પ્રધાનમંત્રીની યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
September 24th, 03:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર 2024ના રોજ ન્યુયોર્કમાં સમિટ ઓફ ધ ફ્યુચર અંતર્ગત યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોડીમિર ઝેલેન્સકી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.ભારતનાં પ્રધાનમંત્રીની યુક્રેનની મુલાકાત પર ભારત-યુક્રેનનું સંયુક્ત નિવેદન
August 23rd, 07:00 pm
ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટ, 2024નાં રોજ યુક્રેનનાં રાષ્ટ્રપતિ મહામહિમ વોલોદિમીર ઝેલેન્સ્કીનાં આમંત્રણ પર યુક્રેનની મુલાકાત લીધી હતી. વર્ષ 1992માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા પછી કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીએ યુક્રેનની આ સૌપ્રથમ મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રીની યુક્રેનની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરાયેલા દસ્તાવેજોની યાદી (23 ઓગસ્ટ, 2024)
August 23rd, 06:45 pm
પ્રજાસત્તાક ભારતની સરકાર અને યુક્રેનની સરકાર વચ્ચે કૃષિ અને ખાદ્યાન્ન ઉદ્યોગનાં ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી.પ્રધાનમંત્રીની યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે બેઠક
August 23rd, 06:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોદિમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી. મેરીન્સ્કી પેલેસ ખાતે પહોંચ્યા પછી રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું.પ્રધાનમંત્રીએ યુક્રેનને ભીષ્મ ક્યુબ્સ અર્પણ કર્યા
August 23rd, 06:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુક્રેન સરકારને ચાર ભીષ્મ (સહયોગ હિતા અને મૈત્રી માટે ભારત સ્વાસ્થ્ય પહેલ) ક્યુબ્સ અર્પણ કર્યા. યુક્રેનના રાષ્ટ્રપતિ એચ.ઇ. શ્રી વોલોડીમીર ઝેલેન્સકીએ માનવતાવાદી સહાય માટે વડા પ્રધાનનો આભાર માન્યો. ક્યુબ્સ ઘાયલોની ઝડપી સારવારમાં મદદ કરશે અને કિંમતી જીવન બચાવવામાં ફાળો આપશે.પ્રધાનમંત્રીએ બાળકો પરના શહીદોના પ્રદર્શનની મુલાકાત લીધી
August 23rd, 03:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કિવમાં યુક્રેનના નેશનલ મ્યુઝિયમ ઑફ હિસ્ટ્રી ખાતે બાળકો પરના મલ્ટીમીડિયા શહીદ પ્રદર્શનની મુલાકાત લીધી. તેમની સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોડીમીર ઝેલેન્સકી પણ ઉપસ્થિત હતા.પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત માટે પ્રસ્થાન કરતાં અગાઉ પ્રધાનમંત્રીનું વક્તવ્ય
August 21st, 09:07 am
પોલેન્ડથી હું રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના આમંત્રણ પર યુક્રેનની મુલાકાત લઇશ. કોઈપણ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા યુક્રેનની આ સૌ પ્રથમ મુલાકાત છે. હું રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવા અને હાલમાં ચાલી રહેલા યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન પર દ્રષ્ટિકોણ વહેંચવા પર અગાઉની વાતચીતને આગળ વધારવાની તક માટે આતુર છું. એક મિત્ર અને ભાગીદાર તરીકે અમે આ વિસ્તારમાં ઝડપથી શાંતિ અને સ્થિરતા લાવવાની આશા રાખીએ છીએ.પ્રધાનમંત્રીએ જી-7 સમિટ દરમિયાન યુક્રેનનાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
June 14th, 04:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14 જૂન, 2024ના રોજ ઇટાલીમાં જી-7 સમિટની સાથે સાથે યુક્રેનનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો ત્રીજી મુદત માટે પદભાર સંભાળવા બદલ શુભેચ્છા આપવા માટે આભાર માન્યો હતો.રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
June 06th, 08:56 pm
યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોડીમીર ઝેલેન્સ્કીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મળેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
May 20th, 07:57 pm
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે યુક્રેનના સંઘર્ષની સમગ્ર વિશ્વ પર નોંધપાત્ર અસર પડી છે. જોકે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના માટે આ રાજકીય કે આર્થિક મુદ્દો નથી પરંતુ માનવતા, માનવીય મૂલ્યોનો મુદ્દો છે.પ્રધાનમંત્રીએ યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ વોલોદિમીર ઝેલેન્સકી સાથે ટેલિફોન પર વાત કરી
December 26th, 08:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ વોલોદિમીર ઝેલેન્સકી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.