140 કરોડ લોકો ઘણા ફેરફારો લાવી રહ્યા છે: પીએમ મોદી મન કી બાત દરમિયાન
November 26th, 11:30 am
મારા પરિવારજનો, ૨૬ નવેમ્બરનો આજનો આ દિવસ એક બીજા કારણથી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 1949માં આજના જ દિવસે સંવિધાન સભાએ ભારતના સંવિધાનને અંગીકાર કર્યું હતું. મને યાદ છે, જયારે વર્ષ 2015માં આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા હતા, તે સમયે એવો વિચાર આવ્યો હતો કે 26 નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે મનાવવામાં આવે. અને ત્યારથી દર વર્ષે આજના આ દિવસને આપણે સંવિધાન દિવસના રૂપમાં મનાવતા આવ્યા છીએ. હું બધા દેશવાસીઓને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આપણે બધા મળીને, નાગરિકોના કર્તવ્યને પ્રાથમિકતા આપતા, વિકસિત ભારતના સંકલ્પને જરૂર પૂરૂં કરીશું.સરદાર પટેલના પ્રયાસોને કારણે આપણે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું સ્વપ્ન સાકાર કરી શક્યા છીએ: વડાપ્રધાન મોદી
September 17th, 12:26 pm
વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતના ડભોઇ ખાતે 'નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમ'ની આધારશીલા રાખી હતી.એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આપણે આપણા ટ્રાઇબલ સમાજમાંથી આવેલા આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ છીએ જેમણે સંસ્થાનવાદને મજબૂત ટક્કર આપી હતી.સરદાર સરોવર ડેમને રાષ્ટ્રને સમર્પિત કરતા વડાપ્રધાન, નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમની આધારશીલા રાખી
September 17th, 12:25 pm
વડાપ્રધાન મોદીએ આજે 'નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમ'ની ડભોઇ ખાતે આધારશીલા રાખી હતી. એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, આપણે આપણા ટ્રાઇબલ સમાજમાંથી આવતા આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ છીએ જેમણે અત્યંત મજબૂત સંસ્થાનવાદને મજબૂત લડાઈ આપી હતી.