વિવાટેકની પાંચમી આવૃતિમાં પ્રધાનમંત્રીના મુખ્ય પ્રવચનનો મૂળપાઠ
June 16th, 04:00 pm
ઘણા યુવાનો ફ્રેન્ચ ઓપન ભારે ઉત્સાહ સાથે જોઈ રહયા છે. ભારતની ટેકનોલોજી કંપનીઓમાંની એક ઈન્ફોસિસે ટુર્નામેન્ટને ટેકનોલોજીકલ સહયોગ પૂરો પાડયો છે. સમાન પ્રકારે ભારતમાં સૌથી ઝડપી સુપર કોમ્પયુટરના નિર્માણમાં ફ્રેન્ચ કંપની એટોસ સંકળાયેલી છે. ફ્રાન્સની કેપજેમીની હોય કે ભારતની ટીસીએસ અને વિપ્રો, આપણી આઈટી પ્રતિભાઓ દુનિયાભરની કંપનીઓ અને નાગરિકોને સેવા પૂરી પાડી રહી છે.વિવાટેકની પાંચમી આવૃત્તિમાં પ્રધાનમંત્રીએ અધ્યક્ષીય પ્રવચન આપ્યું
June 16th, 03:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો કોફરન્સ દ્વારા વિવાટેકની પાંચમી આવૃત્તિમાં અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. 2016થી દર વર્ષે પેરિસમાં યોજાતી વિવાટેક યુરોપમાં સૌથી મોટી ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ પૈકીની એક વિવાટેક 2021માં પ્રધાનમંત્રીને અતિથિ વિશેષ તરીકે અધ્યક્ષીય પ્રવચન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી 16મી જૂને વાઈવાટેકના પાંચમા સંસ્કરણ પર મહત્વનું સંબોધન કરશે
June 15th, 02:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી જૂને સાંજે 4 વાગ્યા આસપાસ યોજાનાર વાઈવાટેકના પાંચમા સંસ્કરણમાં મહત્વનું સંબોધન કરશે. પ્રધાનમંત્રીને વાઈવાટેક 2021માં મહત્વનું સંબોધન આપવા માટે અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.