મધ્યપ્રદેશના શહડોલમાં સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 01st, 10:56 pm
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમાન મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ભાઈ શિવરાજજી, કેન્દ્રમાં મંત્રીમંડળના મારા સાથી શ્રી મનસુખ માંડવિયાજી, ફગ્ગન સિંહ કુલસ્તેજી, પ્રોફેસર એસ.પી. સિંહ બઘેલજી, શ્રીમતી રેણુકા સિંહ સરુતા, ડૉ. ભારતી પવારજી, શ્રી બિશ્વેશ્વર ટુડુજી, સાંસદ શ્રી વીડી શર્માજી, મધ્યપ્રદેશ સરકારના મંત્રીઓ, તમામ ધારાસભ્યો, આ કાર્યક્રમમાં જોડાયેલા દેશભરના અન્ય તમામ મહાનુભાવો અને આટલી મોટી સંખ્યામાં આપણને સૌને આશીર્વાદ આપવા આવેલા મારાં વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના શહડોલમાં રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનનો પ્રારંભ કર્યો
July 01st, 03:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના શહડોલ ખાતે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની શરૂઆત કરી હતી અને લાભાર્થીઓને સિકલ સેલ જિનેટિક સ્ટેટસ કાર્ડનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં લગભગ 3.57 કરોડ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) કાર્ડના વિતરણની શરૂઆત પણ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ 16મી સદીના મધ્યમાં ગોંડવાનાના શાસક રાણી દુર્ગાવતીના સન્માનમાં તેમને યાદ કર્યા હતા.જળ અંગેની અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
January 05th, 09:55 am
દેશના જળ મંત્રીઓની પ્રથમ અખિલ ભારતીય પરિષદ પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ભારત જળ સુરક્ષા પર અભૂતપૂર્વ કામ કરી રહ્યું છે, અભૂતપૂર્વ રોકાણ પણ કરી રહ્યું છે. આપણી બંધારણીય વ્યવસ્થામાં પાણીનો વિષય રાજ્યોનાં નિયંત્રણમાં આવે છે. જળ સંરક્ષણ માટે રાજ્યોના પ્રયાસો દેશનાં સામૂહિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ખૂબ મદદરૂપ થશે. આવી સ્થિતિમાં 'વૉટર વિઝન એટ 2047' આગામી 25 વર્ષની અમૃત યાત્રાનું એક મહત્વનું પરિમાણ છે.પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ દ્વારા પાણી અંગે પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદને સંબોધન કર્યું
January 05th, 09:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા પાણી અંગે પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદને સંબોધિત કરી હતી. આ પરિષદની વિષયવસ્તુ 'વોટર વિઝન @ 2047'છે અને ફોરમનો ઉદ્દેશ્ય ટકાઉ વિકાસ અને માનવ વિકાસ માટે જળ સંસાધનોનો ઉપયોગ કરવાના માર્ગો પર ચર્ચા કરવા માટે મુખ્ય નીતિ નિર્માતાઓને એક મંચ ઉપર એકત્રિત કરવાનો છે.