મહારાષ્ટ્રના વર્ધામાં રાષ્ટ્રીય 'પીએમ વિશ્વકર્મા' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 20th, 11:45 am

બે દિવસ પહેલા જ આપણે બધાએ વિશ્વકર્મા પૂજાનો તહેવાર ઉજવ્યો હતો. અને આજે, વર્ધાની પવિત્ર ભૂમિ પર, આપણે પીએમ વિશ્વકર્મા યોજનાની સફળતાની ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ દિવસે 1932માં મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા વિરુદ્ધ અભિયાનની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં વિશ્વકર્મા યોજનાના એક વર્ષ પૂર્ણ થવાની આ ઉજવણી, આ વિનોબા ભાવેની આ સાધનાનું સ્થળ, આ મહાત્મા ગાંધીનું કાર્યસ્થળ, આ વર્ધાની ભૂમિ, આ સિદ્ધિ અને પ્રેરણાનો એવો સંગમ છે જે વિકસિત ભારતના આપણા સંકલ્પોને નવી ઊર્જા આપશે. વિશ્વકર્મા યોજના દ્વારા, અમે સખત પરિશ્રમ દ્વારા સમૃદ્ધિ હાંસલ કરવાનો સંકલ્પ કર્યો છે અને વર્ધામાં બાપુની પ્રેરણા તે સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટેનું માધ્યમ બનશે. હું આ પ્રસંગે આ યોજના સાથે જોડાયેલા તમામ લોકોને, દેશભરના તમામ લાભાર્થીઓને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં વર્ધામાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કર્યું

September 20th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં વર્ધામાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ 'આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ' યોજના અને 'પુણ્યશ્લોક અહલ્યાદેવી હોલકર વિમેન સ્ટાર્ટઅપ સ્કીમ' લોંચ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને લોન જાહેર કરી હતી તથા પ્રધાનમંત્રી વિશ્વકર્મા હેઠળ પ્રગતિનાં એક વર્ષનાં પ્રતીક સ્વરૂપે એક સ્મારક સ્ટેમ્પ પણ બહાર પાડ્યો હતો. શ્રી મોદીએ મહારાષ્ટ્રનાં અમરાવતીમાં પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ (પીએમ મિત્ર) પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની શરૂઆત કરી હતી.

PM Modi attends News18 Rising Bharat Summit

March 20th, 08:00 pm

Prime Minister Narendra Modi attended and addressed News 18 Rising Bharat Summit. At this time, the heat of the election is at its peak. The dates have been announced. Many people have expressed their opinions in this summit of yours. The atmosphere is set for debate. And this is the beauty of democracy. Election campaigning is in full swing in the country. The government is keeping a report card for its 10-year performance. We are charting the roadmap for the next 25 years. And planning the first 100 days of our third term, said PM Modi.

'કુમ્હાર' સમુદાયની મહિલા ઉદ્યોગસાહસિક વિશ્વકર્મા યોજના અને બાજરી વિશે જાગૃતિ ફેલાવે છે

December 27th, 02:37 pm

આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ જોડાયા હતા.

The egoistic Congress-led Alliance intends to destroy the composite culture of Santana Dharma in both Rajasthan & India: PM Modi

September 25th, 04:03 pm

PM Modi addressed the Parivartan Sankalp Mahasabha in Jaipur, Rajasthan. While addressing the event PM Modi recalled Pt. Deendayal Upadhyaya on his birth anniversary. He said, “It is his thoughts and principles that have served as an inspiration to put an end to the Congress-led misrule in Rajasthan.

PM Modi addresses the Parivartan Sankalp Mahasabha in Jaipur, Rajasthan

September 25th, 04:02 pm

PM Modi addressed the Parivartan Sankalp Mahasabha in Jaipur, Rajasthan. While addressing the event PM Modi recalled Pt. Deendayal Upadhyaya on his birth anniversary. He said, “It is his thoughts and principles that have served as an inspiration to put an end to the Congress-led misrule in Rajasthan.

G20 સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

August 26th, 10:15 am

વારાણસીમાં આપનું સ્વાગત છે, જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. વારાણસીમાં આપને મળવાથી મને ખૂબ જ આનંદ થયો છે, આ મારો સંસદીય મતવિસ્તાર છે. કાશી, એ માત્ર વિશ્વનું સૌથી જૂનું જીવંત શહેર જ નથી. અહીંથી નજીકમાં જ સારનાથ છે, જ્યાં ભગવાન બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. કાશીને સુજ્ઞાન, ધર્મ અને સત્યરાશિની નગરી મતલબ કે - જ્ઞાન, કર્તવ્ય અને સત્યનો ભંડાર કહેવામાં આવે છે. તે ખરેખર ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રાજધાની છે. હું આશા રાખું છું કે તમે બધાએ તમારા કાર્યક્રમમાં ગંગા આરતીના દર્શન કરવા, સારનાથની મુલાકાત લેવા અને કાશીના ભોજનનો આનંદ માણવા માટે થોડો સમય રાખ્યો હશે.

પ્રધાનમંત્રીએ G20 સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકમાં સંબોધન આપ્યું

August 26th, 09:47 am

પ્રધાનમંત્રીએ આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોનું વારાણસીમાં સ્વાગત કર્યું, જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ શહેર તેમનો સંસદીય મત વિસ્તાર હોવાથી, G20 સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકનું આયોજન આ શહેરમાં થઇ રહ્યું હોવાનો તેમણે આનંદ પણ વ્યક્ત કર્યો હતો. સૌથી પ્રાચીન જીવંત શહેરો પૈકીના એક કાશી હોવાનો તરીકે ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ નજીકમાં આવેલા સારનાથ શહેર કે, જ્યાં ભગવાન બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ અહીં આવેલા અતિથિઓને ગંગા આરતી કાર્યક્રમના સાક્ષી બનવાનું સૂચન કર્યું હતું, સારનાથની મુલાકાત લેવાનું કાશીની સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ માણવાનું સૂચન કર્યું હતું અને ટિપ્પણ કરી હતી કે, કાશીને જ્ઞાન, કર્તવ્ય અને સત્યના ભંડાર તરીકે ઓળખવામાં આવે છે અને તે ખરેખર ભારતની સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક રાજધાની છે.

મધ્યપ્રદેશ રોજગાર મેળા દરમિયાન પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

August 21st, 12:15 pm

આજે તમે બધા આ ઐતિહાસિક સમયગાળામાં શિક્ષણની મહત્વપૂર્ણ જવાબદારી સાથે તમારી જાતને જોડી રહ્યા છો. આ વખતે મેં લાલ કિલ્લા પરથી વિગતવાર વાત કરી છે કે દેશના વિકાસમાં રાષ્ટ્રીય પાત્ર કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતની ભાવિ પેઢીને ઘડવાની, તેમને આધુનિકતામાં ઘડવાની અને તેમને નવી દિશા આપવાની જવાબદારી તમારા બધાની છે. મધ્યપ્રદેશની પ્રાથમિક શાળાઓમાં નિમણૂક પામેલા સાડા પાંચ હજારથી વધુ શિક્ષક ભાઈઓ અને બહેનોને હું મારી શુભેચ્છા પાઠવું છું. મને કહેવામાં આવ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં એમપીમાં લગભગ 50 હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર પણ અભિનંદનને પાત્ર છે.

પ્રધાનમંત્રી શ્રીએ મધ્યપ્રદેશ રોજગાર મેળાને સંબોધન કર્યું

August 21st, 11:50 am

આ પ્રસંગે એકત્ર લોકોને સંબોધન કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જે લોકોને નિમણૂકપત્રો મળ્યાં છે તેઓ આ ઐતિહાસિક સમયગાળામાં શિક્ષણની મહત્વપૂર્ણ જવાબદારી અદા કરવા સામેલ થયા છે. લાલ કિલ્લા પરથી દેશનાં વિકાસમાં રાષ્ટ્રીય ચરિત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર વિગતવાર જાણકારી આપતાં પોતાનાં સંબોધન પર પ્રકાશ ફેંકીને પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, આજે જે તમામ લોકોને રોજગારીઓ મળી છે તેઓ ભારતની ભવિષ્યની પેઢીઓને ઘડવાની, તેમની માનસિકતાને આધુનિક બનાવવાની અને તેમને એક નવી દિશા આપવાની જવાબદારી ધરાવશે. તેમણે આ રોજગાર મેલા દરમિયાન આજે મધ્યપ્રદેશની પ્રાથમિક શાળાઓમાં નિમણૂક થયેલા 5,500થી વધારે શિક્ષકોને તેમની શ્રેષ્ઠ શુભેચ્છા આપી હતી. પ્રધાનમંત્રીએ એવી જાણકારી પણ આપી હતી કે, છેલ્લાં 3 વર્ષ દરમિયાન મધ્યપ્રદેશમાં આશરે 50,000 શિક્ષકોની ભરતી થઈ છે અને હું આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ બદલ રાજ્ય સરકારને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ પરંપરાગત કારીગરીમાં કુશળ વ્યક્તિઓને લાભ આપવા માટે 'વિશ્વકર્મા યોજના'ની જાહેરાત કરી

August 15th, 02:38 pm

77મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી બોલતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આગામી દિવસોમાં ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના પરંપરાગત કારીગરીમાં કુશળ વ્યક્તિઓને લાભ આપવાનું આયોજન છે.