ભારત- સેશેલ્સ ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ કાર્યક્રમ (08 એપ્રિલ 2021)માં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
April 08th, 04:48 pm
હું રાષ્ટ્રપ્રમુખ રામકલાવાનજીને મારા ઉષ્માપૂર્ણ અભિવાદન સાથે મારી વાતનો પ્રારંભ કરવા માંગુ છુ. તેઓ ભારતના પુત્ર છે, તેમના મૂળિયા બિહારના ગોપાલગંજ જિલ્લા સાથે જોડાયેલા છે. આજે, માત્ર પરસૌની ગામના લોકો જ નહીં પરંતુ આખા ભારતના લોકો તેમની આ સિદ્ધિ બદલ ગૌરવ અનુભવી રહ્યાં છે. રાષ્ટ્રપ્રમુખ તરીકે તેમની ચૂંટણી, લોકોની સેવા કરવામાં તેમની સમર્પણ ભાવનામાં સેશેલ્સના લોકોનો વિશ્વાસ દર્શાવે છે.ભારત- સેશેલ્સ વચ્ચે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ કાર્યક્રમનું (8 એપ્રિલ 2021) આયોજન
April 07th, 06:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલ 2021ના રોજ સેશેલ્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ વેવેલ રામકલાવાન સાથે યોજાનારા ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં સેશેલ્સમાં સંખ્યાબંધ ભારતીય પરિયોજનાઓનું ઉદ્ધાટન કરવામાં આવશે.