પ્રધાનમંત્રીએ પોલેન્ડના કબડ્ડી ખેલાડીઓ સાથે મુલાકાત કરી
August 22nd, 09:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારસૉ ખાતે કબડ્ડી ફેડરેશન ઓફ પોલેન્ડના પ્રમુખ શ્રી મિશલ સ્પિક્ઝકો અને પોલેન્ડના કબડ્ડી ફેડરેશનના બોર્ડ મેમ્બર શ્રીમતી અન્ના કાલબાર્સ્કી સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રી પોલેન્ડના અગ્રણી ઈન્ડોલોજિસ્ટ્સને મળ્યા
August 22nd, 09:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અગ્રણી પોલિશ ઈન્ડોલોજિસ્ટ્સના જૂથ સાથે મુલાકાત કરી. જૂથમાં શામેલ છે:પ્રધાનમંત્રી પોલેન્ડ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિને મળ્યા
August 22nd, 08:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વોર્સોના બેલવેડર પેલેસ ખાતે પોલેન્ડ પ્રજાસત્તાકના પ્રમુખ શ્રી મહામહિમ આન્દ્રેજ સેબેસ્ટિયન ડુડા સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીએ વોર્સોમાં અજાણ્યા સૈનિકની કબર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
August 22nd, 08:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વોર્સોમાં અજાણ્યા સૈનિકની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પોલેન્ડના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
August 22nd, 06:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વોર્સોમાં પોલેન્ડ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડોનાલ્ડ ટસ્ક સાથે મુલાકાત કરી. ફેડરલ ચૅન્સેલરી ખાતે આગમન પછી, પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક દ્વારા પ્રધાનમંત્રીને આવકારવામાં આવ્યા હતા અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રીએ વોરસૉમાં ડોબરી મહારાજા મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પી
August 21st, 11:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વોરસૉ ખાતેના ડોબરી મહારાજા સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી.પ્રધાનમંત્રીએ કોલ્હાપુર મેમોરિયલની મુલાકાત લીધી
August 21st, 11:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વોરસૉમાં કોલ્હાપુર સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી.પ્રધાનમંત્રીએ મોન્ટે કેસિનોના યુદ્ધના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી
August 21st, 11:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વોરસૉમાં મોન્ટે કેસિનોના યુદ્ધના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી.પ્રધાનમંત્રીએ પોલેન્ડના વોર્સોમાં કોલ્હાપુર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પી
August 21st, 10:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોલેન્ડના વોર્સોમાં કોલ્હાપુર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે આ સ્મારક કોલ્હાપુરના મહાન રાજવી પરિવારને શ્રદ્ધાંજલિ છે. આ રાજવી પરિવાર બીજા વિશ્વયુદ્ધની ભયાનકતાઓને કારણે વિસ્થાપિત પોલિશ મહિલાઓ અને બાળકોને આશ્રય આપવામાં મોખરે હતો, શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું.પ્રધાનમંત્રીએ પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલને શ્રદ્ધાંજલિ આપી
August 21st, 10:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે, પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ, જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના માનવતાવાદી યોગદાનને ઉજાગર કરે છે, જેમણે બીજા વિશ્વયુદ્ધને કારણે ઘરવિહોણા થયેલા પોલેન્ડના બાળકોને આશ્રય અને સંભાળની ખાતરી આપી હતી. શ્રી મોદીએ પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાની ઝલક પણ શેર કરી હતી.પ્રધાનમંત્રીની પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત
August 19th, 08:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21-22 ઓગસ્ટ 2024ના રોજ પોલેન્ડની મુલાકાત લેશે. છેલ્લા 45 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પોલેન્ડની આ પ્રથમ મુલાકાત હશે.