ભારત AIમાં અગ્રેસર થવા માટે પ્રતિબદ્ધ છેઃ પ્રધાનમંત્રી
January 04th, 02:42 pm
ભારતીય ઉદ્યોગસાહસિક શ્રી વિશાલ સિક્કાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. શ્રી મોદીએ આ મીટીંગને એક અર્થપૂર્ણ વાર્તાલાપ તરીકે ગણાવી હતી અને કહ્યું હતું કે ભારત નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને અને યુવાનો માટે તકોનું સર્જન કરવા સાથે AIમાં અગ્રેસર થવા પ્રતિબદ્ધ છે. બંનેએ AI અને ભારત પર તેની અસર અને આગળના સમય માટે કેટલીક આવશ્યકતાઓ પર વિગતવાર અને વ્યાપક ચર્ચા કરી છે.