વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા Viksit Bharat@2047: Voice of Youthના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 11th, 10:35 am
ઈતિહાસ દરેક દેશને એવો સમયગાળો આપે છે જ્યારે તે તેની વિકાસયાત્રાને અનેક ગણી આગળ વધારી દે છે. એક રીતે જોઈએ તો તે દેશનો આ અમર સમય છે. આ સમયે ભારત માટે અમરત્વનો સમય આવી ગયો છે. ભારતના ઈતિહાસનો આ સમયગાળો છે જ્યારે દેશ ક્વોન્ટમ જમ્પ લેવા જઈ રહ્યો છે. આપણી આજુબાજુ આવા ઘણા દેશોના ઉદાહરણો છે, જેમણે ચોક્કસ સમયમાં સમાન ક્વોન્ટમ જમ્પ લઈને પોતાનો વિકાસ કર્યો છે. એટલા માટે હું કહું છું કે, ભારત માટે પણ આ યોગ્ય સમય છે. આ અમરત્વની દરેક ક્ષણનો આપણે લાભ લેવાનો છે, આપણે એક ક્ષણ પણ વેડફવાની નથી.પ્રધાનમંત્રીએ 'Viksit Bharat @2047: Voice of Youth' લોન્ચ કર્યું
December 11th, 10:30 am
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત વિક્સિત ભારતના વિકાસ માટે આજની કાર્યશાળાના આયોજન માટે તમામ રાજ્યપાલોનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે, આજનો દિવસ આ સંકલ્પને લગતો વિશેષ અવસર છે. તેમણે વિકસિત ભારત 2047નાં લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં દેશનાં યુવાનોને માર્ગદર્શન આપવાની જવાબદારી ધરાવતાં તમામ હિતધારકોને એકમંચ પર લાવવાનાં તેમનાં યોગદાનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસમાં શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્ર તેના લોકોના વિકાસથી જ વિકસિત થાય છે. વર્તમાન યુગમાં વ્યક્તિત્વ વિકાસનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ વોઈસ ઑફ યુથ વર્કશોપની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રી 11મી ડિસેમ્બરે 'વિકસીત ભારત @2047: યુવાનોનો અવાજ' લોન્ચ કરશે
December 10th, 01:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી ડિસેમ્બર, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસીત ભારત @2047: યુવાનોનો અવાજ’ લોન્ચ કરશે. પ્રધાનમંત્રી દેશભરના રાજભવન ખાતે આયોજિત વર્કશોપમાં યુનિવર્સિટીઓના કુલપતિઓ, સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને પણ સંબોધન કરશે, જે પહેલની શરૂઆતનું પ્રતીક હશે.