઉપસ્થિત મણિપુરના ગવર્નર લા ગણેશનજી, મુખ્યમંત્રી શ્રી એન બિરેન સિંહજી, ઉપ મુખ્યમંત્રી વાય જોયકુમાર સિંહજી, કેન્દ્રના મંત્રીમંડળના મારા સહયોગી ભૂપેન્દ્ર યાદવજી, રાજકુમાર રંજન સિંહજી, મણિપુર સરકારમાં મંત્રી વિશ્વજીત સિંહજી, લોસી દિખોજી, લેત્પાઓ હાઓકિપ જી, અવાંગબાઓ ન્યૂમાઈજી, એસ રાજેન સિંહજી, વુગજાગિન વાલ્કેજી, સત્ય વ્રત્યસિંહજી, ઓ લુખોઈ સિંહજી, સંસદમાં મારા સહયોગી સાંસદો અને ધારાસભ્યો. અન્ય લોક પ્રતિનિધિ સમુદાય અને મણિપુરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો! ખુરૂમજરી!

પ્રધાનમંત્રીએ મણિપુરના ઈમ્ફાલમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું

January 04th, 09:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરના ઈમ્ફાલ ખાતે આશરે ₹ 1850 કરોડની 13 પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને આશરે ₹ 2950 કરોડની 9 પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજનાઓ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પેય જળ પુરવઠા, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, કલા અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રો સંબંધી છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રમંડળ રમતોમાં પદક વિજેતાઓને અભિનંદન આપ્યાં

April 08th, 11:14 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રમંડળ રમતોમાં પદક વિજેતાઓને અભિનંદન આપ્યાં હતા.

પ્રધાનમંત્રીએપુરુષોની 77 કિગ્રા વેટલિફટિંગ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ સતીશ કુમાર શિવલિંગમને અભિનંદન પાઠવ્યા

April 07th, 04:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રમંડળ રમતોમાં સુવર્ણ પદક જીતવા બદલ વેટલિફ્ટરસતીશ કુમાર શિવલિંગમને અભિનંદન પાઠવ્યા હતા.